Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના ચકચારી બળાત્કાર કેસમાં નવો વળાંક:આરોપી ધ્રુવલ દેસાઈનો વારાણસીમાં આપઘાતનો પ્રયાસ, પત્નીએ પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની કરી માંગ, રડતા રડતા કહ્યું- અમારી વાત સાંભળીને ન્યાય આપો

    2 days ago

    રાજકોટમાં હાલમાં જ ગાજેલા બળાત્કારના એક કિસ્સાએ નવો વળાંક લીધો છે. પૂર્વ શિક્ષિકા અને કથિત પ્રેમિકા દ્વારા જેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તે આરોપી ધ્રુવલ દેસાઈએ વારાણસીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ધ્રુવલની પત્ની સાક્ષી દેસાઈ અને તેના પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી જઈ રજૂઆત કરી છે અને સમગ્ર મામલે ન્યાયની માંગણી કરી છે. પત્ની સાક્ષી દેસાઈએ પોતાના પતિ ધ્રુવલ દેસાઈ પર થયેલા આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે શિક્ષિકા અર્ચના જોશીએ નોંધાવેલી ફરિયાદ તદ્દન ખોટી છે અને આ બદનામીના કારણે જ ધ્રુવલે વારાણસીમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, અર્ચના જોશીએ લગ્નના ખોટા વાયદાના આક્ષેપો કર્યા હતા જે પાયાવિહોણા છે, કારણ કે અર્ચના જોશી પોતે પરિણીત અને ડિવોર્સી છે તથા તેમને 17 વર્ષનો દીકરો પણ છે. વધુમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે અર્ચના જોશીની માંગણી મુજબ નાણાંની ચૂકવણી પણ કરી હતી, તેમ છતાં સોશિયલ મીડિયામાં આ વિગતો વાયરલ કરીને પરિવારને બદનામ કરવામાં આવ્યો હતો. આ માનસિક દબાણ હેઠળ જ પતિ 2 દિવસથી લાપતા હતા અને અંતે આત્મઘાતી પગલું ભર્યું છે. તેમણે પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે તેમના પક્ષના પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવે અને આ સમગ્ર ઘટના માટે જવાબદાર અર્ચના જોશી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. નાણાકીય લેતીદેતીના પુરાવા પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે તેમના પક્ષના પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવે. સાક્ષી દેસાઈએ જણાવ્યું કે તેમણે અગાઉ અર્ચના જોશીને રૂ. 4,00,000 અને અન્ય એક સમયે રૂ. 40,000 એમ ઓનલાઇન પેમેન્ટ પણ કર્યું હતું. પરિવારે દાવો કર્યો છે કે તેમણે સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા અને પોલીસની હાજરીમાં પણ વાતચીત કરવા તૈયાર હતા, પરંતુ સામે પક્ષે માત્ર એફ.આઈ.આર. કરવામાં જ રસ દાખવ્યો હતો. હાલમાં પોલીસે આ રજૂઆતને ધ્યાને લઈ આગળની તપાસ હાથ ધરી છે. એક તરફ બળાત્કારના આક્ષેપો છે તો બીજી તરફ આરોપી દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ પરિવારે લગાવેલા વળતા આક્ષેપોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    1 લાખ સામે 4.88 લાખ ચૂકવ્યા:મોરબીના ટાઇલ્સ વેપારીને વ્યાજખોરની જાનથી મારી નાખવાની ધમકી
    Next Article
    કારની ટક્કરે વૃદ્ધ બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત.:કેશોદ બાયપાસ નજીક હિટ એન્ડ રન જેવી ઘટના; પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને હડફેટે લેતા 80 વર્ષીય વૃદ્ધનું કરુણ મૃત્યુ, પોલીસ તપાસ તેજ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment