Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:જીપીસીબીના મતે જે કારખાનુ રેડઝોનમાં‎ છે તેના ફેકટરી લાયસન્સ માટે અરજી !‎‎

    9 hours ago

    જીઆઇડીસી-2માં આવેલ સોરઠ તબીબી સંઘ ટ્રસ્ટ સંચાલિત ગિરનાર બાયો મેડિકલ વેસ્ટ નામનુ કારખાનુ કે જે જેમણે તાજેતરમાં જ ફેકટરી લાયસન્સ માટેની અરજી કરી છે. આ કારખાનુ ફક્ત બાયો મેડિકલ વેસ્ટ કરે છે અને તેની માટે જ જે-તે સમયે મંજૂરી મળી હતી. હવે આ કારખાનાના જવાબદારોએ પ્રોડક્સન કરવા માટે અરજી કરી છે. જોકે, આ અરજી ના-મંજૂર થઇ છે. કારખાનાના જવાબદારો એવુ રટણ કરી રહ્યા છે કે, અમારૂ કારખાનુ કોઇ કડક ઉદ્પાદન કરતુ નથી. ફક્ત મેડિકલ વેસ્ટ નિકાલ કરીએ છીએ. તો પછી આવી અરજી કરવાની જરૂર શા માટે પડી તે પણ એક વિષય છે. કમિટી કહે તો જ હું જવાબ આપીશ ગિરનાર બાયો મેડિકલ વેસ્ટ કારખાનાએ ફેકટરી માટે કચેરીમાં અરજી કરી છે તેની મને ખબર નથી. અને જો ક્યાં બાબતે અરજી કરી તે હુ તમને કઇ કહુ નહીં. મને જો કમિટી કહે તો જવાબ આપુ. > દિપક પટેલ, કારખાનાના મેનેજર પ્રમુખને ખબર હોય, મને કોઇ જાણ નથી કારખાના બાબતે કોઇપણ મંજૂરી માટે જે અરજીની વાત કરો છો એ બાબતે મને કંઇપણ ખબર નથી. આ બાબતની કારખાના પ્રમુખ અથવા તો મેનેજરને જ જાણ હશે. > ડો. સંજીવ જાવિયા, કારખાના ટ્રસ્ટ કમિટી સભ્ય પ્રમુખ ડો. પાનસુરીયા સંપર્કવિહોણા જ રહ્યા સોરઠ તબીબી સંઘ ટ્રસ્ટ સંચાલિત ચાલતુ કારખાનુ ગિરનાર બાયો મેડિકલ વેસ્ટના પ્રમુખ ડો. મુકેશ પાનસુરિયાનો અરજી ક્યાં કારણથી આપી છે, અત્યાર સુધી કેમ અરજી કરી નહીં ને હવે કરી સહિતની તમામ બાબતની જાણકારી માટે ભાસ્કરે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રમુખનો ફોન સતત નો-રિપ્લાય આવ્યો હતો. ઉપરાંત સોરઠ તબીબી સંઘના પ્રમુખને બાયોમેડીકલ વેસ્ટના કારનાખા વિશે કહી પણ પુછવામાં આવે તો તેઓ અનેકવાર કારખાનાની બાબતે ત્યાંના મેનેજર દિપકભાઇને જ વધારે ખબર હોય છે તેવો ઉત્તર આપતા હોય છે. પરંતુ ફેકટરી માટે કરેલી અરજી બાબતે મેનેજરને પુછતા તેને પણ આ બાબતે કંઇ પણ બોલવાનું ટાળ્યુ હતુ. એક ચિમની સામે કલેકટરના આંખ‎મિંચામણા, હવે બીજી બનાવવાનું શરૂ‎ ગિરનાર ઇકોઝોનમાં ચાલતા કારખાનાનો એક ચીમનીમાંથી ઝેરી ધુમાડો નિકળી રહ્યો છે. તે બાબતે હજુ કોઇ કલેકટર તરફથી નિર્ણય નથી આવ્યો ત્યાં બીજી ચીમની બનવાનું કારખાનામાં શરૂ થયું છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:નવા એકસપ્રેસ હાઇવે પર પુનગામ પાસે કાયમી જોડાણ મળશે, સ્થાનિક વાહનોનો 30 કિમીનો ફેરાવો ઘટશે
    Next Article
    No surprises: Adhir Ranjan Chowdhury returns to Bengal electoral politics after 3 decades

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment