Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનાં પૂર્વ મેયર ફરી વિવાદમાં:જાગૃત નાગરિકની મ્યુ. કમિશનર-કલેક્ટરને રજૂઆત, લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી બાંધકામ તોડવા માગ

    13 hours ago

    ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. રાજકોટના એક જાગૃત નાગરિક મુકુંદ રાવલ દ્વારા પૂર્વ મેયર અને તેમના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર અને કલેક્ટરને લેખિત અરજી કરવામાં આવી છે. અરજીમાં પૂર્વ મેયર દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને હટાવી અને લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધવા માગ કરવામાં આવી છે. ‘પૂર્વ મેયર અગાઉ 3 વાર કોર્ટમાં કેસ હારી ચૂક્યા છે’ મુકુંદ રાવલ દ્વારા કરવામાં આવેલી અરજી મુજબ, પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાએ 1997થી સરકારી જમીન પર દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકનો દાવો છે કે, આ મામલે પૂર્વ મેયર અગાઉ 3 વાર કોર્ટમાં કેસ હારી ચૂક્યા છે, તેમ છતાં પણ કોઈપણ પ્રકારની મંજૂરી વગર તે જમીન પર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું છે. આ મામલો અત્યારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સત્તાધારી પક્ષની વાત આવે તો તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે?: અરજદાર અરજદાર મુકુંદ રાવલે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમણે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને લેન્ડ ગ્રેબિંગ એક્ટની વિવિધ કલમો જેવી કે 3, 4, 5 અને BNSની કલમ 260, 267, 329 હેઠળ ગુનો દાખલ કરવા વિનંતી કરી છે. રાવલનો આરોપ છે કે, સામાન્ય જનતાના ગેરકાયદે દબાણો પર તંત્ર દ્વારા તાત્કાલિક બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, પરંતુ જ્યારે સત્તાધારી પક્ષના પૂર્વ હોદ્દેદારની વાત આવે છે, ત્યારે તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? ‘'બાઘડબિલ્લા' જેવા અમીરો સામે તંત્ર કેમ લાચાર છે?’ મુકુંદ રાવલે તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારી સોસાયટીમાં પણ ગેરકાયદે બાંધકામ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી દ્વારા રાજકીય દબાણ હેઠળ પગલાં લેવામાં આવતા નથી. ધારાસભ્યો દ્વારા પણ પત્રો લખવામાં આવ્યા છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, જે ગરીબ માણસો 15-15 વર્ષથી રહેતા હોય અને વેરો ભરતા હોય તેમના ઝૂંપડાં તોડી પાડવામાં આવે છે, પરંતુ 'બાઘડબિલ્લા' જેવા આવા અમીરો સામે તંત્ર કેમ લાચાર છે? ‘રાજકીય દબાણ હેઠળ ફાઈલો દબાવી રાખવી એ પણ ગુનો’ મુકુંદ રાવલે સ્પષ્ટ કર્યું છે કે, જો વારંવાર નોટિસ આપવા છતાં અધિકારીઓ પગલાં નહીં લે, તો તે અધિકારીઓ વિરુદ્ધ પણ BNSની કલમ 198 મુજબ ગુનો દાખલ થઈ શકે છે. રાજકીય દબાણ હેઠળ ફાઈલો દબાવી રાખવી એ પણ શિક્ષાપાત્ર ગુનો છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર આ ગંભીર ફરિયાદ પર ક્યારે અને કેવા પગલાં લેશે. હાલ તો ચૂંટણી પૂર્વે થયેલી આ રજૂઆત ચર્ચાનો વિષય બની છે.
    Click here to Read More
    Previous Article
    West Bengal Elections 2026: Owaisi की एंट्री से कटेंगे CMMamata के वोट?khabron ke khiladi में खुलासा
    Next Article
    વડોદરાના વારસિયામાં મા અંબા મંદિરે ભક્તો ઉમટ્યા:ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે યજ્ઞ-મહાપ્રસાદનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment