Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્રકાર પરિષદમાં abvp કાર્યકરો આવી રામધૂન બોલાવી:પદવીદાન સમારોહના નામે થતું બિનજરૂરી ઉડાઉપણું સાંખી લેવામાં આવશે નહીં - ABVP પ્રતિનિધિ

    2 days ago

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આગામી 29 માર્ચના રોજ યોજાનારા 10મા પદવીદાન સમારોહ માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, તે દરમ્યાન vc આવતા જ abvp કાર્યકરો ઘસી આવી હોબાળો મચાવ્યો હતો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી પ્રશાસન પર વિદ્યાર્થીઓના સ્વભંડોળના નાણાંનો વૈભવી અને બિનજરૂરી વસ્તુઓ પાછળ દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે ​ABVP એ યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ અને નાણાકીય પારદર્શિતા પર સવાલ ઉઠાવતા નીચે મુજબના મુદ્દાઓ રજૂ કર્યા છે જેમાં સમારોહમાં મહેમાનો માટે માત્ર કોટીની ખરીદી પાછળ જ અંદાજે રૂ.1.5 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, સરકારી નિયમ મુજબ કોઈપણ ખરીદી માટે GeM પોર્ટલનો ઉપયોગ કરવો ફરજિયાત છે, ABVP એ પ્રશ્ન કર્યો છે કે શું આ ખરીદીમાં નિયમોનું પાલન થયું છે કે કેમ? યુનિવર્સિટી પાસે પોતાની સુસજ્જ ટીચર્સ હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, મહેમાનોને મોંઘી હોટલોમાં ઉતારો આપવાના નિર્ણય સામે પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, જાહેર નાણાં અને વિદ્યાર્થીઓના ભંડોળનો ઉપયોગ માત્ર વિદ્યાર્થી હિત અને શૈક્ષણિક હેતુઓ માટે જ થવો જોઈએ. પદવીદાન સમારોહના નામે થતું બિનજરૂરી ઉડાઉપણું સાંખી લેવામાં આવશે નહીં." ​ABVP દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે,​પદવીદાન સમારોહના સમગ્ર ખર્ચની વિગતો જાહેર કરવામાં આવે, ​તમામ ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવે, ​સરકારી પ્રોટોકોલ અને GeM પોર્ટલના નિયમોના પાલનની સ્પષ્ટતા કરવામાં આવે, ​વિદ્યાર્થી સંગઠને અંતમાં ચેતવણી આપી છે કે, જો યુનિવર્સિટી તંત્ર દ્વારા સંતોષકારક ખુલાસો કરવામાં નહીં આવે અથવા વિદ્યાર્થી હિતને પ્રાથમિકતા આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વિદ્યાર્થી હિતની રક્ષા માટે ABVP દ્વારા ઉગ્ર પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ બાયપાસ પર હોટલના જનરેટરમાં આગ લાગી:ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક આગ પર કાબૂ મેળવ્યો, મોટી દુર્ઘટના ટળી
    Next Article
    Petroleum Ministry statement on oil and gas | તેલ અને ગેસ પર પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment