Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:સિંહ-ધન રાશિના જાતકો માટે રોકાણ કરવું ફળદાયી રહેશે, કન્યા રાશિના લોકોના અટકેલા પૈસા પરત મળશે

    15 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 29 માર્ચ 2026, રવિવારના રોજ ચૈત્ર સુદ અગિયારસ/બારસ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કર્ક/સિંહ છે. રાહુકાળ સાંજે 05ઃ18 થી 06ઃ50 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજે સંતાનની કોઈ જવાબદારી પૂરી થશે તથા વ્યક્તિગત કાર્યોને લઈને નવી આશાઓ જાગશે. જે લોકો તમારી વિરુદ્ધ હતા, આજે તેમની સામે તમારી નિર્દોષતા સાબિત થશે અને સંબંધો ફરી મધુર બનશે. તમારી સંવેદનશીલતા બીજાની સામે તમારી સકારાત્મક છબી બનાવશે. નેગેટિવ- જો પ્રોપર્ટી વગેરે સંબંધિત કોઈ મામલો અટવાયેલો હોય, તો કોઈ અનુભવી વ્યક્તિ સાથે શેર કરવાથી તમને ચોક્કસ યોગ્ય ઉકેલ મળશે. ઘરમાં મહેમાનોના અચાનક આગમનથી તમારી દિનચર્યા થોડી અસ્તવ્યસ્ત થઈ શકે છે, પરંતુ સ્વભાવમાં ચીડિયાપણું ન લાવો. વ્યવસાય- સંપર્કો અથવા ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા આજે કોઈ ઉત્તમ માહિતી મળી શકે છે. તમારું બિઝનેસ સંચાલન પણ સારું રહેશે. પરંતુ કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર લાવવાનો પ્રયાસ ન કરો, અત્યારે આ કાર્ય માટે પરિસ્થિતિઓ અનુકૂળ નથી. લવ- ઘરમાં સુખ-શાંતિ રહેશે. પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમે તેવી પણ શક્યતા છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા યુગલોને કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય- પોતાનું ધ્યાન ન રાખવાને કારણે સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી શકે છે. નિયમિત વ્યાયામ કરો અને યોગ્ય ઈલાજ પણ અવશ્ય લો. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- ઘરની જાળવણી કે નવીનીકરણ સંબંધિત યોજના બનશે. વાસ્તુ પ્રમાણે કામ કરશો તો ઘરમાં સકારાત્મકતા પણ વધશે. કોઈ પણ ખરીદી કે ખર્ચ કરતી વખતે તમારા બજેટનું ધ્યાન રાખવાથી તમે મુશ્કેલીઓથી બચી જશો. પરિવારના કોઈ સભ્યના લગ્ન માટેનો પ્રસ્તાવ પણ આવી શકે છે. નેગેટિવ- ખૂબ જ વ્યસ્તતા રહેશે, પરંતુ તેમ છતાં સંબંધોને અવગણશો નહીં. બિનજરૂરી મુસાફરી અને ખર્ચ પર રોક લગાવવી જરૂરી છે. બીજાની બાબતોમાં વગર માંગ્યે સલાહ આપવી એ તમારી માન-હાનિનું કારણ બનશે, તેથી પોતાના કામથી જ મતલબ રાખો. વ્યવસાય- વેપાર સંબંધિત પ્રવૃત્તિઓમાં સુધારો આવશે. આવકની સ્થિતિ પણ સારી રહેશે. પરંતુ સ્ટાફ તથા કર્મચારીઓની પ્રવૃત્તિઓ અને કામગીરીને અવગણશો નહીં. નોકરિયાતોને ઓફિસમાં કામના બોજને કારણે ઓવરટાઈમ પણ કરવો પડી શકે છે. લવ- ઘરના વાતાવરણને સંતુલિત તથા ખુશનુમા બનાવી રાખવામાં તમારો સહયોગ આવશ્યક છે. યુવાનોની મિત્રતા વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય- મોસમી ફેરફારોથી પોતાનો બચાવ કરો. ઘરના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે. નિયમિત તપાસ કરાવો અને સારવાર લો. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- આજે દિવસભર જવાબદારીઓ નિભાવવામાં જ વ્યસ્તતા રહેશે. આ દરમિયાન કોઈ ખાસ મિત્રની મદદથી લાંબા સમયથી અટકેલું કામ પણ પૂરું થઈ શકે છે. અનુભવી લોકો સાથે સમય વિતાવવો તમારા મનોબળ અને આત્મવિશ્વાસને વધુ મજબૂત રાખશે. નેગેટિવ- લેવડ-દેવડ અથવા કોઈ ખરીદ-વેચાણ સંબંધિત પ્રવૃત્તિ ચાલી રહી હોય તો ખૂબ જ સાવધાની રાખવી. જરા સરખી ભૂલ નુકસાનનું કારણ બનશે. સાસરી પક્ષ સાથે સંબંધો મધુર બનાવી રાખવા માટે થોડું નમવું પણ પડે, તો કોઈ વાંધો નથી. વ્યવસાય- વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાને કારણે કાર્યસ્થળ પર વધુ ધ્યાન આપી શકશો નહીં, પરંતુ ફોન દ્વારા પ્રવૃત્તિઓ સુચારૂ રીતે ચાલતી રહેશે. તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો સંભાળીને રાખો. ઓફિસના કામ સમય અનુસાર વ્યવસ્થિત રહેશે. કોઈ ઓફિશિયલ યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે. લવ- ઘર-પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે. જીવનસાથી સાથે કોઈ મનોરંજક યાત્રા પણ થશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- વ્યવસ્થિત દિનચર્યા તથા આદતોમાં સકારાત્મક ફેરફાર તમને સ્વસ્થ અને નિરોગી રાખશે. યોગ અવશ્ય કરો. લકી કલર- સફેદ લકી નંબર- 5 પોઝિટિવ- સમય મિશ્ર પ્રભાવવાળો પસાર થશે. અવરોધ અને અડચણો છતાં તમે તમામ મહત્વપૂર્ણ કામો પતાવવામાં સક્ષમ રહેશો. સંતાનના ભવિષ્ય સંબંધિત ચાલી રહેલો કોઈ પ્રયાસ આજે સફળ થવાનો છે. મિત્રો અને સહયોગીઓ સાથે સંબંધો ગાઢ બનશે. નેગેટિવ- તમારા વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો. નાની વાત પર જ કોઈની સાથે બોલાચાલી થઈ શકે છે. તેથી તમારા સ્વભાવને સંયમિત રાખવો આવશ્યક છે. જો કોઈ વિદ્વાન વ્યક્તિ પાસેથી સલાહ મળે, તો તેના પર જરૂર ગૌરવ કરો. વ્યવસાય- કારોબારમાં કેટલીક નવી પ્રવૃત્તિઓ શરૂ થશે, કોઈ અનુભવી વ્યક્તિની સલાહનું પણ પાલન કરો. શેરબજાર અને તેજી-મંદી સાથે જોડાયેલા લોકોએ સાવધાનીથી કામ કરવું. વિસ્તરણની યોજના પર રોકાણ પણ ફાયદાકારક રહેશે. લવ- પતિ-પત્નીમાં કોઈ બહારની વ્યક્તિના કારણે ગેરસમજ ઉભી થઈ શકે છે. વધુ સારું રહેશે કે સમસ્યાઓને પરસ્પર બેસીને જ ઉકેલો. સાંજે કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય- તણાવને કારણે થાક અને નબળાઈ અનુભવાશે. થોડો સમય મેડિટેશનમાં પણ વિતાવો. લકી કલર- લાલ લકી નંબર- 7 પોઝિટિવ- વ્યસ્ત દિનચર્યા રહેશે પરંતુ તમે તમારા કાર્યો સરળતાથી પૂરા કરી લેશો. વર્તમાન પરિવેશમાં તમે જે નવી નીતિઓ બનાવી છે, તેના કારણે તમારી ઘણી સમસ્યાઓ હલ થશે. આ સમયે વીમા અથવા રોકાણ સંબંધિત કોઈ પ્લાન કરી રહ્યા હોવ, તો તે તમારા માટે શુભ ફળદાયી રહેશે. નેગેટિવ- પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રાખવાની સાથે સાથે તમારા વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કોઈ પણ મૂંઝવણની સ્થિતિમાં પરિવારના સભ્યો સાથે વિચાર-વિમર્શ અવશ્ય કરો. સમય અનુસાર તમારી વિચારધારા અને વર્તનમાં ફેરફાર લાવવો જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં મહેનત વધુ અને પરિણામ ઓછું જેવી સ્થિતિ રહેશે. પરંતુ કામ માટે કોઈ સારી તક પણ મળી શકે છે અને તેના ભવિષ્યમાં ઉત્તમ પરિણામો મળશે. ઓફિસમાં વધારાની પ્રવૃત્તિઓ પર પણ કામ કરવું પડશે. ઓવરટાઈમ પણ કરવો પડી શકે છે. લવ- વૈવાહિક સંબંધો મધુર રહેશે. પારિવારિક પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરવામાં તમામ સભ્યોનો ભરપૂર સહયોગ રહેશે. પ્રેમી યુગલને મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- ખાનપાન અને દિનચર્યા પ્રત્યે પણ પૂરેપૂરું ધ્યાન આપો. સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે. લકી કલર- બદામી લકી નંબર- 1 પોઝિટિવ- આજે તમારી કોઈ આર્થિક સમસ્યા હલ થવાની છે. જૂના અટકેલા પૈસા મળવાની શક્યતા છે. આત્મચિંતન કરવાથી તમારા દ્રષ્ટિકોણમાં પણ આશ્ચર્યજનક સકારાત્મક પરિવર્તન આવશે. કોઈ સંબંધી સાથે ચાલી રહેલો વાદ-વિવાદ કોઈની મધ્યસ્થતાથી ઉકેલાશે અને પરસ્પર સંબંધો મધુર થઈ જશે. નેગેટિવ- કેટલીક તણાવપૂર્ણ પરિસ્થિતિઓ પણ બની શકે છે અને આ કારણે સંબંધોમાં પણ ખટાશ આવવાની આશંકા છે. એ પણ ધ્યાન રાખો કે, તમે જે કામને ખૂબ જ સહજ અને સરળ સમજતા હતા, તે મુશ્કેલીઓથી ભરેલું હશે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. વ્યવસાય- વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે થોડો સ્વાર્થ પણ રાખવો જરૂરી છે. યુવાનોને કરિયર સંબંધિત સફળતા મળશે. દૂર-દૂર રહેતા લોકો સાથે મહત્વપૂર્ણ સંપર્ક બનશે. નોકરીમાં બદલી માટે પ્રયત્નશીલ લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. લવ- દાંપત્ય જીવન તથા ઘરની વ્યવસ્થામાં મધુરતા તથા પરસ્પર તાલમેલ યોગ્ય રહેશે. યુવા વર્ગે વ્યર્થના પ્રેમ સંબંધોમાં પડીને સમય બગાડવો નહીં. સ્વાસ્થ્ય- આ સમય માનસિક તથા શારીરિક રીતે થકવી દેશે. તણાવને તમારા પર હાવી થવા ન દો. આ સમયે કોઈ પણ પ્રકારનું જોખમ પણ લેવાનું નથી. લકી કલર- સફેદ લકી નંબર- 7 પોઝિટિવ- આજે દિવસભર વ્યસ્તતા રહેશે, પરંતુ મહેનતના મનગમતા પરિણામો પણ મળતા જશે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને સહયોગ દ્વારા સામાજિક રીતે તમે તમારી છબી નિખારવામાં સક્ષમ રહેશો. ભાઈ-બહેનો સાથે તમારા સંબંધોમાં વધુ મધુરતા વધશે. નેગેટિવ- આ સમયે કોઈ પણ વ્યક્તિગત નવો નિર્ણય લેવાનું ટાળો તથા વર્તમાન સ્થિતિ પર જ ધ્યાન આપો. બાળકો સાથે સહયોગાત્મક વર્તન રાખવું જરૂરી છે. અન્ય કાર્યોની સાથે સાથે પોતાના ઘર પરિવાર પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. શોપિંગ વગેરેમાં ખર્ચ વધશે. વ્યવસાય- વેપારીઓ માટે આજનો દિવસ લાભદાયક રહેવાનો છે. સારા પરિણામ મેળવવા માટે કાર્યસ્થળ પર જ મહત્તમ સમય વિતાવો. વિસ્તરણને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો સફળ રહેશે. તાબાના કર્મચારીઓના માન-સન્માનનું પણ ધ્યાન રાખો. લવ- ઘરમાં સુખદ અને શિસ્તબદ્ધ માહોલ રહેશે. લાંબા સમય પછી સંબંધીઓ સાથેની મુલાકાત ખુશી આપશે. સ્વાસ્થ્ય- ક્યારેક કોઈ પરેશાનીને કારણે નકારાત્મક વિચારો આવી શકે છે, જેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. તેથી સાવધ રહો. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- ઘરની જાળવણી અને વ્યવસ્થા સંબંધિત પ્રવૃત્તિઓમાં જ દિવસનો મોટાભાગનો સમય પસાર થશે અને તમારા કાર્યોમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશનુમા માહોલ રહેશે. ફાઈનાન્સ સંબંધિત કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે. નેગેટિવ- વધુ પડતું વિચારવાને કારણે તણાવ આવી જવો તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરે છે અને કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પણ હાથમાંથી નીકળી જાય છે. વધુ સારું રહેશે કે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. નજીકના સંબંધોમાં મતભેદ થવા ન દો. વ્યવસાય- કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. તમામ કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી અતિ આવશ્યક છે. ધ્યાન રાખો કે બોસ અને અધિકારીઓ સાથે સંબંધો યોગ્ય અને મૈત્રીપૂર્ણ રહે. વધુ પડતી રોકટોકને કારણે સ્ટાફ પરેશાની અનુભવી શકે છે. લવ- લાઇફ પાર્ટનર સાથે તમારી પ્રવૃત્તિઓ ચોક્કસ શેર કરો. તેનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા આવશે. સ્વાસ્થ્ય- બદલાતા હવામાનને કારણે ગળામાં દુખાવો અને ઉધરસ-શરદી જેવી સ્થિતિ રહી શકે છે. બેદરકારી બિલકુલ ન કરો અને તરત જ તેનો ઇલાજ લો. લકી કલર- વાદળી લકી નંબર- 5 પોઝિટિવ- અનુકૂળ સમય છે, તમે તમારી વાકચાતુર્યથી પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવામાં ઘણી હદ સુધી સફળ રહેશો તથા આર્થિક યોજનાઓ પણ સરળતાથી ફળીભૂત થશે, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. રોજિંદી વ્યસ્તતામાંથી રાહત મેળવવા માટે થોડો સમય એકાંત વાતાવરણમાં વિતાવો. નેગેટિવ- નાની નાની વાતો પર ગુસ્સો કરવો અને ખોટું લગાડવું જેવા દુર્ગુણો પર રોક લગાવવાથી તમારું વ્યક્તિત્વ વધુ નિખરશે. વ્યર્થના વાદ-વિવાદથી દૂર રહો. પારિવારિક જવાબદારીઓનો બોજ રહેશે, આવક કરતા ખર્ચ વધુ હોવાથી મન અશાંત રહેશે. વ્યવસાય- વ્યાવસાયિક સ્થળ અને કાર્યપ્રણાલીમાં કરવામાં આવેલા ફેરફારો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થવાના છે. આ દરમિયાન કોઈ આકસ્મિક યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે. સરકારી બાબતોમાં પણ તમને ફાયદો થશે. ઓફિસમાં તમારી હાજરી અને એકાગ્રતા અનિવાર્ય છે. પેન્ડિંગ કાર્યોને સમયસર પૂરા કરવાની કોશિશ કરો. લવ- પતિ-પત્ની વચ્ચેની ખાટી-મીઠી નોકઝોંક તેમના સંબંધોમાં વધુ નિકટતા લાવશે. પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા આવશે. સ્વાસ્થ્ય- બદલાતા હવામાન અને પ્રદૂષણ વગેરેથી પોતાનો બચાવ રાખવો જરૂરી છે. યોગ અને વ્યાયામને તમારી દિનચર્યાનો હિસ્સો ચોક્કસ બનાવો. લકી કલર- લીલો લકી નંબર- 4 પોઝિટિવ- જો કોઈ કાર્ય અટકેલું હોય તો આજે ઉકેલાઈ શકે છે. તમારી સકારાત્મક વિચારધારા જેમ કે ભાગ્યને બદલે કર્મ પર વિશ્વાસ રાખવો એ તમારા માટે સ્વાભાવિક રીતે જ ઉત્તમ પરિસ્થિતિઓ ઊભી કરશે. સંતાન પક્ષ સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નેગેટિવ- પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો અટવાયેલો હોય તો અત્યારે તેમાં રાહત મળવાની વધુ આશા જણાતી નથી. ફાલતુ ખર્ચથી બચો તથા ઘરગથ્થુ ખર્ચનું સંતુલિત બજેટ બનાવવું પણ અતિ આવશ્યક છે. સ્પર્ધામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાની જરૂર છે. વ્યવસાય- વ્યવસાયમાં કંઈક ને કંઈક ઉતાર-ચઢાવ રહેશે. કાર્યપ્રણાલી અને ક્વોલિટીને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરો. આ સમયે હરીફો તમારી સામે સખત પડકાર ઉભો કરી શકે છે. નોકરીમાં બોસ અને અધિકારીઓ આજે તમને વધુ કાર્યભાર આપી શકે છે. લવ- દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને ઘરમાં ખુશીભર્યો માહોલ રહેશે. વ્યર્થના પ્રેમ પ્રસંગોથી પોતાને દૂર રાખો. સ્વાસ્થ્ય- તમારું ખાનપાન અને રૂટીન વ્યવસ્થિત રાખો. વર્તમાન હવામાનની પ્રતિકૂળ અસરોથી પોતાનો બચાવ કરવો જરૂરી છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 9 પોઝિટિવ- આજે રૂટીન પ્રવૃત્તિઓને સ્થગિત રાખીને તમારી નાણાકીય યોજનાઓ સંબંધિત કાર્યો પર વધુ ધ્યાન આપો. આ સમયે નફાકારક સ્થિતિ બનેલી છે. મિત્રો તથા પરિવારના સભ્યો સાથે મનોરંજન વગેરેમાં ખુશનુમા સમય પસાર થશે અને તમે ઘણું રિલેક્સ અનુભવશો. નેગેટિવ- સંબંધોને સંભાળી રાખવા માટે થોડો સમય તેમની સાથે વિતાવવો પણ જરૂરી છે. ખૂબ જ વ્યવહારુ બની જવું એ સંબંધોમાં ખટાશ લાવી શકે છે. ક્યારેક તમારામાં અહંકારની ભાવના આવવાથી તમારા બનતા કામ બગડી પણ જાય છે. તેથી તમારા સ્વભાવમાં સરળતા જાળવી રાખો. વ્યવસાય- વ્યવસાયમાં વિસ્તરણ કરવા અથવા કોઈ નવું કામ શરૂ કરવા માટે કેટલીક પ્લાનિંગ થશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમને નવી સિદ્ધિઓ મેળવવામાં મદદ કરશે. સરકારી નોકરીયાત વ્યક્તિઓને પણ પોતાના કાર્યોમાં યોગ્ય યોગદાન આપવાથી ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. લવ- પરિવાર તમારી પ્રાથમિકતા રહેશે. આનાથી વૈવાહિક જીવન સુમધુર જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોની બાબતમાં થોડી નિરાશાની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય અત્યારે અનુકૂળ નથી. તણાવ, હતાશા અને મોસમી બીમારીઓથી થોડું બચીને રહો. લકી કલર- બ્રાઉન લકી નંબર- 5 પોઝિટિવ- પારિવારિક લોકોમાં ઘરની જાળવણીને લઈને ઉત્સાહ રહેશે. શોપિંગ વગેરેમાં પણ ખુશનુમા સમય પસાર થશે. વ્યક્તિગત કાર્યોની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપો. કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. નેગેટિવ- વધુ પડતા કાર્યભારની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. તેથી તમામ જવાબદારીઓ પોતાના પર લેવાને બદલે તેને વહેંચવાનું શીખો. બીજાની સલાહ પર પણ ચોક્કસ ધ્યાન આપો, ક્યારેક કોઈ વાત પર વધુ અડી જવાને કારણે કામ બગડી પણ શકે છે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ સારી થશે. માર્કેટિંગ અને શેર્સ વગેરેમાંથી સારો નફો થશે. આ સમય અટકેલી પેમેન્ટ એકઠી કરવા તથા આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ઉત્તમ છે. નોકરીયાત લોકોને કોઈ ઉચ્ચ અધિકારીના સહયોગથી મનગમતો પ્રોજેક્ટ મળી શકે છે. લવ- જીવનસાથી અથવા પરિવારના કોઈ સભ્ય સાથે અણબનાવ જેવી સ્થિતિ ન થવા દો. પ્રેમી-પ્રેમિકા માટે ડેટિંગની તક સરળતાથી મળશે. સ્વાસ્થ્ય- ગળામાં ઇન્ફેક્શન અને તાવ જેવી સ્થિતિ રહી શકે છે. તમારું ઇમ્યુન સિસ્ટમ મજબૂત રાખવા માટે આયુર્વેદનો ઉપયોગ કરો. લકી કલર- કેસરી લકી નંબર- 4
    Click here to Read More
    Previous Article
    29 માર્ચનું ટેરો રાશિફળ:વૃષભ રાશિ માટે મુસાફરીનો યોગ, મિથુન-કુંભ રાશિના જાતકોમાં સર્જનાત્મકતાનો ઉદય થશે
    Next Article
    29 માર્ચનું અંકફળ:ચંદ્રના પ્રભાવથી અંક 1, 3 અને 7ના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, અંક 8ના જાતકોને ભાગ્યનો સાથ મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment