Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમેરાવાળી મહાકાળી મંદિરમાં મહાપ્રસાદ યોજાયો:ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ભક્તોએ દર્શન કરી પ્રસાદ લીધો

    8 hours ago

    ચૈત્ર નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા ઉમેરાવાળી મહાકાળી માતાજીના મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો. આ મહાપ્રસાદ મહોત્સવનું આયોજન શ્રી ઉમેરાવાળી મહાકાળી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિર ચોપ્પન ક્વાર્ટર પાસે આવેલું હોવાથી, ચોપ્પન ક્વાર્ટર સહિત આસપાસના વિસ્તારોના રહીશોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. ભક્તોએ ભક્તિભાવપૂર્વક પંગતમાં બેસીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને સૌએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. સમગ્ર પરિસરમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    IGIA and Noida airport: Short-term competition but long-term necessity
    Next Article
    IPLની પહેલી જ મેચમાં કોહલી છવાયો:પહેલાં RCBને જીત પછી અનુષ્કાને ફ્લાઇંગ કિસ આપી; એક જ વેન્યૂમાં સૌથી વધારે ફિફ્ટી પણ ફટાકારી, મેચ મોમેન્ટ્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment