Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગુંડારાજ’નો સફાયો થશે:કુખ્યાત ‘ઇભલા ગેંગ’ પર ગુજસીટોકનું શસ્ત્ર ઉગામતી પોલીસ, છ આરોપીઓ સકંજામાં; હજુ ત્રણ ગેંગ સામે કાર્યવાહીનાં નિર્દેશ

    2 days ago

    ગુજરાત સરકાર દ્વારા સંગઠિત ગુનાખોરીને ડામવા માટે અમલમાં મુકાયેલા કડક કાયદા ‘ગુજસીટોક’ (GCTOC) હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી અને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી કુખ્યાત ‘ઇભલા ગેંગ’ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગેંગના સૂત્રધાર સહિતનાં બે હાલ જેલમાં છે. જ્યારે અન્ય ચાર સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. તેમજ રાજકોટમાંથી ‘ગુંડારાજ’નો સફાયો કરવા માટે આગામી દિવસોમાં વધુ 3 ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનાં નિર્દેશ પોલીસે આપ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરના ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોણ છે ઇભલા ગેંગ અને શું છે ગુનાહિત ઈતિહાસ? રાજકોટના બી-ડિવિઝન વિસ્તારમાં સક્રિય એવી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો છે. આ ગેંગના સાગરીતો પોતાની ધાક જમાવવા માટે લાંબા સમયથી ગંભીર ગુનાઓ આચરતા હતા. પોલીસ રેકોર્ડ મુજબ, આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 89 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગના સભ્યો દ્વારા આચરવામાં આવેલા મુખ્ય ગુનાઓમાં હત્યાની કોશિશ 4 ગુના, લૂંટ અને અપહરણનાં 5 ગુના, રાયોટિંગ (ગે.કા. મંડળી)નાં 11 ગુના, છેડતીનો 1 ગુનો, મારામારીનાં 29 ગુના ઉપરાંત અન્ય એટ્રોસીટી એક્ટ, પ્રોહિબિશન (દારૂ), જુગાર અને આર્મ્સ એક્ટ (ગેરકાયદે હથિયાર) હેઠળના પણ અનેક ગુનાઓ આ ગેંગના નામે નોંધાયેલા છે. પોલીસની કડક કાર્યવાહી અને ધરપકડ ક્રાઈમ બ્રાંચે ગેંગના કુલ 7 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કાથરોટિયા અને જાવેદ ઉર્ફે જાવલો કાથરોટિયા હાલમાં જેલમાં છે, જેનો કબજો મેળવવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. જ્યારે અન્ય 4 મુખ્ય સાગરીતોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં સલીમ ઉર્ફે સલીયો કાથરોટિયા, મહેબૂબ ઉર્ફે મેબલો કાથરોટિયા, અશરફ કાથરોટીયા અને લખન કમેજડિયાનો સમાવેશ થાય છે. જેવો વ્યવહાર જનતા સાથે કર્યો હતો એવો જ પોલીસ આરોપીઓ સાથે કરશે: DCP ક્રાઈમ બ્રાંચના DCP જગદીશ બાંગરવાએ આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે પ્રકારનું કઠોર અને અમાનવીય વર્તન કરતા હતા, પોલીસ પણ હવે આ ગુનેગારો સાથે તેવો જ કડક વ્યવહાર કરવા માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાંથી ગુંડાતત્વોનો સફાયો કરવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આગામી થોડા જ દિવસોમાં અન્ય 3 જેટલી સક્રિય ગેંગ વિરુદ્ધ પણ ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ ગુનેગારો ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, કાયદો તેમનાથી ઉપર રહેશે. ગુજસીટોક કાયદાનો ઉદ્દેશ્ય ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015 (GCTOC) નો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠિત ગુનાખોરી આચરતી ટોળીઓને નિયંત્રણમાં લેવાનો છે. જ્યારે કોઈ ગેંગ સતત ગુના આચરીને સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરે છે, ત્યારે આ કાયદા હેઠળ તેમની સામે કડક કાનૂની જોગવાઈઓ સાથે કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં જામીન મળવા પણ મુશ્કેલ બને છે. જોકે હાલ રાજકોટ પોલીસની કડક કામગીરીથી રાજકોટનાં શહેરીજનોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. ખાસ કરીને જે વિસ્તારોમાં આ ગેંગનો આતંક હતો, ત્યાં હવે શાંતિ સ્થપાય તેવી આશા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- કેરળમાં ભ્રષ્ટાચારી પક્ષોને ભાજપથી ડર:રાજ્ય LDF-UDF વચ્ચે ફસાયું, અહીં લૂંટફાટ માટે ગઠબંધન બને છે
    Next Article
    આજે 11 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી:ભરઉનાળે માવઠાની શક્યતાના પગલે ખેડૂતોની ચિંતા વધી, 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment