Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધ રોકવા પાકિસ્તાનમાં મોટી મીટિંગ, મોદી બોલ્યા-ઘણા દેશોમાં ખાવા-પીવાનું સંકટ, જયેશ રાદડિયાને નવી જવાબદારી સોંપાઇ

    10 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચારોમાં જોઈએ તો ઈરાન યુદ્ધ વચ્ચે સાઉદીના ક્રાઉન પ્રિન્સે મોદી સાથે વાત કરી છે. તો ઈરાન યુદ્ધ પર વાત કરવા માટે ત્રણ દેશો પાકિસ્તાન જશે. ઉત્તરપ્રદેશના જેવરમાં વડાપ્રધાન મોદીએ દેશના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું. કોલકત્તા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર પ્રહારો કર્યા હતા. નેપાળમાં નવી સરકાર એક્શનમાં આવી છે. પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત સંબોધન કરશે. આ કાર્યક્રમનો 132મો એપિસોડ હશે. 2. ગૃહમંત્રી અમિત શાહ આસામમાં બે ચૂંટણી રેલીઓ કરશે. 3. IPLમાં મુંબઈ Vs કોલકત્તા વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે મેચ. 📰 કાલના મોટા સમાચારો 1. PM મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી:હોર્મુઝ સ્ટ્રેટ અને વેપાર પર ચર્ચા કરી; ઈરાન યુદ્ધ પર વાત કરવા પાકિસ્તાન જશે 3 દેશ અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 29મો દિવસ છે. ઇરાનને લઈને વધતા તણાવ વચ્ચે તુર્કી, ઇજિપ્ત અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ 30 માર્ચે પાકિસ્તાન પહોંચશે. અહીં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ મુલાકાત કરશે. ઇસ્લામાબાદમાં યોજાનારી આ બેઠકમાં મિડલ ઇસ્ટની પરિસ્થિતિ પર ચર્ચા થશે. યુદ્ધ શરૂ થયા પછી આ પહેલી મોટી બેઠક માનવામાં આવી રહી છે, જેમાં ઘણા દેશોના વિદેશ મંત્રીઓ એકસાથે સામેલ થશે. બીજી તરફ UAE પણ અમેરિકા અને ઇઝરાયેલ સાથે મળીને ઇરાન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોદીએ દેશના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું: જેવરમાં PMએ કહ્યું- યુદ્ધના સંકટ સામે દેશે એક થઈને લડવું પડશે વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે 12:30 વાગ્યે ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં, તે એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું એરપોર્ટ છે. ચોથા તબક્કાના કાર્યકાળ પૂર્ણ થયા પછી, તે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. પીએમ મોદીએ લોકોને ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધથી ઉદ્ભવતા સંકટ સામે એક થવા અને લડવા માટે અપીલ કરી. તેમણે કહ્યું કે તેમણે ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. દેશવાસીઓને કહેવા માંગું છું કે આપણે આ સંકટનો શાંતિ, ધીરજ અને એકતાથી સામનો કરવો જોઈએ. આ એક એવું સંકટ છે જે સમગ્ર વિશ્વને પરેશાન કરી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. અમિત શાહ બોલ્યા- મમતા ચૂંટણીમાં વિક્ટિમ કાર્ડ રમે છે: ક્યારેક પગ તોડાવે છે, ક્યારેક માથા પર પટ્ટી બંધાવે છે; કોંગ્રેસ તમિલનાડુમાં 28, DMK 164 બેઠકો પર લડશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોલકાતામાં મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ ચાર્જશીટ બહાર પાડી. તેમણે કહ્યું, "તેમાં ટીએમસી સરકારના 15 વર્ષના કાળા કામોનો ઉલ્લેખ છે. તે જનતાની ચાર્જશીટ છે. બંગાળ અરાજકતા અને દુઃખમાં છે. અહીંની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. બંગાળમાં જુઠ્ઠાણાની રાજનીતિ ચાલી રહી છે; ભય અને ભ્રષ્ટાચાર ટીએમસીના શસ્ત્રો છે. આ ચૂંટણી દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. મમતા બેનર્જી સરકાર ઘુસણખોરોને રક્ષણ આપે છે. જનતાએ ભાજપને ચૂંટવાનું મન બનાવી લીધું છે." તેમણે કહ્યું- મમતા દીદી હંમેશા વિક્ટિમ કાર્ડનું રાજકારણ રમે છે. ક્યારેક તેમનો પગ ભંગાવી લે છે, ક્યારેક માથા પર પાટો બંધાવી લે છે, ક્યારેક બીમાર પડી જાય છે, અને ક્યારેક તેઓ ચૂંટણી પંચને અપશબ્દો કહે છે. પરંતુ બંગાળના લોકો હવે મમતા દીદીના વિક્ટિમ કાર્ડના રાજકારણને સંપૂર્ણપણે સમજી ગયા છે.વાંચો સંપૂર્ણ સમાચાર 4. નેપાળના પૂર્વ પીએમ કેપી ઓલીની ધરપકડ:Gen-Z પ્રોટેસ્ટ દરમિયાન બેદરકારી દાખવવાનો આરોપ; જેમાં 77 લોકોનાં મોત થયા હતા નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને પોલીસે શનિવારે સવારે ધરપકડ કરી લીધી. આ ધરપકડ ગયા વર્ષે થયેલા GEN-Z વિરોધ પ્રદર્શનના મામલામાં થઈ છે. આ કાર્યવાહી તે સમયે થઈ, જ્યારે ગઈકાલે જ બાલેન શાહે નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પોલીસ અનુસાર, ઓલીને શનિવારે સવારે ભક્તપુરના ગુંડુ સ્થિત તેમના ઘરેથી પકડવામાં આવ્યા. જ્યારે, રમેશ લેખકને સવારે લગભગ 5 વાગ્યે સૂર્યવિનાયકથી ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ શરૂ થયેલી તપાસના આધારે કરવામાં આવી છે. એક તપાસ પંચે સૂચન કર્યું હતું કે આ નેતાઓ પર બેદરકારીનો કેસ ચલાવવામાં આવે. આ મામલામાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 5. બાંગ્લાદેશે IPL ટેલિકાસ્ટ પરનો પ્રતિબંધ હટાવ્યો:મંત્રીએ કહ્યું- રમતને રાજકારણથી અલગ રાખો; મુસ્તાફિઝુરને લીગમાંથી બહાર કરવા પર રોક લગાવી હતી બાંગ્લાદેશ સરકારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટેલિકાસ્ટ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રી ઝહીર ઉદ્દીન સ્વાપને શનિવારે એક ખાનગી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રમતગમતને રાજકારણથી અલગ રાખવું જોઈએ. બાંગ્લાદેશમાં IPLના પ્રસારણ પર કોઈ પ્રતિબંધ નથી. સ્વાપને કહ્યું - IPLનું પ્રસારણ કરવા માટે કોઈ પણ ચેનલે અમારો સંપર્ક કર્યો નથી. અમે IPLને વ્યાવસાયિક દૃષ્ટિકોણથી જોઈશું અને જો કોઈ ચેનલ IPLના પ્રસારણ માટે અરજી કરશે, તો અમે તેના પર સકારાત્મક રીતે વિચારણા કરીશું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 66 વર્ષ જૂની સંસ્થાનું સંચાલન રાદડિયાને સોંપાયુ:લેઉવા પટેલ બોર્ડિંગના લોકાર્પણ સાથે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ; RTO ઓફિસ-AI ટ્રેક ખુલ્લો મુકાયો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 28 માર્ચને શનિવારે રાજકોટની મુલાકાતે છે. અહીં સૌપ્રથમ તેમણે અટલબિહારી વાજપેઈ ઓડિટોરિયમ ખાતે આયોજિત દાદાનો હેતનો હોંકારો કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં હાઉસિંગ બોર્ડનાં રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રીનું સાફો અને 12 ફૂટનો હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. આ તકે મુખ્યમંત્રીએ દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની ચિંતા નહીં હોવાનું જણાવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી:બચાવી ના શકતા આરોપ ન આવે તે માટે ઢાંકણું બંધ કરી ઉપર તગારુ મૂક્યું, પતિએ ફરિયાદ કરતા પત્નીની ધરપકડ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઈનની સામે રહેતા દિપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનીકા મકવાણા વિરૂદ્ધ બદઈરાદે હત્યાની ફરિયાદ કરી છે. દિપક મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના અખિયાણા ગામના રહેવાસી છે અને માતા-પતિ અને પત્ની મોનીકા સાથે રહે છે. દિપક લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. દિપક અને મોનીકાને બે દીકરીઓ છે. જેમાં એક સાત વર્ષની છે જ્યારે બીજી દીકરી અઢી મહિનાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હવામાં વાઇબ્રેશન પછી એક એન્જિન બંધ થયું, ફાયર બ્રિગેડ-એમ્બ્યુલન્સ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોનું જોખમી લેન્ડિંગ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયાએ 4 મહિના માટે પેટ્રોલ નિકાસ અટકાવી:1 એપ્રિલથી લાગુ; ભારતને ઓછી ને ચીન-તુર્કી અને બ્રાઝિલને થશે વધારે અસર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : VVIP ફ્લાઇટ્સ- નેતાઓ પાઇલટ પર દબાણ કરી શકશે નહીં:જો પરિસ્થિતિ યોગ્ય ન હોય તો ના પાડી શકાય છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : FBI ડાયરેક્ટર કાશ પટેલનું એકાઉન્ટ હેક:પર્સનલ ફોટા અને ડોક્યુમેન્ટ્સ ઇરાની હેકર્સે લીક કર્યા; ગુજરાતમાં રહેલાં બેંક અકાઉન્ટને લઈને પ્રશ્નાર્થ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું આ અઠવાડિયે ₹4,276 સસ્તું, ₹1.43 લાખ પર આવ્યું:ચાંદી ₹10,717 ઘટીને ₹2.21 લાખ પર પહોંચી, ડોલરની માગ વધવાથી ભાવ ઘટ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયા:પાંચ દિવસથી BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં હતા, KKR સામે પ્રથમ મેચ રમી શકે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શેરબજાર: તમારા માટે 'લેરબજાર' કે 'ઝેરબજાર'?:કુંડળીનું પાંચમું સ્થાન 'રંક'માંથી 'રાજા' બનવાનું રહસ્ચ; ગુરુ-રાહુનો 'ચાંડાળ યોગ' રોકાણનું ગણિત વીખી નાખશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ વરરાજાએ એક જ લગ્ન મંડપમાં બે દુલ્હનો સાથે લગ્ન કર્યા છત્તીસગઢના કોંડાગાંવમાં એક યુવકે એક જ મંડપમાં બે મહિલાઓ સાથે લગ્ન કર્યા. હિતેશ યાદવે ફુલબતી અને યામિની સાથે સાત ફેરા લીધા. આ લગ્ન પરિવારની સંમતિથી અને આદિવાસી પરંપરાઓ અનુસાર કરવામાં આવ્યા હતા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ભારત પાસે 6 દિવસનું ઓઇલ બાકી કે 74 દિવસનું; પેટ્રોલ પંપ પર લાઇન લગાવતા પહેલા જાણો સંપૂર્ણ સત્ય 2. ભાસ્કર સિરીઝ: ‘મોં બંધ રાખવા આસારામે ₹20 લાખ ઑફર કર્યા’: તો માસૂમોના જીવ અને છોકરીઓની આબરૂની શું કિંમત લગાવી હશે? જુઓ ‘આસારામ’ સિરીઝનો 19મો એપિસોડ 3. MATCH મસાલા : આ IPLમાં સુંદર ચહેરા સ્ટેડિયમની રોનક વધારશે:ઈશાનની ગર્લફ્રેન્ડ, માહિકા, પ્રિતી અને કાવ્યા ચિયર કરતી દેખાશે; રોહિત શર્માની ફિટનેસ જોઈ નીતા અંબાણી ચોંક્યાં! 4. પારકી પંચાત : દીકરીઓના ભાગી જવા મુદ્દે આનંદીબેન બગડ્યાં:પાટીદારોને કડકાઇથી બે હિન્ટ આપી, વિદ્યાર્થીઓએ 5. શું મુખ્તાર અંસારીના મોત પાછળ 5 કરોડ:2 વર્ષ પછી પણ બેરેક નંબર-16 સીલ; વકીલે કહ્યું- અમારી પાસે ઝેર આપવાના પુરાવા છે 6. બાળપણથી જ મોડલ બનવાનું બીજ રોપાયું:સંબંધીઓનો સપોર્ટ નહીં, માત્ર કોન્ગ્રેચ્યુલેશન કહેવા આવે છે; 'મિસ ગુજરાત 2026' મૈત્રી ચાવડાએ કહ્યું- ફેશન ઇન્ડસ્ટ્રી અંદરથી ગંદી છે 7. બોલિવૂડના 'રહેમાન ડકૈત'ની ‘ધુરંધર’ કહાની:યુવાનીમાં ટાલ પડી, આમિરે ફિલ્મ છીનવી; ‘બોર્ડર’ની સફળતાથી લઈને ફિલ્મોના દુષ્કાળ સુધીની અક્ષય ખન્નાની સ્ટોરી ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: સિંહ-ધન રાશિના જાતકો માટે રોકાણ કરવું ફળદાયી રહેશે, કન્યા રાશિના લોકોના અટકેલા પૈસા પરત મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    From ‘Hong Kong return’ to ‘Captain’: How belief, fear and access built ‘godman’ Kharat
    Next Article
    ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર:વાદળો વચ્ચે તાપમાનનો પારો 37.8 ડિગ્રીએ પહોંચ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment