Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોફેસરે વિદ્યાર્થીને આતંકવાદી કહ્યો:આરોપ- પીડિતને સપોર્ટ કરવા બદલ અન્ય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા, આરોપીએ વિદ્યાર્થીની માફી ન માગી

    13 hours ago

    કર્ણાટકના બેંગલુરુમાં ખાનગી યુનિવર્સિટીના પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થીને આતંકવાદી કહેવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાનો 58 સેકન્ડનો વીડિયો વાયરલ છે. પોલીસે આ મામલે સ્વયં નોંધ લીધી. આ ઘટના 24 માર્ચની છે. FIR મુજબ, એક વિશેષ સમુદાયના વિદ્યાર્થીએ પ્રોફેસર પાસેથી ક્લાસમાંથી બહાર જવાની પરવાનગી માંગી. આના પર પ્રોફેસરને ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું- તને શરમ નથી આવતી... આતંકવાદી. પ્રોફેસર અહીં અટક્યા નહીં, તેમણે કહ્યું- મેં વિચાર્યું હતું કે હું આજે ખૂબ શાંત રહીશ. ઈરાન યુદ્ધ તમારા જેવા લોકોના કારણે થયું. ટ્રમ્પ તને લઈ જશે. તું મૂર્ખ છે... તું નરકમાં જઈશ. પીડિતને વારંવાર આતંકવાદી કહ્યો પોલીસના જણાવ્યા મુજબ પ્રોફેસરે ક્લાસમાં વિદ્યાર્થીને વારંવાર આતંકવાદી કહ્યો અને તેની સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો. ઘટના સમયે ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હાજર હતા. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થી તરફથી ઔપચારિક ફરિયાદ મળી નથી, પરંતુ પ્રોફેસર વિરુદ્ધ BNSની કલમ 299 (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ) અને 352 (ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ- પીડિતને ટેકો આપવા બદલ સાથી વિદ્યાર્થી સસ્પેન્ડ આરોપ છે કે જ્યારે પીડિત વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થીઓએ ટેકો આપ્યો અને પ્રોફેસરના વર્તનનો વિરોધ કર્યો, ત્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને મામલો દબાવવા માટે કહેવામાં આવ્યું. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પરથી વીડિયો હટાવવા માટે પણ દબાણ કરવામાં આવ્યું. આરોપી પ્રોફેસરે પીડિતની માફી માગી નથી આ મામલે, પ્રોફેસરે કોલેજને લેખિત માફી આપી છે, પરંતુ પીડિત વિદ્યાર્થીની સીધી માફી માગી નથી. વિભાગના HODએ પ્રોફેસર વતી વિદ્યાર્થીઓની માફી માંગી. જોકે, 27 માર્ચે પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    160 જિંદગીઓ જોખમમાં, રન-વે પર 'ફુલ ઈમરજન્સી':હવામાં વાઇબ્રેશન પછી એક એન્જિન બંધ થયું, ફાયર બ્રિગેડ-એમ્બ્યુલન્સ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોનું જોખમી લેન્ડિંગ
    Next Article
    ગુજરાત માથે માવઠું મંડાણું:8 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, અમદાવાદમાં દીકરી પાણીની ટાંકીમાં પડી જતાં માતાએ ઢાંકણું બંધ કરી દીધું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment