Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય મંત્રી માંડવિયા 28 માર્ચે રાજકોટમાં:કોર્પોરેશનમાં સર્વર ડાઉનથી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ, બોર્ડ પરીક્ષામાં 19 વિદ્યાર્થીઓ ચોરી કરતા CCTVમાં કેદ

    14 hours ago

    પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા આગામી તા. 28 અને 29 માર્ચ, 2026ના રોજ રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ શહેર, ઉપલેટા વિવિધ લોકાર્પણ સામાજિક સેવા અને જનસંપર્કના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી જનતા તથા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. તા. 28 માર્ચના શનિવારના રોજ કાર્યક્રમની શરૂઆત આર. કે. યુનિવર્સટી ખાતે ’યુવા સંવાદ’ થી થશે. જે બાદ રાજકોટ મહાનગરપાલિકા ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ સમારોહમાં હાજરી આપશે. જે પછી મેઘાણી રંગભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ કરશે. કોર્પોરેશનમાં સર્વર ડાઉન થતા ઓનલાઇન સેવા ઠપ્પ થઈ રાજકોટ મહાપાલિકાની જુદી જુદી સ્પોર્ટસ એકટીવીટી માટે આજે સવારથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થતા અને ઓનલાઇન ભારે ધસારો થતા સર્વર ડાઉન થઇ ગયું હતુ. સંખ્યાબંધ લોકો કલાકો સુધી નોંધણી કરાવી શકયા ન હતા અને વેરા વસુલાત તથા જન્મ-મરણ વિભાગમાં પણ આ કારણે નાગરિકોની લાઇન લાગી ગઇ હતી. કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં સવારથી લાઈનો જોવા મળી હતી. આ સર્વર ડાઉન હોવાથી તમામ પ્રકારની કામગીરી બંધ રહેવા પામી હતી. મહાનગરપાલિકાની મોટાભાગની ઓનલાઈન સેવાઓ સવારથી બંધ હતી. મિલકત વેરામાં વ્યાજમાફી યોજનાનો લાભ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે અને વર્ષ પુરૂ થવાને હવે ફકત પાંચ દિવસ બાકી છે ત્યારે સર્વર ડાઉન થતાં ઓનલાઈન મિલકત વેરો ભરવાની કામગીરી પણ ઠપ્પ થઈ જતાં આવકમાં પણ વિક્ષેપ સર્જાયો હતો. જોકે બપોર બાદ પોર્ટલ રેગ્યુલર ચાલુ થઇ ગયુ હતુ. બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા CCTV માં કેદ 19 વિદ્યાર્થીઓનું હિયરિંગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીઓની તપાસણી હવે અંતિમ તબકકામાં પહોંચી જવા પામેલ છે. જેમાં ધો.12 (સાયન્સ)ની ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ થતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધો.12 સાયન્સના પરીક્ષા ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા 19 જેટલા વિદ્યાર્થીઓ હિયરીંગ આજથી શિક્ષણાધિકારી કચેરી ખાતે શરૂ કરી દેવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા ગત તા.26 ફેબ્રુઆરીથી તા.18 માર્ચ દરમિયાન લેવાયા બાદ ગત 19 માર્ચથી રાજકોટ સહિત રાજયભરના 450થી વધુ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો પર ઉતરવહીઓની તપાસણી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં 73 હજારથી વધુ શિક્ષકોના ઓર્ડર ઇશ્યુ કરી ઉતરવહીઓની તપાસણીની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા હતા. 29 માર્ચથી 2 એપ્રિલ સુધી રામકથા રાજકોટવાસીઓના દુ:ખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે 29 માર્ચથી 2 એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ખાસ આયોજન કરાયું છે. મહોત્સવના ભાગરૂપે 29 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન પૂજ્ય વિવેકસાગર સ્વામીના વક્તાપદે દિવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કથા કોઠારી હરિચરણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં અને સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત રાધારમણદાસજી સ્વામીની ઉપસ્થિતિ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાશે. હનુમાન જયંતિના પવિત્ર દિવસે તા. 2 એપ્રિલના રોજ 108 કુંડી નિ:શુલ્ક મહામારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. આ યજ્ઞ સાંજે 4:30 થી 7 વાગ્યા સુધી ચાલશે.આ હનુમાન જયંતીના દિવસે દાદાને સુવર્ણ અને ચાંદીના વાઘા પહેરાવવામાં આવશે અને અદભૂત શણગાર કરવામાં આવશે. સવારે મંગળા આરતી, શણગાર આરતી, ભવ્ય કાજુ કતરીના અન્નકુટ દર્શન સાથે મહાઆરતી, કેક કટિંગ અને જન્મોત્સવ ઉજવણી જેવા કાર્યક્રમો યોજાશે. આખો દિવસ મહાપ્રસાદ પણ ચાલુ રહેશે. ત્યારબાદ સાંજે રાજોપચાર આરતી અને શયન દર્શન સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. ધોરાજીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધ મહિલાને પરિવાર સાથે મિલાપ કરાવતી અભયમ ટીમ ધોરાજીમાં એક જાગૃત નાગરિક દ્વારા 181 પર કોલ કરી જણાવેલ કે એક વૃદ્ધ મહિલા અહીં છેલ્લા 2 કલાકથી એકલા બેઠા છે. જેથી 181 જેતપુર સ્થિત 181 ટીમના કાઉન્સેલર જિજ્ઞાસાબેન, WHC દિવ્યાબેન અને પાયલોટ ગોપાલદાન ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેથી મહિલા પાસે જઈ સૌ પ્રથમ સાંત્વના સહ આશ્વાસન આપી તેમનું કાઉન્સિલિંગ કરાયુ હતુ. જેમાં પીડિતાબેને જણાવેલ કે મને ભૂલી જવાની બીમારી છે મને કશું યાદ છે નહી. ક્યાંથી આવી ક્યાં જાવ છું વગેરે જે બાદ પીડિતાબેન ને પૂરપરછ દ્વારા તેમનું પૂરું નામ જણાવેલ અને તેમને પરિવારમાં કોઈ નથી. માત્ર એક દીકરી છે જે સાસરામાં છે. જેનું માત્ર નામ અને ગામનું નામ યાદ છે. જેથી તેમની દીકરીના ગામના સરપંચનો સંપર્ક કરી વૃધ્ધાને તેમના દીકરી અને જમાઈને સોંપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Editor’s View: યુદ્ધમાં મોદીની અગ્નિપરીક્ષા:હુમલાઓ રોકવા ઇરાનનો માસ્ટર સ્ટ્રોક, બ્રિક્સ અમેરિકાનો ખેલ બગાડી શકે, દુનિયાભરમાં ભારતની વિદેશનીતિની ચર્ચા
    Next Article
    નવસારી-અમલસાડ રોડ પર બસ-મોપેડ અકસ્માત:એક યુવાનનું મોત, અન્ય ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment