Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇમ્પેક્ટ‎:શંખેશ્વર તીર્થની ભોજનશાળામાં ગેસનો જથ્થો ફાળવતાં રાહત થઇ

    11 hours ago

    યાત્રાધામ શંખેશ્વર ખાતે હજારો શ્રદ્ધાળુઓનેજમાડતી મુખ્ય ભોજનશાળામાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી કટોકટી અંગેના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલે વહીવટી તંત્રને દોડતું કરી દીધું છે. સમાચાર પ્રસિદ્ધ થયાના ગણતરીના કલાકોમાં જ તંત્ર સફાળું જાગ્યું હતું અને બીજા જ દિવસે ઉચ્ચ અધિકારીઓએ સ્થળ તપાસ કરી ગેસનો જરૂરી જથ્થો તાકીદે ઉપલબ્ધ કરાવતા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થધામ શંખેશ્વરમાં દરરોજ મોટી સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રિકો તેમજ અહીં બિરાજમાન સાધુ-ભગવંતો માટેની ભોજન વ્યવસ્થા મુખ્ય ભોજનશાળા દ્વારા સંભાળવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી ગેસના બાટલાનો પૂરતો પુરવઠો ન મળતા ભોજન તૈયાર કરવામાં ભારે હાલાકી પડી રહી હતી. આ ગંભીર સમસ્યા અંગે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ કરતા જેના પગલે મામલતદારએ શંખેશ્વર ભોજનશાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સંચાલકો સાથે બેઠક યોજી હતી. મામલતદારે પુરવઠા શાખાના અધિકારીઓને સૂચના આપી હતી કે ધાર્મિક અને લોકસેવા કરતી સંસ્થાઓને પ્રાથમિકતાના ધોરણે ગેસ સિલિન્ડર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી.
    Click here to Read More
    Previous Article
    અલ્પુ-હેરી સિંધી વચ્ચે ગેંગવોરનો માહોલ:યુવકની બૂટલેગર હેરી સિંધીને રીલથી ધમકી,જે હાથે ગાડી સળગાવી તે કાપીને પરિવારને મોકલાવી દઇશ
    Next Article
    Panel: Take steps to protect farmers against cheap edible oil imports

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment