Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ સપ્તાહ કેવું રહેશે?:મેષ, વૃષભ અને ધન રાશિને 'ધન લાભ'ના મજબૂત યોગ, સિંહ અને કુંભ જાતકોને ભાગ્યનો સાથ મળશે

    4 days ago

    29 માર્ચ 2026 રવિવારથી 04 એપ્રિલ 2026 શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ પોઝિટિવ- આ અઠવાડિયે ધન લાભ થવા જેવી સ્થિતિ બની રહી છે. ઘરની દેખરેખ અને સજાવટ સંબંધિત કાર્યમાં પરિવારના સભ્યો સાથે વિચાર-વિમર્શ થશે અને કોઈ પરિણામ પર પણ પહોંચશો. પ્રોફેશનલ સ્ટડી માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. નેગેટિવ- અજાણી અને અપરિચિત વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી, તમારી સાથે કોઈ છેતરપિંડી પણ થઈ શકે છે. આ સમયે ખૂબ જ ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે. જો કોઈ સંબંધી સાથે મનદુઃખ ચાલી રહ્યું હોય, તો વાતચીત દ્વારા તેમાં સુધારો થઈ જશે. વ્યવસાય- વ્યવસાય સંબંધિત કેટલીક નવી યોજનાઓ બનશે. તમારા મોટાભાગના વેપારલક્ષી કાર્યો ફોન અને સંપર્કો દ્વારા જ પૂરા થઈ જશે, જેનાથી તમે વેપાર સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપી શકશો. નોકરિયાતોને અચાનક જ કોઈ શુભ સૂચના મળવાના યોગ બની રહ્યા છે. લવ- પરિવારમાં સુખ-શાંતિ રહેશે. જીવનસાથી સાથે મધુર પળો પસાર થશે. પ્રેમ પ્રસંગો બનશે, પરંતુ તેની સાથે સાથે પોતાના અભ્યાસ અને કરિયર પર પણ ધ્યાન આપો. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસના દર્દીઓએ સાવચેત રહેવું. નિયમિત ચેકઅપ કરાવતા રહો. પરંપરાગત સારવાર લેવી વધુ ઉત્તમ છે. લકી કલર- બદામી લકી નંબર- 8 પોઝિટિવ- તમારું પૂરું ધ્યાન આર્થિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત કરવામાં લાગેલું રહેશે. મનગમતા પરિણામો પણ મળશે. અચાનક જ કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જેની પાસે તમારી કોઈ સમસ્યાનો ઉકેલ પણ હશે. મનોરંજન વગેરેમાં ખૂલીને ખર્ચ કરશો. નેગેટિવ- કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે પરિવારના સભ્યોની સંમતિ લેવી જરૂરી છે. વ્યક્તિગત કાર્યો ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવાથી તમારા સંપર્કો વિસ્તૃત થશે. વાહનને લઈને કોઈ મોટો ખર્ચ આવી શકે છે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં તમારું ધ્યાન પૂરી રીતે કેન્દ્રિત રાખો. જોકે, કામની ગતિ થોડી ધીમી રહેશે, પરંતુ ધીરે ધીરે પરિસ્થિતિઓ સુધરી પણ જશે. લેવડ-દેવડની બાબતોમાં ઉતાવળ કરવી નુકસાન આપી શકે છે. નોકરીમાં સ્ત્રીઓને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. લવ- કોઈ બહારની વ્યક્તિના કારણે ઘરની વ્યવસ્થા બગડી શકે છે. સાવધાન રહો કારણ કે તેની અસર તમારા દાંપત્ય જીવન પર પણ પડશે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. થાક લાગી શકે છે. તાવ પણ આવવાની શક્યતા છે. પોતાની ખાણીપીણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે, સાથે જ સ્વચ્છ પાણીનું પૂરતા પ્રમાણમાં સેવન કરો. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- આ અઠવાડિયે સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓથી થોડું અંતર જાળવી રાખવું. સમય વેડફવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત થશે નહીં. હૃદયના બદલે મગજથી નિર્ણય લો. કોઈ જૂના ઉધાર આપેલા પૈસા પણ ઉઘરાણી કરવા પર પાછા મળી શકે છે. નેગેટિવ- અજાણી અને અપરિચિત વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. ખર્ચ પર નિયંત્રણ રાખો, તેનાથી તમારી આર્થિક વ્યવસ્થામાં ઘણો સુધારો આવશે. વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ જોવા મળી શકે છે. વ્યવસાય- એ ધ્યાન રાખવું અતિ આવશ્યક છે કે, તમારી કોઈ મહત્વપૂર્ણ વેપારલક્ષી પ્રવૃત્તિ લીક થઈ શકે છે. કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખો. પરંતુ જલ્દી જ સ્થિતિ કાબૂમાં આવી જશે, તેથી પૂરા જોશથી તમારા કામ પ્રત્યે એકાગ્ર રહો. લવ- પતિ-પત્ની વચ્ચે સંબંધો મધુર રહેશે. પરંતુ સંતાનની કોઈ જીદ કે નકારાત્મક વલણ તમારી ચિંતાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય હજુ અનુકૂળ નથી. તણાવ, હતાશા અને મોસમી બીમારીઓથી થોડું બચીને રહો. લકી કલર- લીલો લકી નંબર- 2 પોઝિટિવ- જો કોઈ કાનૂની કાર્ય અટકેલું હોય તો આ અઠવાડિયે થોડી દોડાદોડી પછી ઉકેલાઈ શકે છે. કોઈ સીનિયર અને અનુભવી વ્યક્તિની સલાહ પણ તમારા માટે હિતકારી રહેશે, તેથી તેનો અમલ જરૂર કરો. ઘરમાં મહેમાનોના આગમનથી ખુશીભર્યો માહોલ રહેશે. નેગેટિવ- નાની-મોટી નકારાત્મક વાતોને અવગણવાથી તણાવમુક્ત રહી શકો છો. આવકની સાથે સાથે ખર્ચમાં પણ વધારો થશે. બજેટને વ્યવસ્થિત રાખો. બીજાની વ્યક્તિગત બાબતોથી પોતાને દૂર રાખો. યુવા વર્ગ મોજમસ્તીમાં સમય પસાર કરીને પોતાના હાથમાં આવેલી તકને બેદરકારીના કારણે ગુમાવી પણ શકે છે. વ્યવસાય- વેપારલક્ષી પ્રવૃત્તિઓમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા તેના તમામ પાસાઓ પર યોગ્ય વિચાર અવશ્ય કરી લો. જો પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા હોવ તો તમારો આ નિર્ણય લાભદાયક રહેશે. સરકારી નોકરી કરતા લોકો વધારાના કામના કારણે પરેશાન રહેશે. લવ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં નાની અમથી ગેરસમજ મનદુઃખનું કારણ બનશે. સ્વાસ્થ્ય- તણાવપૂર્ણ સ્થિતિથી પોતાને દૂર રાખો. આની અસર તમારી માનસિક સ્થિતિ અને કાર્યક્ષમતા પર પડી શકે છે. લકી કલર- સફેદ લકી નંબર- 9 પોઝિટિવ- ગ્રહની સ્થિતિ અને ભાગ્ય તમને પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. તમારી કોઈ યોજના ઉત્તમ રીતે અમલમાં આવશે, જેનાથી સુખ અને શાંતિ મળશે. ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી પ્રસન્નતા મળશે. ફાઈનાન્સ સંબંધિત કાર્યોમાં પણ સકારાત્મક પરિણામો મળશે. નેગેટિવ- થોડો સમય સામાજિક તથા સોસાયટીની પ્રવૃત્તિઓમાં પણ ચોક્કસ વિતાવો. આનાથી સંપર્ક વધશે અને કેટલાક નવા અનુભવો પણ મળશે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે, જેનાથી તમારા કેટલાક વ્યક્તિગત કાર્યો અધૂરા રહી શકે છે. વ્યવસાય- વેપારની દૃષ્ટિએ ગ્રહ સ્થિતિ અનુકૂળ બની છે. ઇન્શ્યોરન્સ, પોલિસી વગેરે સંબંધિત પ્રોફેશનમાં નફાકારક સ્થિતિ બની રહી છે. પરંતુ આ સમયે સ્પર્ધાનો પણ સામનો કરવો પડશે. સરકારી નોકરી કરતા લોકો પબ્લિક પ્લેસ પર પોતાની મર્યાદા અને માન-સન્માનનું ધ્યાન રાખે. લવ- જીવનસાથીની અસ્વસ્થતાને કારણે તમારે થોડો સમય ઘરે આપવો પડશે. તમારો સહયોગ સંબંધોમાં વધુ મધુરતા લાવશે. પ્રેમ પ્રસંગોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. વર્તમાન હવામાનના કારણે ખાણીપીણી અને દિનચર્યાને સંયમિત રાખવી જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 4 પોઝિટિવ- પરિવારમાં કોઈ સંબંધીના આવવાથી ખુશીભર્યું વાતાવરણ રહેશે. કોઈ મુદ્દા પર ચર્ચા-વિચારણા કરતી વખતે તમારી વાતોને વિશેષ સન્માન મળશે. પરંતુ કોઈ પણ નિર્ણય લાગણીમાં વહીને ન લો. દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂરું કરવાનો પ્રયત્ન કરો, સફળતા નિશ્ચિત છે. નેગેટિવ- શોપિંગ વગેરે કરતી વખતે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોઈ નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતી વ્યક્તિ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. મહેરબાની કરીને રૂપિયા-પૈસાની બાબતમાં કોઈના પર પણ આંખ મીંચીને વિશ્વાસ ન કરો. બિનજરૂરી બાબતોમાં ગુસ્સે થવું સ્વાસ્થ્ય માટે સારું નથી. વ્યવસાય- જો તમે ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલા છો, તો તેમાં સફળતા મળવાની પણ યોગ્ય સંભાવના છે. આ દરમિયાન તમારી કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફાર લાવવાની યોજનાઓ પર વિચાર કરો. પરંતુ કોઈ પણ નવા કાર્યને શરૂ કરવા માટે અત્યારે સમય અનુકૂળ નથી. પ્રાઈવેટ સેક્ટરમાં જોડાયેલા લોકો કામમાં વ્યસ્ત રહેશે. લવ- ઘર, પરિવાર તથા કારોબાર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. પારિવારિક વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહેશે. સ્વાસ્થ્ય- યાત્રા દરમિયાન તમારી ખાણીપીણી અને દવાઓનું વિશેષ ધ્યાન રાખો. આ સમયે મોસમી બીમારીઓ થઈ શકે છે. લકી કલર- કાળો લકી નંબર- 1 પોઝિટિવ- આ અઠવાડિયે કોઈ સંબંધી સાથે ચાલી રહેલા મનદુઃખને દૂર કરવા માટે તમારો પ્રયાસ ઘણો સફળ રહેશે. તમે તણાવમુક્ત થઈને તમારા વ્યક્તિગત કાર્યો પર ધ્યાન આપી શકશો. બાળકોના શિક્ષણ અને કરિયર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે. નેગેટિવ- અચાનક કેટલાક એવા ખર્ચ સામે આવશે કે તેમાં કાપ મૂકવો પણ શક્ય નહીં હોય. બીજાની બાબતોમાં હસ્તક્ષેપ કરવો તમારા માટે મુશ્કેલીઓ અને માન-હાનિ પેદા કરી શકે છે. વધુ સારું રહેશે કે બિનજરૂરી વાતોમાં ધ્યાન ન આપીને પોતાના કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. વ્યવસાય- વેપારમાં આવકની સ્થિતિ અત્યારે મધ્યમ જ રહેશે. પરંતુ નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કર્મચારીઓ તથા સહયોગીઓનો પણ યોગ્ય સહયોગ જળવાઈ રહેશે. ઓફિસમાં રાજકારણથી પોતાને દૂર જ રાખો અને પોતાના કામમાં જ વ્યસ્ત રહો. લવ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલનો થોડો અભાવ રહી શકે છે, જેની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા પર પણ પડશે. પ્રેમ પ્રસંગોમાં પણ નિષ્ફળતા રહેશે. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાનપાન અને દિનચર્યાને કારણે પેટ ખરાબ રહી શકે છે. ગેસની સમસ્યા પણ પરેશાન કરશે. લકી કલર- વાદળી લકી નંબર- 5 પોઝિટિવ- સમય અનુકૂળ છે, ફક્ત પોતાની જાતને સમય મુજબ ઢાળવાની જરૂર છે. તમે તમારી પારિવારિક તથા પ્રોફેશનલ જવાબદારીઓ સારી રીતે નિભાવવામાં સક્ષમ રહેશો. સાસરિયા પક્ષના કોઈ સભ્યની પરેશાની દૂર કરવામાં તમારું યોગ્ય યોગદાન રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસ પર કેન્દ્રિત રહેશે. નેગેટિવ- પારિવારિક સુખ-સુવિધાઓ સાથે જોડાયેલી વસ્તુઓ પર વધુ ખર્ચ થવાથી ચિંતાની સ્થિતિ બનશે. મોસાળ પક્ષ સાથે સંબંધ બગડવાથી તમારા માન-સન્માન પર પણ વાત આવી શકે છે. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં વિસ્તરણ અથવા ફેરફાર સંબંધિત યોજનાઓ બનશે, જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. પરંતુ તમારી કાર્યપ્રણાલી કોઈની સમક્ષ વધુ શેર ન કરો. કોઈ પણ મોટી યોજનામાં પૈસા લગાવતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવાનું ભૂલશો નહીં. લવ- કોઈ પણ પારિવારિક સમસ્યાનો પરિવારના સભ્યો સાથે મળીને ઉકેલ શોધવાથી જલ્દી સફળતા મળશે. મિત્રતા પ્રેમ સંબંધો તરફ આગળ વધશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. ખાસ કરીને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- આ અઠવાડિયે ખુશનુમા દિનચર્યા રહેશે. કોઈ અશક્ય કાર્ય અચાનક જ બની જવાથી મનમાં ખૂબ જ પ્રસન્નતા રહેશે. પરંતુ તમારી અંગત બાબતોનો ખુલાસો બહારના લોકો સમક્ષ ન કરો, તેનાથી તમારા કાર્યમાં અવરોધો દૂર થશે. નેગેટિવ- પડોશીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે બોલાચાલી થવાની સ્થિતિ બની રહી છે. શાંતિથી સમસ્યાને ઉકેલો. ગુસ્સો અને આવેશથી સ્થિતિ વધુ બગડી શકે છે. શોપિંગ વગેરે કરતી વખતે ખર્ચમાં બેદરકારી ન રાખો, નહીંતર બજેટ બગડી શકે છે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ સારી થશે અને ઇચ્છા મુજબ નફો પણ મળશે. દૂરના વિસ્તારોમાંથી નવા વેપાર સંબંધિત સંપર્કો સ્થાપિત થશે. યુવા વર્ગ કોઈ પણ પ્રકારના સ્પર્ધાત્મક કાર્યોમાં સફળ રહેશે. નોકરિયાતો પોતાના કાર્યો પ્રત્યે યોગ્ય પરિણામ ન મળવાથી થોડા પરેશાન રહેશે. લવ- ઘરની સમસ્યાઓને પરસ્પર તાલમેલથી ઉકેલવાથી જલ્દી જ વાતાવરણ વ્યવસ્થિત થઈ જશે. પ્રેમ પ્રસંગોમાં પડીને પોતાનો સમય નષ્ટ ન કરો. સ્વાસ્થ્ય- એલર્જી અથવા કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે હાઇજેનિક રહો. યોગ્ય સારવાર કરાવો. લકી કલર- નારંગી લકી નંબર- 7 પોઝિટિવ- આ અઠવાડિયે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થતી જણાશે. રોકાણ સંબંધિત કાર્યો માટે સમય ખૂબ જ ઉત્તમ છે, તેથી આ કાર્યોમાં વિશેષ રૂપે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પણ પરિવાર પર જળવાઈ રહેશે. નેગેટિવ- કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમારા વિશ્વાસુ મિત્ર સાથે ચોક્કસ ચર્ચા-વિચારણા કરો. આનાથી તમને ચોક્કસ કોઈ ઉકેલ મળશે. બાળકોની પ્રવૃત્તિઓ અને સંગત પર તીક્ષ્ણ નજર રાખવી જરૂરી છે. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. વ્યવસાય- અઠવાડિયાના અંતમાં ગ્રહ સ્થિતિઓ થોડી વિપરીત થઈ રહી છે. આ સમયે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. વેપારીઓએ પોતાના વેપારને વધારવા માટે નેટવર્ક વધુ વિસ્તૃત કરવું પડશે. નોકરીમાં પણ કાર્ય સંબંધિત કોઈ બાબતને લઈને મુશ્કેલી ઊભી થઈ શકે છે. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે મનોરંજક પ્રોગ્રામ બનાવો, ભેટ આપવી પણ યોગ્ય રહેશે. યુવાનોની મિત્રતામાં વધુ ઊંડાણ આવશે. સ્વાસ્થ્ય- તાવ તથા શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ હેરાન કરશે. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. પ્રાણાયામ, કસરત કરવી તેનો યોગ્ય ઉકેલ છે. લકી કલર- રાખોડી લકી નંબર- 6 પોઝિટિવ- ઉત્તમ ગ્રહ સ્થિતિ છે. તમારા નિર્ધારિત લક્ષ્ય માટે કરેલી મહેનતના સારા પરિણામો મળવાના છે. કોઈ ફોન કોલ અથવા સંબંધી દ્વારા મહત્વપૂર્ણ જાણકારી મળશે. પરિવારના સભ્યોની મહેનત અને પ્રયાસોથી કોઈ પારિવારિક યોજના કાર્યરત થઈ શકે છે. નેગેટિવ- સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા યુવાનોએ આડી-અવળી વાતોમાં સમય બગાડવો નહીં. જોખમ લેવાની વૃત્તિવાળા કાર્યો જેમ કે, લોટરી, જુગાર-સટ્ટો વગેરે જેવા કાર્યોમાં નુકસાન થવાની આશંકા છે. બિનજરૂરી ખર્ચ થશે. કોઈની સાથે ઝઘડો કરવો તમારા માટે માન-હાનિ જેવી સ્થિતિ ઊભી કરી શકે છે. વ્યવસાય- વેપાર સંબંધિત પ્રવૃત્તિઓમાં વધુ ફોકસ રહેવાની જરૂર છે, તેનાથી તમારા કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ થશે. ભાગીદારી વેપારમાં પારદર્શિતા રાખવાથી સુધારો આવશે. ઓફિસમાં નવી કાર્યપ્રણાલીને કારણે તમારું કાર્ય સરળ થઈ જશે. અધિકારીઓનો પણ સહયોગ રહેશે. લવ- પરિવાર સાથે મનોરંજન સંબંધિત પ્રોગ્રામ બનશે, જેનાથી તમામ સભ્યો વચ્ચે ખુશી, ઉમંગ તથા પરસ્પર તાલમેલ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ કારણસર વાદ-વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યને લઈને નબળાઈ અને સુસ્તી રહેશે. તેથી કામની વચ્ચે આરામ લેવો પણ અતિ આવશ્યક છે. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- આ અઠવાડિયે વ્યસ્ત દિનચર્યા રહેશે. પ્રોપર્ટી અથવા વાહનની ખરીદી સંબંધિત પણ કેટલીક યોજનાઓ હશે. થોડો સમય આધ્યાત્મિક કાર્યોમાં પણ ચોક્કસ વિતાવો, તેનાથી આત્મબળ અને શાંતિ જળવાઈ રહેશે. સાસરિયાઓ સાથેના સંબંધોમાં મધુરતા રહેશે, તમારું માન-સન્માન પણ વધશે. નેગેટિવ- મનમાં નકારાત્મક વિચારોને સ્થાન ન આપો. કોઈ પણ સમસ્યા આવે તો ડર્યા વગર તેનો મક્કમતાથી સામનો કરવાનો પ્રયાસ કરો. પબ્લિક પ્લેસ પર તમારી ગરિમા અને માન-સન્માનનું ધ્યાન રાખો, કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવું યોગ્ય નથી. વ્યવસાય- વેપારમાં વધુ પડતા કાર્યભારને કારણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વધુ સારું રહેશે કે તમારા કામની વ્યસ્તતાને ઘરના અન્ય સભ્યો સાથે વહેંચી લો. આ સમયે નફાની સ્થિતિ પણ થોડી નબળી રહેશે. નોકરીમાં ટીમવર્કમાં કામ કરવાથી પ્રોજેક્ટ સમયસર પૂરો થઈ જશે. લવ- દાંપત્ય જીવન મધુર રહેશે. ઘરના વડીલોના સહયોગથી વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહેશે. પ્રેમી સાથે મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ મુશ્કેલી હોય, તો તેની નિયમિત તપાસ કરાવી ખૂબ જરૂરી છે. પોતાનું ધ્યાન રાખો. લકી કલર- ક્રીમ લકી નંબર- 8
    Click here to Read More
    Previous Article
    રાજયોગ કે સંઘર્ષ?:સૂર્ય-શનિના સંબંધની તમારી કુંડળી પર અસર, જાણો ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી
    Next Article
    યુદ્ધના સમયે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું કે નહીં?:ઇન્વેસ્ટર્સની અસમંજસ- અત્યારે શેર વેચવા કે ખરીદવા, એક્સપર્ટની 3 નિયમોનું પાલન કરવાની સલાહ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment