Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયાના રવાડે ચઢી ટોળાનો ભાગ બનવું મૂર્ખતા:એક પોલીસ કેસથી ભવિષ્ય બગડી જશે, ઉણની ઘટના બાદ શંકર ચૌધરીની આડકતરીરીતે યુવાનોને ટકોર

    14 hours ago

    સાંતલપુરના હમીરપુરા ગામે યોજાયેલ યશોત્સવ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયાના રવાડે ચઢી ટોળાનો ભાગ બનવું મૂર્ખતા છે. શંકર ચૌધરીએ ઉણ ગામની ઘટનાનો આડકતરીરીતે ઉલ્લેખ કરી યુવાનોને હિંસક ટોળાશાહીથી દૂર રહેવા ટકોર કરી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામે યશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી વર્તમાન સામાજિક પરિસ્થિતિ અંગે ગંભીર નિવેદન આપ્યું હતું. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, જે લોકોએ સમાજ માટે ક્યારેય કોઈ બલિદાન આપ્યા નથી, તેવા લોકો સોશિયલ મીડિયામાં માત્ર એક વીડિયો બનાવીને પોસ્ટ કરે અને તેની પાછળ લોકોના ટોળા એકઠા થાય તે મૂર્ખતા છે. કોઈ એક વ્યક્તિ દ્વારા પ્લાનિંગ કરવામાં આવે અને અન્ય લોકો જોયા-જાણ્યા વગર તે ટોળાનો ભાગ બને તેને તેમણે અણસમજ ગણાવી હતી. વધુમાં તેમણે યુવાનોને જણાવ્યું હતું કે, યુવાનો સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય, ત્યા કોઈ એક વ્યક્તિ પ્લાનિંગ કરે અને વીડિયો સોશિયલ મીડિયામાં મુકે ત્યારે અભ્યાસ કરતો યુવકનું ધ્યાન ત્યા ભટકી જાય અને તે ટોળાનો ભાગ બની જાય. જે બાદ તેઓને ખબર જ નથી હોતી કે ક્યા જાય છે? કેમ જાય છે. બસ ટોળું જાય છે એટલે જાવા લાગે છે. આવેશમાં આવીને ટોળાનો ભાગ બનવું ન જોઈએ, કારણ કે જો આ પ્રક્રિયામાં એક પણ પોલીસ કેસ થાય તો સરકારી પરીક્ષા કે કારકિર્દીની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય કાયમ માટે બગડી શકે છે. જેથી સમજદારી દાખવીને કામ કરવું જરૂરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, સમજણ વગર, કોઈ વાતની ખબર વગર પણ ટોળાનો ભાગ બની જવું એને હું મૂર્ખતા સિવાય કંઈ સમજતો નથી. શૂરવીરતા સિંહ જેવી હોય, એ નિર્ણય કરે એની મક્કમતા હોય, અને સંઘર્ષ કર્યા વિના કોઈ પરિણામ મળતું નથી. ટોળાનો ભાગ બની કોઈનું નુકસાન કરવું એને શૂરવીરતા ન કહી શકાય, એ તો કાયરતા હોય છે. આજની નવી પેઢીને મારો આટલો સંદેશો છે. આ સંદેશો તમને આવનારા સમયમાં સમજાશે. ઉણ ગામની ઘટના શું છે? ઉલ્લેખનીય છે કે, ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ રહેલાં ઉણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. ત્યારે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માંગ સાથે મહાસંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનોએ દીકરીને પરત લાવવાની જવાબદારી પણ લીધી હતી. જોકે, કેટલાક લોકોના ઉશ્કેરણીભર્યા નિવેદનોને લઇને યુવાનોમાં આક્રોશ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં ટોળું ઓગડના ઉણ ગામ પહોંચ્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કર્યો હતો. કેટલાય ઘરોમાં પણ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. આ ઘટનામાં 4 પોલીસકર્મી સહિત 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    Balen Shah LIVE : क्यों की जा रही है बालेन की तुलना ज़ेलेंस्की से? | Balen Shah on India
    Next Article
    ટ્રેક્ટર પલટી જતાં 70 વર્ષીય વૃદ્ધનું કમકમાટીભર્યુ મોત:પોરબંદરના સીમર ગામે ખેડૂતને ખેતર જતાં સમયે અકસ્માત નડ્યો, ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ અને બોડી વચ્ચે ફસાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment