Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં બે બાળકોના ડૂબવાથી મોત:સ્કૂલથી ઘરે જતાં સમયે તળાવમાં નાહવા પડેલા બે મિત્રોને કાળ ભરખી ગયો; પાંચ બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો

    15 hours ago

    પોરબંદર જિલ્લાના રાણા રોજીવડા ગામે એક કરુણ ઘટનામાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. શાળા છૂટ્યા બાદ ન્હાવા ગયેલા નિખિલ હાજાભાઈ ટોરીયા (ઉં.વ. ૧૧) અને સુમિત જગદીશભાઈ સોલંકી (ઉં.વ. ૧૨) નામના કિશોરો કાળનો કોળિયો બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામના આ બંને બાળકો શાળાએથી પરત ફર્યા બાદ ગામના 'નેસડા તળાવ'માં ન્હાવા માટે ગયા હતા. તળાવમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા બંને ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા બાળકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે બંનેને બચાવી શકાયા નહોતા અને તેમના મોત નીપજ્યા હતા. મૃતક સુમિત જગદીશભાઈ સોલંકી તેના પરિવારમાં પાંચ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. આ દુર્ઘટનાને કારણે પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. ઘટના બાદ બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બગવદર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રવિવારે 5 કલાક વીજ પુરવઠો બંધ રહેશે:અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત
    Next Article
    દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ગૃહમંત્રી અમિત શાહને મળ્યા:જનહિતના કાર્યો અને સંગઠન મજબૂત કરવાના મુદ્દે ગૃહમંત્રી સાથે પરામર્શ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment