Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઘરખર્ચ'ના વિવાદમાં તૂટવાને આરે આવેલા સંસારને અભયમે બચાવ્યો:પત્નીની નોકરી છૂટી જતાં પતિ પૈસા બાબતે હેરાનગતિ કરતો, અભયમ ટીમે બંને પક્ષોને સમજાવી સુખદ સમાધાન લાવ્યું

    12 hours ago

    ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આર્થિક ખેંચતાણ અને કૌટુંબિક અસમંજસના કારણે પતિ-પત્ની વચ્ચે ઊભી થયેલી એક ગંભીર સમસ્યામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે દૂધમાં સાકર ભળે તેમ સુખદ સમાધાન કરાવ્યું છે. ઘરખર્ચ અને વ્યક્તિગત જરૂરિયાતો માટે પતિ પાસે પૈસાની જરૂરિયાત પુરી નહીં કરવા જેવી બાબતે સમગ્ર મામલો અભયમ સુધી પહોંચ્યો હતો. પતિએ આવક બંધ થતાં ઘરખર્ચમાં આનાકાની અને માનસિક હેરાનગતિ શરૂ કરી ગાંધીનગરના કુડાસણની પીડિતાને માતૃત્વની જવાબદારી નિભાવવા માટે તેણે પોતાની નોકરી છોડવી પડી હતી. અગાઉ જ્યારે તે આર્થિક રીતે આત્મનિર્ભર હતી ત્યારે દંપતી વચ્ચે કોઈ વિખવાદ નહોતો, પરંતુ જ્યારથી તેની આવક બંધ થઈ ત્યારથી પતિ દ્વારા ઘરખર્ચમાં આનાકાની અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે પણ પીડિતા પાસે નાણાં રહેતા નહોતા આ સ્થિતિ એટલી હદે વણસી હતી કે, બાળકી માટે ફળ કે અન્ય જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે પણ પીડિતા પાસે નાણાં રહેતા નહોતા. માંગણી કરવા છતાં પતિ સમયસર વસ્તુઓ લાવી આપતો નહોતો. જેથી ​ઘટનાસ્થળે પહોંચેલી અભયમની ટીમે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. ત્યારે પતિએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, તે વસ્તુઓ લાવી આપે છે, પરંતુ કામના ભારણને કારણે ક્યારેક વિલંબ થતો હોય છે. અભયમ ટીમે બંને પક્ષોને સમજાવી સુખદ સમાધાન લાવ્યું અભયમની ટીમે પતિને સમજાવ્યું હતું કે, પત્ની એ ઘરની લક્ષ્મી છે અને તેની પાસે વાપરવા માટે પૂરતા નાણાં હોવા અનિવાર્ય છે .જેથી તેને નાની વાતો માટે કોઈની પાસે હાથ ફેલાવવા પડે નહીં. બીજી તરફ પીડિતાને પણ સમજાવવામાં આવ્યું કે ઘરની મોટી ખરીદી અને જવાબદારીમાં પતિનો સહકાર લેવો. આમ લાંબી સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હવેથી ઘરનું કરિયાણું, શાકભાજી તેમજ બાળકીની જરૂરિયાતો સમયસર પૂરી કરવાની સાથે પત્નીને અંગત ખર્ચ માટે નિયમિત રકમ આપવાની ખાતરી આપી હતી. આમ સંસાર તૂટવાને આરે પહોંચેલા પરિવારમાં 181ની ટીમે મધ્યસ્થી બનીને ફરી ખુશીઓ લાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં આપઘાત કરવા યુવક સાતમાં માળે ચઢ્યો, Live VIDEO:લીવ ઇનમાં મહિલા મિત્ર સાથે રહેતા યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, ફાયર વિભાગનું બે કલાકે દિલધડક રેસ્ક્યુ
    Next Article
    આ IPLમાં સુંદર ચહેરા સ્ટેડિયમની રોનક વધારશે:ઈશાનની ગર્લફ્રેન્ડ, માહિકા, પ્રિતી અને કાવ્યા ચિયર કરતી દેખાશે; રોહિત શર્માની ફિટનેસ જોઈ નીતા અંબાણી ચોંક્યાં!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment