Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાને ધમકી:રાજકોટમાં જેઠે છેડતી કરી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી

    9 hours ago

    શહેરના જામનગર રોડ મનહરપુર વિસ્તારમાં પરિણીતાને કૌટુંબિક જેઠે પ્રેમસંબંધ રાખવા મજબૂર કરી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મનહરપુર વિસ્તારમાં એફ.સી.આઈ. ગોડાઉન પાસે રહેતી એક મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી વિગતો મુજબ, તેના પતિ અને જેઠ ખાનગી નોકરી કરે છે. આજથી આશરે એક માસ પહેલાં જ્યારે પરિણીતા ઘરે એકલી હતી ત્યારે તેના મોટા સસરાનો પુત્ર સુભાષ કલાભાઈ મકવાણા ઘરે આવ્યો હતો. તેણે પરિણીતાનો હાથ પકડી તેની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કર્યું હતું. બાદમાં ગત તા.14મીના સવારે 12 વાગ્યાની આસપાસ જ્યારે ખુશીબેન દૂધ લેવા જઈ રહી હતી, ત્યારે આરોપી સુભાષે પોતાનું મોટરસાઇકલ આડું રાખી તેને રસ્તામાં અટકાવી હતી. આરોપીએ પરિણીતાને ધમકાવતા કહ્યું હતું કે,”તું મારી સાથે અફેર રાખ, નહીંતર તારા પતિને બદનામ કરી દઈશ. આરોપીએ પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વારંવારની પજવણી અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે હિંમત ભેગી કરી તેના પતિને સમગ્ર હકીકત જણાવ્યા બાદ આ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બેરલમાં છુપાયેલો ‘વિદેશી દારૂ' ઝડપાયો:સોખડા ચોકડી પાસે ગોડાઉનમાં દરોડો 6.22 લાખનો સ્કોચ-વોડકાનો જથ્થો જપ્ત
    Next Article
    LPG crisis, lockdown rumours and an exodus from Surat: Why many Odia migrants are back home

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment