Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીર પુત્રને બાઈક ચલાવવા આપવી પિતાને ભારે પડી:માંગરોળનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે પિતાની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું

    3 days ago

    આજના સોશિયલ મીડિયાના યુગમાં લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લ્હાયમાં લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા જરા પણ અચકાતા નથી. પરંતુ જૂનાગઢના માંગરોળમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાના સગીર સંતાનને બાઇક ચલાવવા આપી કાયદાનો ભંગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ માંગરોળ પોલીસે ત્વરિત એક્શન લીધા છે અને સગીરના પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસની કાર્યવાહી ​છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં એક નાનો સગીર બાળક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રસ્તા પર પુરપાટ ઝડપે બાઇક ચલાવતો નજરે પડતો હતો. આ વીડિયો પોલીસના ધ્યાન પર આવતા માંગરોળ પોલીસ હરકતમાં આવી હતી. વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે સગીર વયના બાળકોને વાહન ન આપવું, તેમ છતાં આ ઘટનાએ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા હતા. બાળકનો અન્યનો જીવ જોખમમાં મૂક્યો ​વાયરલ વીડિયોના આધારે માંગરોળ પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે બાઇક નંબર અને બાળક સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, જે બાળક બાઇક ચલાવી રહ્યો હતો, તેને તે બાઇક તેના પિતાએ જ ચલાવવા માટે આપી હતી. ​પોલીસે તુરંત કાર્યવાહી કરતા સગીરના પિતાને ઝડપી પાડ્યા હતા. પોલીસે કાયદાકીય જોગવાઈઓ મુજબ ગુનો નોંધી પિતા સામે લાલ આંખ કરી છે. સગીરને વાહન આપવું એ માત્ર ટ્રાફિક નિયમનો ભંગ નથી, પરંતુ બાળકના અને રસ્તા પર ચાલતા અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકવા સમાન છે. નવા ટ્રાફિક નિયમ મુજબ સગીર વાહન ચલાવતા પકડાય તો વાહન માલિક કે વાલી સામે કાર્યવાહી​ ધરપકડ બાદ પોલીસે સગીરના પિતાને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "સગીર વયના બાળકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોતું નથી અને તેઓ માનસિક કે શારીરિક રીતે મોટા વાહનો ચલાવવા માટે સક્ષમ હોતા નથી. આવા કિસ્સામાં અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે." નવા ટ્રાફિક નિયમો મુજબ, જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય, તો વાહન માલિક અથવા વાલી સામે કડક દંડ અને જેલની સજાની જોગવાઈ છે.​માંગરોળની આ ઘટના વાલીઓ માટે એક ચેતવણી સમાન છે. અનેક વાલીઓ પોતાના બાળકને વહેલું વાહન શીખવાડવાના મોહમાં કે વટ પાડવા માટે બાઇક કે કાર આપી દેતા હોય છે, પરંતુ આ ભૂલ કાયદાના સંઘર્ષમાં લાવી શકે છે અથવા ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 40મા વર્ષે પંચકુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો:ચૈત્ર નવરાત્રી નિમિત્તે મહિલાઓનું અનુષ્ઠાન પૂર્ણ થયું
    Next Article
    ભરૂચમાં ગુજકેટની તૈયારીઓ પૂર્ણ:આવતીકાલે 20 કેન્દ્રો પર 3767 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment