Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણાના સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં 'પાપલીલા':સગીર વિદ્યાર્થી સાથે ગૃહપતિએ આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ચાર-પાંચ બાળકો ભોગ બન્યા; પરિવારને ડરાવીને રાખ્યા છે:સગીરના પિતા

    2 days ago

    ભાવનગર જિલ્લાના પાલીતાણા તળેટીમાં એક જૈન બાલાશ્રમમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થયાનો ગંભીર આરોપ લાગ્યો છે.બાલાશ્રમના ગૃહપતિ દ્વારા એક સગીર વિદ્યાર્થી સાથે છેલ્લા ત્રણ વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીના વાલીએ કર્યો છે. આ મુદ્દે સગીરના પરિવારે ત્રણ દિવસ પહેલા ( 24 માર્ચે ) ભાવનગર એસપીને રુબરુ મળીને રજૂઆત કરી હતી. ત્યારે ગૃહપતિ સામે પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શું છે સમગ્ર મામલો? સગીર વિદ્યાર્થીના વાલીની ફરિયાદ મુજબ, મહેશ (નામ બદલ્યુ છે) જે પાલીતાણામાં શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં અભ્યાસ કરતો હતો. ત્યારે એ સંસ્થાના ગૃહપતિ હસમુખ શાહે ડરાવી-ધમકાવીને હાલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે છેલ્લા ત્રણ વર્ષથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. જો કે વિદ્યાર્થી જ્યારે વેકેશનમાં ઘરે ગયો ત્યારે પોતાના પરિવારને આપવીતી જણાવી હતી, જેના પગલે સમગ્ર મામલો આવ્યો હતો. 'પેરેન્ટ્સને પણ દબાવી દીધા છે' સગીરના પિતાએ જણાવ્યું હતું કે પાલીતાણામાં શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં મારો છોકરો અભ્યાસ કરે છે. એની સાથે ત્યાંના ગૃહપતિ હસમુખ શાહ જેણે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરતો હતો.જે મુદ્દે ન્યાય માટે અમે ભાવનગર એસપી પાંડે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. સંસ્થાનો ગૃહપતિ કે જે મૂળ સુરેન્દ્રનગરનો છે. બીજા ચારથી પાંચ બાળકો સાથે પણ થયું છે. જેમના પેરેન્ટ્સને પણ દબાવી દીધા છે. કે તમે કાંઈ બોલતા નહીં, બાકી કેરિયર સર્ટિફિકેટથી લઈને કાંઈ વસ્તુ આપીશ નહીં. સગીરના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે મે અરજી સાથે લેટર આપ્યો હતો. એ લેટર જે છોકરાએ લખેલો છે, એના સાથે પણ દુષ્કૃત્ય થયેલું છે. બધા વાલીઓને ડરાવીને રાખ્યા છે. ટ્ર્સ્ટીઓએ પણ ડરાવીને રાખ્યા છે. સવારે ઓડેદરા સાહેબે બાલાશ્રમમાંથી એક સાહેબને બોલાવ્યા હતા. એમણે આવીને રજૂઆત કરી દીધી. 'મારા પુત્રએ ત્રણ વર્ષ સહન કર્યું' 'સાંજે પીઆઈ સાહેબ ગયા તો પીઆઈ સાહેબે એવું કહ્યું કે આ બે જણાના તમે નામ લખીને દીધા છે. એ નામ વાળા અત્યારે એમ કહે છે કે આ વસ્તુની અમને કાંઈ ખબર નથી, તો તમને ખબર નથી, ખ્યાલ નથી. કોઈને તો ટ્રસ્ટી એમ કેમ કહે છે કે અમે સાહેબને પૂછ્યું કે હા વસ્તુ મારાથી બની ગઈ છે. તો એમને સસ્પેન્ડ શું કામ કર્યાં છે, તમે તો સસ્પેન્ડ કરીને છૂટી ગયા. ટ્ર્સ્ટીને તો સંસ્થાની પડી છે. મારા છોકરાએ ત્રણ વર્ષ સુધી સહન કર્યું એનું મારે શું કરવાનું'. ગૃહપતિએ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું:DySP આ સમગ્ર મામલે પાલીતાણા DySP મિહિર બારીયાએ જણાવ્યું હતું કે, 25 માર્ચે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(1), પોક્સો એક્ટની કલમ ચાર અને છ તેમજ જુવેનાઈલ જસ્ટિસની કલમ 75 હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સગીર કે જે સંસ્થામાં રહીને અભ્યાસ કરતો હતો. જે સંસ્થાના ગૃહપતિ હસમુખભાઈ શાહ જેમની ઉંમર 63 વર્ષની છે. જે ગૃહપતિએ સગીરને માર મારી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવા માટે મજબૂર કર્યો અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતુ. પોલીસ તપાસનો ધમધમાટ તેજ DySPએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકનું મેડિકલ ચેકઅપ, ટેકિનકલ પુરાવા, સીસીટીવી પુરાવા તેમજ અન્ય સાંયોગિક પુરાવા મેળવવા પોલીસ તપાસ કરી રહી છે. સંસ્થામાં અભ્યાસ કરતા બાળકો, સંસ્થામાં રહેતા અને કામ કરતા સ્ટાફના નિવેદન હાથ નોંધવામાં આવી રહ્યા છે. ફરિયાદીના આક્ષેપની પણ જીણવટભરી તપાસ કરી એ બાબત જરૂરી કાર્યવાહી કરી જ્યાં સુધીમાં રિપોર્ટ આવે ત્યાં સુધીમાં અલગ અલગ પેરામીટરર્સની તપાસ કરી રહ્યા છીએ. આ સમાચાર પણ વાંચો: શિક્ષણજગત માટે વધુ એક શરમજનક ઘટના:હોસ્ટેલમાં 5 વિદ્યાર્થીએ મળી એક વિદ્યાર્થીને માર માર્યાનો વીડિયો વાઈરલ, સ્કૂલે મામલો દબાવવા પ્રયાસ કર્યાનો આક્ષેપ જૂનાગઢ મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવાના મામલાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા બે વીડિયો બાદ બે વધુ વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જૂનાગઢ કલેક્ટરે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે, જેમાં પ્રાંત અધિકારી, ડેપ્યુટી કમિશનર, ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી, બાળ સુરક્ષા અધિકારી અને ફાયર અધિકારી સહિતના મહત્ત્વના અધિકારીઓનો સમાવેશ થાય છે.સંપૂર્ણ સમાચાર વાંચો વિદ્યાર્થીઓએ 'રોફ' જમાવવા ટોળકી બનાવી હતી:સ્ટુડન્ટનો નાસ્તો પણ ખાઈ જતા, જૂનાગઢ આલ્ફા સ્કૂલના હોસ્ટેલના પીડિત વિદ્યાર્થીનો ડરામણો અનુભવ જૂનાગઢ મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવાના મામલાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા બે વીડિયો બાદ બે વધુ વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જૂનાગઢ કલેક્ટરે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે, જેમાં પ્રાંત અધિકારી, ડેપ્યુટી કમિશનર, ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી, બાળ સુરક્ષા અધિકારી અને ફાયર અધિકારી સહિતના મહત્ત્વના અધિકારીઓનો સમાવેશ થાય છે.વિગતવાર સમાચાર વાંચો ધંધુકાની પચ્છમ બોય્ઝ હોસ્ટેલમાં સગીર સાથે અમાનવીય કૃત્ય:બે વિદ્યાર્થીએ 35 મિનિટ સુધી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ; પીડિતના પરિવારજનો-આરોપીઓ વચ્ચે પોલીસમથકમાં હાથાપાઈ ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાં સમાજકલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સરસ્વતી કુમાર છાત્રાલયમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બોય્ઝ હોસ્ટેલની એક રૂમમાં એક સગીર બાળક સાથે અન્ય બે બાળકે 35 મિનિટ સુધી અમાનવીય કૃત્ય કર્યું હતું. આ કૃત્ય એટલું ભયાવહ હતું કે, તેને શબ્દોમાં પણ વર્ણવી શકાય તેમ નથી.વિગતવાર સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 21 IASને પ્રભારી સચિવ બનાવ્યા:34 IT અધિકારીને પ્રમોશન સાથે 41 અને GAS કેડરના 31 અધિકારીની બદલી, 32 ના.મામલતદારને પ્રમોશન
    Next Article
    '50 જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચમાં ફસાવ્યો':વિદ્યાર્થીએ ઝેર પીને વીડિયો બનાવી કહ્યું-મને હિડન BF બનાવ્યો'તો, રાજકોટના દુષ્કર્મ કેસમાં નવો વળાંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment