Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ્પુ-હેરી સિંધી વચ્ચે ગેંગવોરનો માહોલ:યુવકની બૂટલેગર હેરી સિંધીને રીલથી ધમકી,જે હાથે ગાડી સળગાવી તે કાપીને પરિવારને મોકલાવી દઇશ

    2 days ago

    બુટલેગર હેરી સિંધીએ અગાઉ માનવ કારડાની કારને આગ ચાંપી હતી, હવે માનવે હેરી સિંધી સહિતનાનું નામ લીધા વગર સોશિયલ મીડિયા પર ધમકી ભરી રિલ મુકી ઘટનાને અંગે માફી માગી લેવા જણાવતાં વારસીયા પોલીસે તેની અટકાયત કરી છે. વારસીયા ગણેશનગરમાં રહેતા મનીષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિલ મુકીને અપશબ્દો લખ્યા હતા. તેને તેમાં ફાયરિંગનો વીડિયો પણ જોડ્યો હતો. સાથે તેની કાર સળગતી હોવાના વીડિયો સાથે જે હાથે કાર સળગાવી છે તે જ હાથને કાપી પરિવારને ઈનામ સ્વરૂપે મોકલશે, અમારી કોમ્યુનિટીની માફી માગી લો, નહીં તો અમે અમારી રીતે કાર્યવાહી કરીશું તેમ પણ લખ્યું હતું. રિલમાં જુદા-જુદા ચપ્પુ, એરગન પણ બતાવવામાં આવી હતી અને દારૂની બોટલો સાથે પણ માનવે પોતાના ફોટો મુક્યા હતા. બૂટલેગર હેરીનું નામ આપ્યા વગર ધમકીભરી રિલ મુકી હતી. જુના ઝઘડાની અદાવતે જ હેરીએ સાગરીતો સાથે મળી 4 મહિના અગાઉ માનવની કારને આગ ચાંપી હતી. તે મામલે ગુનો નોંધાયો હતો. બીજી બાજુ માનવ અલ્પુ સિંધીની ગેંગના સાગરીત સાથે સંપર્ક ધરાવતો હોવાનું સુત્રોએ કહ્યું હતું. માનવે માણસો સાથે જઇને વિવેક ઉર્ફે બન્નીને ધમકી આપી હતી માનવ કારડાની કાર સળગાવવાના મામલે હેરી લુધવાણી, વિવેક ઉર્ફે બન્ની કેવલાણી, દીપક ઉર્ફે દીપુ, વરૂણ શર્મા તથા વિશાલ હોજરીનું નામ સામે આવ્યું હતું. તેની અદાવતે માનવ વિવેક ઉર્ફે બન્ની પાસે ગયો હતો અને સાથે 5-6 માણસોને પણ લઈ ગયો હતો. તેણે વિવેકને ધમકી આપી હોવાની જાણવા મળ્યું હતું. મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો. ગુજસિટોકના આરોપી ધર્મેશ ઉર્ફે ગોલુના પણ ફોટો મૂકાયા રિલમાં અલ્પુ સિંધી ગેંગનો ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવ પણ દેખાય છે. ધર્મેશ સામે તાજેતરમાં જ ગુજસિટોકનો ગુનો નોંધાયો હતો. તે હાલ જેલમાંથી બહાર છે. જોકે રિલમાં તેની કોઈ સંડોવણી પોલીસને મળી આવી નહોતી. પોલીસ દ્વારા ધર્મેશની કોઈ સંડોવણી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુસાફરોની સુવિધાઓમાં થશે વધારો:વડોદરા રેલવે સ્ટેશને રાજ્યની બીજી ડિજિટલ લાઉન્જ શરૂ થશે
    Next Article
    ભાસ્કર ઇમ્પેક્ટ‎:શંખેશ્વર તીર્થની ભોજનશાળામાં ગેસનો જથ્થો ફાળવતાં રાહત થઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment