Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં દરિયાકિનારે જન્નત જેવી મોજ, 3D વીડિયો:બાપૂના વતનમાં લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ, વિશ્રામ માટે ગઝેબો અને બીચ વોલીવોલનું આકર્ષણ; રતનપરમાં ‘જન્નત બીચ’નું ₹1.10 કરોડનું ટેન્ડર

    18 hours ago

    પોરબંદર મહાનગરપાલિકા બની ગઈ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વતન એવા આ શહેરમાં વિકાસે ગતિ પકડી છે. મનપા દ્વારા રતનપર વિસ્તારમાં આવેલા 'જન્નત બીચ'ને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે ₹1.10 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પોરબંદરને ગુજરાતના પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અહીં લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ, વિશ્રામ માટે 10 ગઝેબો અને બીચ વોલીવોલ પર્યટનપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ, 'ફર્ન હોટલ' સામેના દરિયાકાંઠાને આધુનિક પ્રવાસન કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવામાં આવશે. આ વિકાસ કાર્યમાં અવનવી સુવિધાઓનો સમાવેશ થાય છે: આધુનિક ગઝેબો: પ્રવાસીઓના વિશ્રામ માટે બીચ પર અંદાજે 10 જેટલા આધુનિક ગઝેબો બનાવવામાં આવશે. લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ: બીચની સુંદરતા વધારવા માટે આકર્ષક લેન્ડસ્કેપિંગ (હરિયાળી) અને રાત્રિના સમયે પ્રવાસીઓને આકર્ષવા માટે અત્યાધુનિક લાઈટિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે. સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ: યુવાનો અને રમતપ્રેમીઓ માટે બીચ વોલીબોલ જેવી સુવિધાઓ ઊભી કરાશે, જેથી પ્રવાસન સાથે મનોરંજન અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે. વહીવટી પ્રક્રિયા અને અમલીકરણ મહાનગરપાલિકા કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓની સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા અનુસાર, આ બીચ આગામી સમયમાં શહેરની એક મહત્વપૂર્ણ ઓળખ બનીને ઉભરશે. રોજગારી અને પ્રવાસનને વેગ આ વિકાસ કાર્યથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો સર્જાશે. પોરબંદરમાં અત્યાર સુધી પ્રવાસીઓ માટે મુખ્યત્વે ચોપાટીનો વિકલ્પ ઉપલબ્ધ હતો, પરંતુ હવે રતનપર બીચના રૂપમાં વધુ એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ મળશે. પાલિકા તંત્રના મતે, આ પ્રોજેક્ટથી પોરબંદરના પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે અને તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પોરબંદર ચોપાટીનો 5.24 કરોડના ખર્ચે કાયાકલ્પ થશે પોરબંદર શહેરમાં પાયાની સુવિધાઓ અને પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રોજેક્ટો અમલમાં મુકાઈ રહ્યા છે, જેમાં હવે ચોપાટી પુનઃવિકાસ પ્રોજેક્ટનો ઉમેરો થયો છે. તંત્ર દ્વારા અસ્માવતી ઘાટથી રતનપુર સુધીના દરિયાકિનારાને વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ યોજનાના ભાગરૂપે ચોપાટી અને દરિયાકાંઠાના વિસ્તારને વધુ આકર્ષક બનાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5.24 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્રાણમાં પ્લોટના ડખામાં પોલીસની હાજરીમાં જ ધીંગાણું:મહિલાઓ સહિત બે પરિવારો સામસામે આવી ગયા, પત્તરા ઉખાડી ઘરનો સામાન બહાર ફેંક્યો, ચારથી વધુ ઘાયલ
    Next Article
    Iran Isreal US War Updates LIVE | થોડાક કલાક બાદ ટ્રમ્પ સર્વનાશ કરશે? | Trump | World War | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment