Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી-અમલસાડ રોડ પર બસ-મોપેડ અકસ્માત:એક યુવાનનું મોત, અન્ય ઇજાગ્રસ્ત

    15 hours ago

    નવસારી-અમલસાડ રોડ પર આજે એક માર્ગ અકસ્માત થયો હતો. અમલસાડથી નવસારી જતી એસટી બસ અને સામેથી આવતા મોપેડ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની બસ સાથે મોપેડ પર સવાર બે યુવાનો અથડાયા હતા. આ અકસ્માતમાં મોપેડ સવાર ધવલ રાઠોડ નામના યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મોપેડ પર સવાર અન્ય યુવાન પ્રીત રાઠોડને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે એસટી બસના ચાલકની પૂછપરછ શરૂ કરી છે અને અકસ્માતના કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય મંત્રી માંડવિયા 28 માર્ચે રાજકોટમાં:કોર્પોરેશનમાં સર્વર ડાઉનથી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ, બોર્ડ પરીક્ષામાં 19 વિદ્યાર્થીઓ ચોરી કરતા CCTVમાં કેદ
    Next Article
    Gujarat Happy Farmers News | ગુજરાતમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ધમધમાટ શરૂ | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment