Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્રાણમાં પ્લોટના ડખામાં પોલીસની હાજરીમાં જ ધીંગાણું:મહિલાઓ સહિત બે પરિવારો સામસામે આવી ગયા, પત્તરા ઉખાડી ઘરનો સામાન બહાર ફેંક્યો, ચારથી વધુ ઘાયલ

    14 hours ago

    સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં એક પ્લોટની માલિકી હક્કને લઈને ચાલી રહેલો વિવાદ લોહિયાળ જંગમાં ફેરવાયો હતો. નવાઈની વાત એ છે કે, જ્યારે પોલીસ કાફલો સ્થળ પર હાજર હતો, ત્યારે જ બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. જેમાં ચાર જેટલા લોકોને ઇજા પહોંચી છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે, જોકે પોલીસે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. એક પ્લોટના બે દાવેદારો થતાં માલિકીનો વિવાદ ખોડિયાર નગરમાં આવેલા એક પ્લોટ પર લાંબા સમયથી કછાવર અને ચાવડા પરિવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ચાવડા પરિવારનો પક્ષ એવો છે કે તેમનો દાવો છે કે આ પ્લોટ ગોકુલબેન નામના સભ્યને કરિયાવરમાં ભેટ તરીકે મળ્યો હતો. જ્યારે કછાવર પરિવારનો પક્ષ એવો છે કે કછાવર પરિવારે દાવો કર્યો છે કે આ પ્લોટ તેમને તેમના મોટા બાપાએ આપ્યો હતો અને તેના પર તેમનો જ હક્ક છે. પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે જ મામલો બિચક્યો મિલકત વિવાદને લઈને પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે સત્યતા તપાસવા માટે ઉત્રાણ પોલીસની ટીમ ખોડિયાર નગર પહોંચી હતી. પોલીસની હાજરીમાં જ બંને પક્ષના લોકો એકઠા થઈ ગયા હતા અને બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે લાકડીઓ અને પથ્થરો ઉછળ્યા હતા. જેમાં ચાર જેટલાને ઇજા પહોંચી છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો ઘરમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા છે. પોલીસે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા ઘટના બાદ ફરિયાદી પક્ષે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસની હાજરી હોવા છતાં ગુંડાતત્વોએ હુમલો કર્યો અને પોલીસે તેમને રોક્યા નહીં. આ મામલે ઉત્રાણ પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમે પ્લોટના વિવાદની અરજીના આધારે સ્થળ પર તપાસ કરવા ગયા હતા. બંને પક્ષો અચાનક ઉશ્કેરાઈને સામસામે આવી ગયા હતા. પોલીસ પર લાગેલા આરોપો તદ્દન ખોટા છે. અમે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હાલમાં પોલીસે મારામારી અને તોડફોડના દૃશ્યોના આધારે સામસામે ગુનો દાખલ કર્યો છે. વાઇરલ વીડિયોમાં દેખાતા ઈસમોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉત્રાણ પોલીસે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા મનપાનો માસ્ટર પ્લાન:80 મીટરનો ગ્રીન રિંગ રોડ અને રિવરફ્રન્ટ સાથે શહેરની કાયાપલટ થશે
    Next Article
    પોરબંદરમાં દરિયાકિનારે જન્નત જેવી મોજ, 3D વીડિયો:બાપૂના વતનમાં લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ, વિશ્રામ માટે ગઝેબો અને બીચ વોલીવોલનું આકર્ષણ; રતનપરમાં ‘જન્નત બીચ’નું ₹1.10 કરોડનું ટેન્ડર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment