Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલિવૂડના 'રહેમાન ડકૈત'ની ‘ધુરંધર’ કહાની:યુવાનીમાં ટાલ પડી, આમિરે ફિલ્મ છીનવી; ‘બોર્ડર’ની સફળતાથી લઈને ફિલ્મોના દુષ્કાળ સુધીની અક્ષય ખન્નાની સ્ટોરી

    11 hours ago

    નાની ઉંમરે ટાલ પડવા જેવા અંગત પડકારો અને કારકિર્દીના અનેક ઉતાર-ચઢાવ સહન કરવા છતાં, અક્ષય ખન્નાએ ક્યારેય પોતાનો આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી. સુપરસ્ટાર બનવાનું તેનું સ્વપ્ન ભલે સંપૂર્ણપણે સાકાર ન થયું હોય, પરંતુ તેણે પોતાની દમદાર એક્ટિંગના જોરે ઇન્ડસ્ટ્રીમાં એક અલગ અને મજબૂત ઓળખ ચોક્કસ બનાવી છે. 90ના દાયકામાં ‘બોર્ડર’ અને ‘તાલ’ જેવી ફિલ્મોથી તેણે પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો અને દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું. અક્ષય ખન્નાએ હંમેશા ગ્લેમર કરતાં પોતાના પાત્રો અને કન્ટેન્ટને વધુ મહત્વ આપ્યું, આ જ કારણ છે કે ભલે તેની કારકિર્દી પરંપરાગત સુપરસ્ટાર જેવી ન રહી હોય, પરંતુ તેની એક્ટિંગને હંમેશા વખાણવામાં આવી. તેણે અલગ-અલગ પ્રકારના પાત્રો પસંદ કરીને સાબિત કર્યું કે, તે દરેક પાત્રમાં પોતાને ઢાળી શકે છે. તાજેતરમાં ફિલ્મ ‘ધુરંધર’માં તેના શાનદાર પ્રદર્શને ફરી એકવાર બતાવી દીધું કે, તે આજે પણ એક્ટિંગના મામલે કોઈથી ઓછો નથી. તેની ઊંડાણ, સ્ક્રીન પ્રેઝન્સ અને પાત્રમાં સંપૂર્ણપણે ડૂબી જવાની કલા તેને ખાસ બનાવે છે. અક્ષય ખન્ના એવા કેટલાક કલાકારોમાંના એક છે, જે ઓછા દેખાય છે, પરંતુ જ્યારે પણ પડદા પર આવે છે, પોતાની છાપ છોડી જાય છે અને સાબિત કરે છે કે સાચા ખેલાડીઓ તે જ હોય છે, જેઓ સમય સાથે પોતાને સાબિત કરતા રહે છે. આજની સક્સેસ સ્ટોરીમાં ચાલો જાણીએ અક્ષય ખન્નાની કારકિર્દી અને અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વધુ વાતો… ‘હિમાલય પુત્ર’ થી ‘તાલ’ સુધી અક્ષયની સફર અક્ષય ખન્નાએ 1997માં ફિલ્મ ‘હિમાલય પુત્ર’થી પોતાના કરિયરની સત્તાવાર શરૂઆત કરી હતી, જેને તેના પિતા અને એક્ટર વિનોદ ખન્નાએ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ આ સમયગાળામાં તેનું નામ તે ઉભરતા યુવા કલાકારોની યાદીમાં જોડાયેલું રહ્યું, અક્ષય ખન્ના પોતે વિનોદ ખન્નાના દીકરા હોવા છતાં, તે સમયના દિગ્ગજ કલાકારો તેને માત્ર એક 'સ્ટાર કિડ' તરીકે જોતા નહોતા. તેઓ અક્ષયને તેની અભિનય ક્ષમતા અને મહેનતના આધારે એક પરિપક્વ કલાકાર માનતા હતા. તે જ વર્ષે રિલીઝ થયેલી ‘બોર્ડર’એ ફરી એકવાર સાબિત કરી દીધું કે, અક્ષય ખન્ના માત્ર સ્ટાર કિડ નથી, પરંતુ એક અલગ શૈલી અને તીવ્રતા સાથે આવેલો એક્ટર છે. જે.પી. દત્તાની આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં તેના અભિનયે ન માત્ર વિવેચકોનું ધ્યાન ખેંચ્યું, પરંતુ આ ફિલ્મ તેના કરિયરની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર બની ગઈ. 1999માં સુભાષ ઘાઈની ફિલ્મ 'તાલ'એ તેના લુક, સ્ટાઇલ અને ભાવનાત્મક ઊંડાણને નવી ઊંચાઈ આપી. ફિલ્મમાં તેનું રોમેન્ટિક પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવ્યું. આ આજે પણ તેની યાદગાર રોમેન્ટિક ફિલ્મોમાંની એક ગણાય છે. ફ્લોપ ફિલ્મો વચ્ચે ઝઝૂમતી કારકિર્દી સફળ શરૂઆત છતાં, 2000ના દાયકાની શરૂઆત અક્ષય ખન્ના માટે પડકારજનક રહી. ‘આ અબ લૌટ ચલેં’ જેવી ફિલ્મોમાં કામ કરવા છતાં, તે સતત હિટ ફિલ્મો આપી શક્યો નહીં. તેની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નહીં, જેના કારણે તેનું કરિયર અસ્થિર થઈ ગયું. આ સમયગાળામાં તેણે અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત સફળ ફિલ્મોના અભાવને કારણે તે ટોચના સ્ટાર્સની રેસમાં પાછળ રહી ગયો. ટાલ અને નિષ્ફળતાએ આત્મવિશ્વાસ તોડ્યો અક્ષય ખન્નાના કરિયરનો સૌથી મુશ્કેલ સમય તે પણ હતો, જ્યારે તેને નાની ઉંમરે જ ટાલ પડવાનો સામનો કરવો પડ્યો હતો. 'મિડ-ડે'ને આપેલા ઇન્ટરવ્યુમાં અક્ષય ખન્નાએ કહ્યું હતું કે, 'મારી સાથે આ ખૂબ નાની ઉંમરે થવા લાગ્યું હતું. તે સમયે મને એવું લાગતું હતું કે જાણે કોઈ પિયાનો વગાડનારનો હાથ કપાઈ ગયો હોય. એક એક્ટર માટે આ એવું જ છે, કારણ કે તમારો શારીરિક દેખાવ ખૂબ મહત્વ ધરાવે છે.' 'જ્યારે તમે આ સત્યને સ્વીકારી લો છો, ત્યારે તે તમને ઓછું પરેશાન કરે છે. પરંતુ તે પહેલાંનો અનુભવ ખૂબ મુશ્કેલ હોય છે. જેમ કે તમે સવારે ઉઠો, અખબાર જુઓ અને અનુભવો કે મને કંઈપણ સ્પષ્ટ દેખાતું નથી, હું તેને વાંચી શકતો નથી.' 'મને ચશ્માની જરૂર છે. તમે વિચારો છો કે અચાનક શું થઈ ગયું, મારી આંખો કેમ કામ નથી કરી રહી? માની લો કે તમે એક ખેલાડી છો, ક્રિકેટર કે ફૂટબોલર અને તમને ખબર પડે કે તમારા ઘૂંટણની સર્જરી થશે. આ દિલ તોડી નાખનારું હોય છે, કારણ કે તેનાથી તમારા કરિયરના એક-બે વર્ષ જતા રહે છે. મારા માટે અકાળે ટાલ પડવી કંઈક એવું જ હતું.' 'દિલ ચાહતા હૈ' બની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ અક્ષય ખન્નાની સૌથી મોટી તાકાત હંમેશા તેની અભિનય ક્ષમતા રહી છે. 2001માં આવેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ' તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ફિલ્મમાં 'સિડ'ના પાત્રમાં તેના સંયમિત અને ઊંડાણપૂર્વકના અભિનયે દર્શકો અને વિવેચકો બંનેના દિલ જીતી લીધા. આ ઉપરાંત અક્ષયે ‘હમરાઝ’, ‘હંગામા’ અને ‘દીવાનગી’ જેવી ફિલ્મોમાં પોતાની બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કર્યું. આ ફિલ્મોએ તેને એક વર્સેટાઈલ એક્ટર તરીકે સ્થાપિત કર્યો. જોકે, પ્રોફેશનલ રીતે તે સતત સુપરહિટ ફિલ્મોની કતાર લગાવી શક્યો નહીં, અને તેને બોલિવૂડમાં સુપરસ્ટારનો દરજ્જો મળી શક્યો નહીં. આ અંગે ખુદ અક્ષય ખન્નાનો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ અને વ્યવહારુ રહ્યો છે. સુપરસ્ટાર બનવા માટે મોટી અને કલ્ટ ફિલ્મોની જરૂર અક્ષય કહે છે, 'કોઈ કલાકારનું સુપરસ્ટાર બનવું ફક્ત તેની એક્ટિંગ કે મહેનત પર નિર્ભર નથી કરતું, પરંતુ યોગ્ય સમયે યોગ્ય ફિલ્મ મળવી ખૂબ જ જરૂરી હોય છે. તમને સુપરસ્ટાર બનાવવાનું કામ ફિલ્મો કરે છે. જ્યાં સુધી તમારી પાસે ‘ગદર: એક પ્રેમ કથા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘હમ આપકે હૈં કૌન’ જેવી મોટી અને કલ્ટ ફિલ્મો ન હોય, ત્યાં સુધી તે સ્તર સુધી પહોંચવું મુશ્કેલ છે.' સુપરસ્ટાર બનવું પોતાના હાથમાં નથી હોતું અક્ષયે એ પણ માન્યું કે, 'એક કલાકારના હાથમાં ખૂબ જ સીમિત વસ્તુઓ હોય છે. તે ફક્ત પોતાની તરફથી પૂરી પ્રામાણિકતા અને મહેનત સાથે કામ કરી શકે છે, પરંતુ કોને કઈ ફિલ્મ મળશે, તે મોટાભાગે નસીબ અને તક પર નિર્ભર કરે છે. તમે ફક્ત પ્રયાસ કરી શકો છો. જો તમારા નસીબમાં તેવી ફિલ્મો છે, તો તે તમને મળશે, નહીં તો નહીં.' અક્ષય ખન્નાને પોતાની કારકિર્દીને લઈને કોઈ કડવાશ નથી. તેનું માનવું છે કે, તેને જે પણ કામ મળ્યું, તેમાં તેણે પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે અને ભવિષ્યમાં પણ તે વધુ સારું કામ કરવાની અપેક્ષા રાખે છે. તેણે એ પણ સંકેત આપ્યો કે, તે હવે પહેલા કરતાં વધુ પરિપક્વ થઈ ગયો છે અને ભવિષ્યમાં વધુ મજબૂત પાત્રો સાથે દર્શકો સમક્ષ આવવા માંગે છે. ‘તારે ઝમીન પર’ અમોલ ગુપ્તેએ અક્ષય ખન્ના માટે લખી હતી ફિલ્મ 'તારે ઝમીન પર'માં અક્ષય ખન્ના કામ કરવાના હતા. પરંતુ ફિલ્મ આખરે આમિર ખાનના હાથમાં આવી ગઈ. 'મિડ-ડે' સાથેની વાતચીત દરમિયાન અક્ષય ખન્નાએ જણાવ્યું હતું કે, ફિલ્મના લેખક-ડિરેક્ટર અમોલ ગુપ્તેએ તેને સ્ક્રિપ્ટ સંભળાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આમિરે તે પહેલાં સાંભળી લીધી અને ફિલ્મ કરવાનો નિર્ણય કરી લીધો. અક્ષય ખન્નાએ જણાવ્યું કે, 'તારે ઝમીન પર' માટે લેખક અમોલ ગુપ્તે ઇચ્છતા હતા કે, તેઓ પોતે તેની સાથે ફિલ્મ કરે. તેમણે આમિરનો સંપર્ક કર્યો કારણ કે તેઓ આમિરના મિત્ર હતા. તેમણે આમિરને કહ્યું કે, 'હું ખરેખર અક્ષયને આ વાર્તા સંભળાવવા માંગુ છું. હું તેમને ઓળખતો નથી, પરંતુ તમે હમણાં જ તેમની સાથે 'દિલ ચાહતા હૈ'માં કામ કર્યું છે. શું તમે તેમને ફોન પર કહી શકો છો કે હું તેમને એક સ્ક્રિપ્ટ સંભળાવવા માંગુ છું?' 'આમિરે તેમને કહ્યું કે હું ત્યાં સુધી કોઈ સ્ક્રિપ્ટની ભલામણ કરી શકતો નથી, જ્યાં સુધી હું પોતે તેને સાંભળી ન લઉં. તેથી પહેલા મને સંભળાવો અને જો તે મને ગમી ગઈ તો અક્ષયને જણાવીશ. આમિરને આ સ્ક્રિપ્ટ એટલી પસંદ આવી કે તેમણે પોતે જ તે ફિલ્મ કરી લીધી.' ‘તારે ઝમીન પર’ 2007માં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. આમિરે ફિલ્મના ડિરેક્શન અને પ્રોડક્શનની જવાબદારી પોતે લીધી અને સાથે જ મુખ્ય ભૂમિકા પણ ભજવી. ફિલ્મે બાળકોના શિક્ષણ, તેમની કલ્પનાશીલતા અને માતા-પિતાના સંબંધો પર એક નવો દૃષ્ટિકોણ રજૂ કર્યો. અક્ષયે જણાવ્યું કે, તેને આ અવસર છોડવાનો અફસોસ થયો નથી. તેણે કહ્યું કે, 'બોલિવૂડમાં આવી તકો આવતી-જતી રહે છે અને ક્યારેક-ક્યારેક વસ્તુઓ આપણા હાથમાંથી સરકી જાય છે.' લાંબા ગેપ અને ઇન્ડસ્ટ્રીથી અંતર અક્ષય ખન્ના એવા એક્ટરમાંનો એક રહ્યો છે, જેઓ લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેની કારકિર્દીમાં ઘણી વખત લાંબા અંતરાલ આવ્યા. એક સમય એવો પણ આવ્યો, જ્યારે તેણે લગભગ 5-6 વર્ષ સુધી ફિલ્મોથી અંતર રાખ્યું. આવા બ્રેકને લઈને ઇન્ડસ્ટ્રીમાં પણ ચર્ચા રહી કે તેઓ પોતાની રીતે કામ કરવાનું પસંદ કરે છે. અક્ષય ખન્ના કહે છે, 'મેં થોડા સમય માટે જાતે જ ફિલ્મોથી અંતર બનાવી લીધું હતું. તે સમયે કદાચ લાગ્યું કે, બ્રેક લેવો યોગ્ય રહેશે, પરંતુ પછીથી સમજાયું કે ઇન્ડસ્ટ્રીમાં જો તમે અટકી જાઓ છો, તો લોકો માની લે છે કે તમે હવે કામ નથી કરી રહ્યા. પછી પાછા ફરવું સરળ હોતું નથી. જ્યારે હું પાછો આવ્યો, ત્યારે મને કામ મળવામાં મુશ્કેલી પડી.' અક્ષયે આગળ કહ્યું, 'ફિલ્મ બનાવવી પણ એક લાંબી પ્રક્રિયા છે. સારી સ્ક્રિપ્ટ મળવી, યોગ્ય પ્રોજેક્ટની રાહ જોવી, આ બધું સમય લે છે. તેથી ભલે હું વધુ કામ કરવા માંગતો હોઉં, પણ વસ્તુઓ તેના સમય પ્રમાણે જ થાય છે.' દમદાર વાપસી અને નવી ઊંચાઈઓ લાંબા બ્રેક પછી અક્ષય ખન્નાએ 2017માં ફિલ્મ 'મૉમ'થી શાનદાર વાપસી કરી, જેમાં તેના નકારાત્મક પાત્રની ખૂબ પ્રશંસા થઈ. આ પછી 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને 'સેક્શન 375' જેવી ફિલ્મોમાં તેણે પોતાની એક્ટિંગનો સિક્કો જમાવ્યો. આ પછી તેના કરિયરનો સૌથી મજબૂત તબક્કો શરૂ થયો. ‘દ્રશ્યમ 2’માં તેનો કડક અને પ્રભાવશાળી પોલીસ ઓફિસરનો કિરદાર દર્શકોને ખૂબ પસંદ આવ્યો. જ્યારે ફિલ્મ ‘છાવા’માં ઔરંગઝેબના કિરદારમાં તેની ખૂબ પ્રશંસા થઈ. ફિલ્મમાં અક્ષયના વનલાઇનર, હાવભાવ અને પ્રોસ્થેટિક મેકઅપે તેના રોલને યાદગાર બનાવી દીધો. વળી, ‘ધુરંધર’એ અક્ષય ખન્નાના કરિયરને નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધું. આ ફિલ્મમાં ગેંગસ્ટર રહેમાન ડકૈતના પાત્રમાં તેણે જે ઊંડાણ સાથે અભિનય કર્યો, તેણે તેને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો. આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી સફળતાઓમાં ગણાઈ રહી છે અને દર્શકોની સાથે-સાથે વિવેચકો તરફથી પણ તેને જબરદસ્ત પ્રશંસા મળી.
    Click here to Read More
    Previous Article
    70-yr-old man dies in Hardoi road accident, his sons beat vehicle owner, brother to death
    Next Article
    નાના મવા રોડ પરની મારવાડી બિલ્ડિંગમાં ભીષણ આગ:જ્વાળા ચાર માળ ઊંચે પહોંચી, 5 ફાયર ફાઈટર ટીમ પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment