Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં નવચંડી મહાયજ્ઞ સંપન્ન:નવદુર્ગા પંચ યુવક મંડળે કર્યો સફળતાપૂર્વક આયોજન

    13 hours ago

    વડોદરામાં ચૈત્રી સુદ નવમીના પવિત્ર અવસરે શ્રી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવદુર્ગા પંચ યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માતાજીની આરાધના, હવન અને વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. આ મહાયજ્ઞ ન્યૂ વી.આઈ.પી. રોડ સ્થિત સુશીલ સોસાયટી, ગોપાલધામ સોસાયટી, શાસ્ત્રીનગર, યોગીનગર અને ચોપન ક્વાર્ટર્સ – આ પાંચ પોળના યુવાનોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પાંચ પોળના યુવાનોને ગોહિલ વસંતભાઈ, મકવાના રાજુભાઈ અને માછી અરવિંદભાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઉપસ્થિત સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં તંત્રની ઉદાસીનતા સામે જનાક્રોશ:વોર્ડ નં. 5માં શ્વાનોના આતંકથી રહીશો ભયભીત
    Next Article
    Nepal Ex-PM KP Oli Arrested Over Gen Z Protests Day After Balen Shah Took Oath

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment