Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના વારસિયામાં મા અંબા મંદિરે ભક્તો ઉમટ્યા:ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે યજ્ઞ-મહાપ્રસાદનું આયોજન

    13 hours ago

    વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સંતકંવર કોલોની ટી દસ સામેના મા અંબાના દરબારમાં ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર સ્થાન એક સો વર્ષ જૂનું મંદિર છે.છોટાઉદેપુર સ્ટેટના મહારાજા મહારાવલ જયપ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી ભક્તોને સનાતન સંસ્કૃતિ વિશે માહિતગાર કર્યા હતા. આ મંદિરમાં મા ભગવતી અંબા, મહાકાળી મા અને ખોડીયાર મા બિરાજમાન છે. મંદિરની સ્થાપના સદગુરુ આશારામ મિશ્રા મહારાજના સાનિધ્યમાં કરવામાં આવી હતી.સદગુરુના લોકકલ્યાણ બાદ, હાલમાં આચાર્ય સુનીલ મહારાજના પાવન માર્ગદર્શન હેઠળ આ ધામની સેવા અને સંચાલન ચાલી રહ્યું છે. ભક્તોની માન્યતા અનુસાર, આ પવિત્ર સ્થાને આવનાર દરેક ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મા ભગવતીની કૃપાથી સંતાન પ્રાપ્તિ, રોગોમાંથી મુક્તિ અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.આ સંસ્થામાં છેલ્લા સો વર્ષથી ભંડારા સતત ચાલતા આવ્યા છે. ખાસ કરીને ચૈત્ર અને આસો નવરાત્રિના પાવન અવસર પર યજ્ઞ અને ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. સનાતન સંસ્કૃતિના પરંપરાગત રીતિ-રિવાજ અનુસાર ભક્તોએ ભક્તિભાવપૂર્વક પંગતમાં બેસીને મહાપ્રસાદનો સ્વીકાર કર્યો હતો. ભક્તોને સન્માનપૂર્વક મહાપ્રસાદ પીરસવામાં આવ્યો અને તે પ્રાપ્ત કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટનાં પૂર્વ મેયર ફરી વિવાદમાં:જાગૃત નાગરિકની મ્યુ. કમિશનર-કલેક્ટરને રજૂઆત, લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી બાંધકામ તોડવા માગ
    Next Article
    Valsad Robbery News | લૂંટારુઓએ વૃદ્ધાને હથિયારની અણીએ બંધક બનાવી | sensational robbery | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment