Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માછીમારોનો ઉદ્યોગપતિઓના પ્રવેશ સામે વિરોધ:રાજ્ય સ્તરીય સંમેલનમાં પરંપરાગત વ્યવસાય બચાવવા હાકલ

    2 days ago

    વલસાડના લીલાપોર ખાતે નેશનલ એસોસિએશન ઓફ ફિશરમેન (NAF) ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્ય સ્તરીય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી માછીમાર સમાજના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મત્સ્ય ઉદ્યોગમાં મોટા ઉદ્યોગપતિઓના પ્રવેશ સામે વિરોધ નોંધાવી, માછીમારોની પડતર સમસ્યાઓ અને સરકારની નીતિઓ સામે ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. NAFના રાષ્ટ્રીય મહામંત્રી રામકુમાર એડવોકેટે જણાવ્યું હતું કે, સરકાર મોટા મૂડીપતિઓને મત્સ્ય ઉદ્યોગમાં મહત્વ આપી રહી છે, જેના કારણે પરંપરાગત માછીમારોનો વ્યવસાય જોખમમાં મુકાયો છે. તેમણે વલસાડમાં બની રહેલા નવા બંદર ખાતે માછીમારો માટે અલગ જગ્યા ફાળવવાની માંગ કરી હતી, જેથી તેઓ સુરક્ષિત રીતે વેપાર કરી શકે. એડવોકેટે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકારની મત્સ્ય નીતિમાં કરાયેલા સુધારા માછીમારોના હિતમાં નથી. તેમણે લાઇન ફિશિંગ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી હતી. ડૉ.જી. કે. ભાન્જીએ માછીમારોને મળતા ડીઝલના દરમાં થયેલા વધારાને પાછો ખેંચવાની માંગ કરી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે જ્યારે માછીમારો અજાણતા અન્ય દેશોની સીમામાં પ્રવેશ કરે છે ત્યારે તેમની ધરપકડ થાય છે, જેમને છોડાવવા માટે સંગઠન સતત કાર્યરત છે. સરજૂ કેવટે માછીમારોને 40% ને બદલે 60% સબસિડી આપવાની માંગ કરી હતી. કૈલાશ નિષાદે NAFને કોળી, ટંડેલ, ભોઈ અને નિષાદ સહિતના તમામ મત્સ્યજીવી સમાજોના હક માટે લડતું એકમાત્ર સંગઠન ગણાવ્યું હતું. પૂર્વ મત્સ્ય મંત્રી કરસનભાઈ પટેલે માછીમારોને જાગૃત રહેવાની ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ જાગૃત નહીં થાય તો મોટી કંપનીઓ તેમનો પરંપરાગત વ્યવસાય છીનવી લેશે. NAF ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ દિનેશ ટંડેલ દ્વારા મુખ્ય અતિથિ ડૉ.ગજેન્દ્ર કિશન ભાન્જી, પૂર્વ ધારાસભ્ય રામકુમાર એડવોકેટ, વિજય વર્લીકર અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આશાબેન ભાન્જી, ડૉ. એમ. કે. તોમર અને વેદાંત એડવોકેટ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદના ચૌહાણ ચંદનબાને 'ગીતાભૂષણ' એવોર્ડ મળ્યો:700 શ્લોક કંઠસ્થ કરવા બદલ શિક્ષણમંત્રીની હાજરીમાં સન્માનિત કરાયા
    Next Article
    યુવાન સાથે રોકાણના નામે રૂ.1.48 કરોડની છેતરપિંડી:રાજકોટમાં દુબઈની કંપનીમાં રોકાણ કરવાથી 7 ટકા વળતરની લાલચ અપાઈ, શહેરમાં 3 સગીરાનું અપહરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment