Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર બહેનપણીના ભાઈએ દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો:આરોપીએ અશ્લીલ વીડિયો મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો, સગીરા ઘરે આવતી-જતી હોવાથી નજર રાખી હવસનો શિકાર બનાવી

    1 day ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો અશ્લીલ વીડિયો બનાવી અન્ય મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે યુવકની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે. આરોપી સગીરાની બહેનપણીનો ભાઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. સગીરા સાથે અશ્લીલ કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ બનાવી લીધો મળતી માહિતી અનુસાર, ઈદ પહેલાં સગીરા પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. આ દરમિયાન બહેનપણીના ભાઈએ તેની સાથે અશ્લીલ કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ મોબાઇલમાં બનાવી લીધો હતો. ઘટનાને કેટલાક દિવસો બાદ આરોપીએ આ વીડિયો પોતાના એક મિત્રને બતાવ્યો હતો. બાદમાં આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. આરોપીએ અન્ય મિત્રને વીડિયો દેખાડતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો વીડિયો જોતાં જ મિત્રને ખ્યાલ આવ્યો કે વીડિયોમાં દેખાતી બાળકી તેના મિત્રની બહેન છે. તેણે તરત જ આ સમગ્ર ઘટનાની જાણ ભોગ બનેલી સગીરાના ભાઈને કરી હતી. બાદમાં સગીરાના ભાઈએ તેની બહેન પાસેથી વિગતો જાણીને માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ પોલીસ તરત હરકતમાં આવી અને આરોપીને અટકાયતમાં લીધો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. માંજલપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી દુષ્કર્મ આચરનાર આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. પાડોશમાં રહેતી સગીરા વારંવાર તેના ઘરે આવતી હોવાથી તે તેના પર નજર રાખતો હતો અને આખરે તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. માંજલપુર પોલીસે સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં યુવતી પર એસિડ એટેક, CCTV:બાઇક પર આવેલો એક શખ્સ રાહ જોઈને જ ઊભો હતો ને યુવતી આવતા જ એસિડ ફેંકીને ફરાર: પિતાએ જ હુમલો કરાવ્યો હોવાની શંકા
    Next Article
    PM Modi Speaks War LIVE | યુદ્ધ પર PM મોદીની બાજ નજર | Kiren Rijiju | India | Crisis | Latest News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment