Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ, પત્ની ઔર વોનો કિસ્સો:પત્નીને છોડી પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો, ઘરમાંથી કાઢી મૂકવા ત્રાસ આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

    10 hours ago

    પ્રેમલગ્નના પવિત્ર બંધનને જ્યારે લાલચ અને દગો ઘેરી લે છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તેનો જીવતો જાગતો કિસ્સો મહેસાણા પંથકમાં સામે આવ્યો હતો. જે યુવક સાથે જીવવા-મરવાના સોગંદ ખાઈને મહિલાએ સંસાર માંડયો હતો, એ જ પતિ હવે બીજી યુવતીના મોહમાં પત્નીને ‘દસ લાખ આપી છૂટાછેડા' લેવા દબાણ કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પત્નીને છોડી પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો મહેસાણા પંથકની આ મહિલાની બહેને અગાઉ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા.તે જ ગામના એક અન્ય જ્ઞાતિના યુવક સાથે મહિલાને પ્રેમ થતા બંનેએ લગ્ન કર્યા હતા. સુખદ દામ્પત્ય જીવનના દસ વર્ષ વીતી ગયા હતા અને તેમને આંગણે પાંચ વર્ષની માસૂમ દીકરી પણ રમી રહી હતી. જોકે, દસ વર્ષના આ મજબૂત ગણાતા સંબંધોમાં ત્યારે તિરાડ પડી જ્યારે પતિને પોતાના જ સમાજની એક અન્ય યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા જ ઘરમાં પત્ની પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દેવાયું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે સાસુ અને પતિએ સાથે મળીને પરિણીતાને આજીજી કરવાને બદલે ધમકાવવાનું શરૂ કર્યું. સાસુ અને પતિએ પત્નીને સ્પષ્ટ કહી દીધું કે, 'અમારે ઘરમાં પ્રેમિકાને લાવવી છે, તું આ ઘર છોડી દે. અમે તને 10 લાખ રૂપિયા આપીશું, બસ તું છૂટાછેડા આપી દે.' પોતાના જ ઘરમાં પારકી બની ગયેલી મહિલાએ હિંમત હાર્યા વગર 181 અભયમ હેલ્પલાઇન અને 112 ની મદદ માંગી હતી. 181ની સમજાવટ બાદ પણ સાસરિયાઓ ટસના મસ ન થયા અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે સાસરિયાઓને કાયદાનું ભાન કરાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે પત્નીને આ રીતે કાઢી મૂકવી એ ગુનો છે. અભયમ ટીમની લાંબી સમજાવટ છતાં પતિ અને સાસુ પોતાની જિદ પર અડગ રહ્યા હતા અને પત્નીને સ્વીકારવા તૈયાર નહોતા. અંતે, કોઈ રસ્તો ન જણાતા અભયમની ટીમે મહિલાને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડયું હતું. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં મહિલાએ પોતાના જ પતિ અને સાસુ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી ન્યાયની ગુહાર લગાવી હતી.
    Click here to Read More
    Previous Article
    શાહે મમતા સરકાર વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી:શાહે કહ્યું- તેમાં TMCના કાળા કામો, ચૂંટણીમાં તે ક્યારેક પગ ભંગાવે, ક્યારેક માથે પાટો બંધાવે; વિક્ટિમ કાર્ડ રમે છે
    Next Article
    PM સાથે બેઠક બાદ ગુજરાત સરકારની હાઈલેવલ મીટિંગ:હર્ષ સંઘવીએ કહ્યું- 'અફવાઓથી સાવધાન, રાજ્યમાં જરુરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment