Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેડમેન નયનની રક્ષાબંધન પર્વે બહેનોને અનોખી ભેટ:એકસાથે 5 ‘મફત સેનેટરી પેડ પરબ’ અર્પણ, પાંચ વર્ષથી માસિક સ્વચ્છતાની જાગૃતિનું અભિયાન ચાલુ

    19 hours ago

    રક્ષાબંધનના પવિત્ર પર્વે 'ગુજરાતના પેડમેન' તરીકે જાણીતા નયન ચત્રારિયાએ બહેનોને અનોખી ભેટ આપી છે. તેમણે જરૂરિયાતમંદ દીકરીઓ અને બહેનોને માસિક દરમિયાન આકસ્મિક સમયે મફત સેનેટરી પેડ ઉપલબ્ધ થાય તે હેતુથી એકસાથે પાંચ 'મફત સેનેટરી પેડ પરબ' અર્પણ કર્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે સમાજની દરેક દીકરી અને બહેન સુધી આ સેવા પહોંચે, જેને માસિક દરમિયાન અચાનક સેનેટરી પેડની જરૂરિયાત ઊભી થાય. આ પાંચ પેડ પરબના નિર્માણમાં મહિલા કલા નિધિ ટ્રસ્ટ, કાણોદરે સહયોગ આપ્યો હતો. નયન ચત્રારિયા છેલ્લા પાંચ વર્ષથી માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં તેમણે આશરે 515 ગામડાં સુધી પહોંચી એક લાખથી વધુ દીકરીઓ સાથે જાગૃતિ અને સંવાદ કર્યો છે. આ ઉપરાંત, 5 લાખથી વધુ સેનેટરી પેડનું મફત વિતરણ પણ કરવામાં આવ્યું છે. 'ફ્રી સેનેટરી પેડ પરબ'ની શરૂઆત નયન ચત્રારિયા દ્વારા ગત ઓગસ્ટ 2025માં કરવામાં આવી હતી. જરૂરિયાતના સમયે મહિલાઓને સરળતાથી અને મફતમાં સેનેટરી પેડ મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે અર્પણ કરાયેલી આ પાંચ 'પેડ પરબ' અનેક બહેનોના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સન્માનની રક્ષા કરવાનો સંકલ્પ દર્શાવે છે. આ પહેલ 'દરેક બહેનનું સ્વાસ્થ્ય અને સન્માન—સમાજની જવાબદારી'ના સૂત્રને પ્રેરણા આપે છે.
    Click here to Read More
    Previous Article
    Content Creator Visits Italy, Tries Pizza For Just Rs 170
    Next Article
    PM મોદી 8 સપ્ટેમ્બરે નવસારી ‘નમો કમલમ’નું ઉદઘાટન કરશે:પાટીલ અને હર્ષ સંઘવીએ બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ, પાર્કિંગ, ટ્રાફિક સહિતની સમીક્ષા કરી; સ્થળ મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment