Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ બાયપાસ પર હોટલના જનરેટરમાં આગ લાગી:ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક આગ પર કાબૂ મેળવ્યો, મોટી દુર્ઘટના ટળી

    2 days ago

    પ્રભાસ પાટણ નજીક સોમનાથ બાયપાસ માર્ગ પર આવેલી પુષ્પ હોટેલના જનરેટર સેટમાં આજે બપોરે આગ લાગી હતી. આ ઘટના હોટેલ લોર્ડ્સ સામે બની હતી, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરમેન હરપાલ ખેર અને સુનિલ ચુડાસમા સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે ઝડપથી કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ જનરેટર સેટમાં કોઈ તકનીકી ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. ફાયર બ્રિગેડની સમયસર અને સક્રિય કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. મોટી દુર્ઘટના ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    'અધિકારીઓ, નેતાઓ અને બિઝનેસમેનો જૂનાગઢને લૂંટે છે':મેવાણી 'સ્વાભિમાન સંમેલન'માં આકરા પાણીએ, રાજકોટ DCP વિરુદ્ધ કાર્યવાહી ન થાય તો 14 એપ્રિલે મહાસંમેલનની ચીમકી
    Next Article
    પત્રકાર પરિષદમાં abvp કાર્યકરો આવી રામધૂન બોલાવી:પદવીદાન સમારોહના નામે થતું બિનજરૂરી ઉડાઉપણું સાંખી લેવામાં આવશે નહીં - ABVP પ્રતિનિધિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment