Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દવાના બિલ અને બિલ્ટીના આધારે ટ્રાન્સપોર્ટમાં ગોવાથી દારૂ મંગાવ્યો:સરખેજ પોલીસે જથ્થો લેવા આવેલા શખસને દબોચી લીધો; નિકોલના જાડેજા નામના બૂટલેગરની શોધખોળ

    8 hours ago

    સરખેજ પોલીસે સરખેજમાં આવેલી નરીમાનપુરા કેનાલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની 4401 બોટલ સહિત કુલ રૂ.5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો ગોવાથી દવાના ખોટા બિલો અને બિલ્ટીના ઓઠા હેઠળ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. આ જથ્થો નિકોલના વ્યક્તિએ ગોવાથી મગાવ્યો હતો અને પકડાયેલા આરોપીને જથ્થો લેવા મોકલ્યો હતો. સરખેજ પોલીસે દારૂનો જથ્થો મોકલનાર અને મગાવનારની શોધખોળ હાથ ધરી છે. જાડેજા નામના શખસે ગોવાથી દારૂ મંગાવ્યો અગાઉ અસલાલી, માધવપુરા સહિતના વિસ્તારોમાંથી અનેક વાર ટ્રાન્સપોર્ટમાં મગાવેલો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યારે હવે સરખેજ પોલીસે નરીમાનપુરા કેનાલ પાસેથી એક લોડિંગ ટેમ્પો ભરીને દારૂનો જથ્થો લઇ જનાર રાજસ્થાનના કાલુરામ બિશ્નોઇ (ઉં.45, રહે. ઓઢવ)ને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની 4401 બોટલ સહિત કુલ રૂ. 5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સરખેજના ઇન્સ્પેક્ટર એલ. એલ. ચાવડા અને ડી સ્ટાફ પીએસઆઇ એ.આર. બોળિયાની ટીમે તપાસ કરતા આ જથ્થો નિકોલના જાડેજા નામના શખસે ગોવાથી મગાવ્યો હતો. ગોવાના શખસે દવાના ખોટા બિલ અને બિલ્ટીના ઓથા હેઠળ આ જથ્થો ગોવા એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલ્યો હતો. દારૂ મોકલનાર અને નિકોલના બુટલેગરની શોધખોળ પોલીસે દારૂના આઠ પાર્સલ કબજે કરીને તપાસ કરતા આરોપી અગાઉ 2017માં ઓઢવમાં એનડીપીએસના ગુનામાં પણ ઝડપાયો હોવાની માહિતી ખૂલી છે. પોલીસે ગોવાથી દારૂ મોકલનાર અને નિકોલના જાડેજા નામના બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખાગેશ્રીમાં 108 ટીમે એમ્બ્યુલન્સમાં કરાવી જોખમી પ્રસૂતિ:શ્રમિક મહિલાએ જુડવા દીકરીઓને જન્મ આપ્યો, માતા-બાળકીઓ સ્વસ્થ
    Next Article
    Mumbai Set For Break In Heat As Light Rain, Thunderstorms Predicted

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment