Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ સુરતમાં:એન્જિ.-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ, ચુસ્ત સુરક્ષા અને સ્ક્વોડની દેખરેખ

    9 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત 'ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ' (GUJCET) નો આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પ્રારંભ થયો છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ આજે આ મહત્વપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે અવરજવર જોવા મળી હતી. રાજ્યમાં સુરતનું વર્ચસ્વ અને બેઠક વ્યવસ્થા આ વર્ષે ગુજકેટની પરીક્ષામાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાં સુરત જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. આંકડાકીય વિગતો મુજબ, સુરતમાં અંદાજે 18,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓને સમાવવા માટે સુરત વહીવટી તંત્ર દ્વારા 101 જેટલી બિલ્ડિંગોમાં કુલ 1001 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત કેન્દ્ર પર નોંધાતા અહીં વહીવટી જવાબદારી પણ વિશેષ જોવા મળી રહી છે. ત્રણ તબક્કામાં પરીક્ષાનું આયોજન વિષયવાર ગુણભાર અને સમયને ધ્યાને રાખીને ગુજકેટની પરીક્ષા કુલ ત્રણ તબક્કામાં લેવામાં આવી રહી છે. જે મુજબ, પ્રથમ પેપર સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીના લાંબા સત્રમાં યોજાયું હતું. ત્યારબાદ બીજું પેપર બપોરે 01:40 થી 02:40 અને અંતિમ પેપર સાંજે 04:00 થી 05:00 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. આ સમયપત્રક મુજબ વિદ્યાર્થીઓને દરેક પેપર વચ્ચે જરૂરી વિરામ પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા અને સ્ક્વોડની દેખરેખ પરીક્ષાની ગરિમા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ 101 પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શિક્ષણ વિભાગ દ્વારા 'સ્પેશિયલ સ્ક્વોડ'ની રચના કરવામાં આવી છે. આ ટીમો પરીક્ષા દરમિયાન વિવિધ કેન્દ્રોની સરપ્રાઈઝ વિઝિટ કરી રહી છે, જેથી ચોરી કે અન્ય ગેરરીતિને સંપૂર્ણપણે અટકાવી શકાય. વિદ્યાર્થીઓની સુવિધા માટે તકેદારી ગરમીના માહોલ અને પરીક્ષાના તણાવને ધ્યાને રાખીને સુરતની શાળાઓના સંચાલકોએ ખાસ તકેદારી લીધી છે. વિદ્યાર્થીઓને પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને કોઈ પણ પ્રકારની વહીવટી મુશ્કેલી ન પડે તે માટે વિશેષ હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પણ પોતાની મહેનત અને કારકિર્દીને નવી ઊંચાઈ આપવા માટે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી રહ્યા હોવાનું જણાયું છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લામાં 95 ટકા ઉનાળુ વાવેતર સંપન્ન:26,000 હેક્ટર સાથે સૌથી વધુ ઘાસચારાના વાવેતર, બાજરી બીજા નંબર પર
    Next Article
    Gujarat Woman Asks Ex-Househelp To Return Gold, Cash. She Murders Her

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment