Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં 95 ટકા ઉનાળુ વાવેતર સંપન્ન:26,000 હેક્ટર સાથે સૌથી વધુ ઘાસચારાના વાવેતર, બાજરી બીજા નંબર પર

    10 hours ago

    ઉત્તર ગુજરાતમાં સતત બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદની અટકળો વચ્ચે પણ મહેસાણા જિલ્લાના ખેડૂતોએ ઉનાળુ ખેતીમાં ભારે ઉત્સાહ દાખવ્યો છે. જિલ્લામાં ઉનાળુ પાકોનું વાવેતર હવે પૂર્ણતાના આરે છે. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ લક્ષ્યાંકના 95 ટકા જેટલા વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં 42,961 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકોનું વાવેતર મહેસાણા જિલ્લામાં સામાન્ય રીતે દર વર્ષે સરેરાશ 44,977 હેક્ટર જમીનમાં ઉનાળુ ખેતી કરવામાં આવે છે. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 42,961 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકોનું વાવેતર નોંધાયું છે. ખેતીવાડી વિભાગના આંકડાઓ મુજબ આ વર્ષે પણ ખેડૂતોએ પશુપાલનને ધ્યાનમાં રાખીને ઘાસચારાના વાવેતર પર સૌથી વધુ પસંદગી ઉતારી છે. જિલ્લામાં સૌથી વધુ 26,000 હેક્ટરથી વધુ જમીનમાં માત્ર ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. બીજા ક્રમે બાજરીનું વાવેતર ઘાસચારા બાદ બીજા ક્રમે બાજરીનું વાવેતર નોંધપાત્ર રહ્યું છે.જે અંદાજે 9,807 હેક્ટર જમીનમાં થયું છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં 2,600 હેક્ટર જમીનમાં મગફળી તેમજ ડાંગર, મકાઈ અને ઉનાળુ શાકભાજી જેવા વિવિધ પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે વાતાવરણમાં આવતા વારંવારના પલટા છતાં જિલ્લામાં ઉનાળુ ખેતીની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લાના સરેરાશ વાવેતર વિસ્તાર સામે 95 ટકા જેટલી વાવણી થઈ ચૂકી છે. જે ખેડૂતો માટે પ્રોત્સાહક છે.
    Click here to Read More
    Previous Article
    ભાઈ...ભાઈ...આ ટુ-વ્હીલર તો વાતો અને મજાક કરે છે:'એન્જિન સ્ટાર્ટ' બોલતા જ ચાલુ થયું, હોર્નથી હેડલાઈટ બધું વોઇસથી જ કંટ્રોલ, સુરતી વકીલની AIથી કમાલ
    Next Article
    રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ સુરતમાં:એન્જિ.-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ, ચુસ્ત સુરક્ષા અને સ્ક્વોડની દેખરેખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment