Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '50 જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચમાં ફસાવ્યો':વિદ્યાર્થીએ ઝેર પીને વીડિયો બનાવી કહ્યું-મને હિડન BF બનાવ્યો'તો, રાજકોટના દુષ્કર્મ કેસમાં નવો વળાંક

    2 days ago

    રાજકોટમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદે આજે નવો વળાંક લીધો છે. શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ, આરોપી વિદ્યાર્થીએ આજે સોશિયલ મીડિયા પર 16 મિનિટનો વીડિયો વાઇરલ કરી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વીડિયોમાં યુવકે ગંભીર આક્ષેપો કર્યા છે કે, ડિવોર્સી શિક્ષિકાએ તેને 'હિડન બોયફ્રેન્ડ' બનાવી રાખ્યો હતો અને હવે વિદેશ સેટ થવા માટે રૂપિયા પડાવવા ખોટી ફરિયાદ કરી બદનામ કર્યો છે. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ મામલે રાજકોટમાં ભારે ચકચાર મચી ગઈ છે. હિડન બોયફ્રેન્ડ તરીકે રહેવા કહી ઘરે કોઈ ન હોય ત્યારે બોલાવતી રાજકોટની શિક્ષિકા પર દુષ્કર્મ કેસમાં શિક્ષિકાએ જેમના પર દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે તે વિદ્યાર્થીએ આજે (27 માર્ચ, 2026)એ 16 મિનિટનો વીડિયો બનાવી બાદમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ વીડિયો વાઇરલ કરતા તેણે જણાવ્યું હતું કે, તેના લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને શિક્ષિકા ડિવોર્સી છે અને લિવઇનમાં બીજા સાથે રહેતી હતી. સાથે મને હિડન બોયફ્રેન્ડ તરીકે રહેવા કહી ઘરે કોઈ ન હોય ત્યારે બોલાવતી હતી. આ પણ વાંચો: હું ડિવોર્સી છું, મારો કોન્ટેક્ટ કરી દોઢ વર્ષ સંબંધ બાંધ્યા:મને વાઈફની જેમ ટ્રીટ કરતો, ત્રણ ટાઈમ ઘરે આવતો વીડિયોમાં વિદ્યાર્થી શિક્ષિકા પર શું આક્ષેપ લગાવી રહ્યો છે? શિક્ષિકાને સજા દેવડાવવામાં મને અને મારા પરિવારને હેલ્પ કરશો હું ઉંમરમાં 10 વર્ષ નાનો છું તેની તેને સમજણ ન હતી, પરંતુ સમાજમાં તેની બદનામી થવા લાગતા પોતાને વિદેશ સેટ થવા રૂપિયાની જરૂર હતી માટે મારી પાસે રૂપિયાની માંગણી કરી મને દુષ્કર્મના કેસમાં ફસાવવા ધમકી આપતી હતી. મને બદનામ કરી મારા ફોટા વાઇરલ કર્યા માટે હું દવા પી જાવ છું. અપેક્ષા કરીશ કે તમે મને અને મારા પરિવારને ન્યાય અપાવશો અને આવી કપટી શિક્ષિકાને સજા દેવડાવવામાં મને અને મારા પરિવારને હેલ્પ કરશો. '50 જગ્યાએ સબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે વિદ્યાર્થીને ફસાવ્યો' આજે હું આ વીડિયોના માધ્યમથી તમને જણાવવા માગુ છું કે, તારીખ 23 માર્ચ, 2026ના રોજ મારા ઉપર ફરિયાદ થયેલી છે. જેમાં શિક્ષિકાએ મારી ઉપર આરોપ લગાવ્યો છે કે, મેં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે. પણ હજુ હું કોર્ટ તેમજ કાનૂનમાં મારા આધાર પુરાવા રજૂ કરી દોષિત કે નિર્દોષ સાબિત થાવ એ પહેલા જ મીડિયામાં મારા ફોટા વાઇરલ કરી મને સમાજમાં દોષિત ઠેરવ્યો છે. હું જણાવવા માગુ છું કે, આ સમાચારની હેડલાઈન એવી હોવી જોઈએ કે 50 જગ્યાએ સબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચ માટે વિદ્યાર્થીને ફસાવ્યો. પૈસા પડાવી સોનું ચોરી અને વહેંચી દીધાનો પણ ખોટો આરોપ લગાવ્યો ફેસબુક પર રિકવેસ્ટ મેં મોકલી છે, મેસેજ મેં કર્યો છે પણ સામે નંબર એ શિક્ષિકાએ મને આપ્યો છે અને બાદમાં મળવા માટે એણે જ મને મેસેજ કર્યો હતો. અમારી બધી વાતચીતો થતા સમયે એ શિક્ષિકાને હું વિદ્યાર્થી હોવાનો સબંધ યાદ કેમ ન આવ્યો એ મને સવાલ થઇ રહ્યો છે. મારી ઉપર પૈસા પડાવી સોનું ચોરી અને વહેંચી દીધાનો આરોપ પણ લગાવ્યો છે પણ મારી પાસે પુરાવાઓ છે કે જેમાં તેને સામેથી મને કહ્યું છે કે, સોનુ વહેંચી તે મને રૂપિયા આપશે કારણ કે મારી આર્થિક સ્થિતિ સારી ન હતી. આ રૂપિયા આપતી વખતે તેણે મને મેસેજ પણ કરેલો છે કે આ પૈસા હું મારી મરજીથી આપું છું મારે આ પૈસા પાછા જોતા નથી. હું એને ચારધામની યાત્રા અને થાઈલેન્ડ ફરવા લઇ ગયો એવા મારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. મારી પાસે પૈસા હોય તો હું એની પાસેથી રૂપિયા શુકામ લવ મારી ઉપરના તમામ આક્ષેપ અને આરોપ ખોટા છે. 'આને હું સારી સંસ્કારી અને લગ્ન લાયક કેવી રીતે ગણી શકું.?' મને શિક્ષિકાએ પોતે કહ્યું હતું કે, હું તારી સાથે પણ રઈશ અને ડિવોર્સ પછી બીજા સાથે લીવઈન રિલેશનમાં રઉ છું તેની સાથે પણ રઈશ. તો આને હું સારી સંસ્કારી અને લગ્ન લાયક કેવી રીતે ગણી શકું.? એના છૂટાછેડાનું કારણ પણ લગ્ન પછી બીજા સાથેના અનૈતિક સબંધો જ છે તેને એક સંતાનમાં બાળક છે જે તેના પતિ સાથે રહે છે. શિક્ષિકા પોતે મારા કરતા ઉંમરમાં 10 વર્ષ મોટી છે એ કોઈ નાનું બાળક નથી, સબંધ એક બાજુ ન હોય એક હાથે તાલી ન વાગે. વિદ્યાર્થી સાથે સબંધ બાંધે એને કેવી શિક્ષિકા ગણવી જોઈએ.? 'દરરોજ મારી સાથે વાત કરતી હતી મને પોતાના ફોટા પણ મોકલતી' હું તો નાનો છું, તમે પરણિત હતા બાળક પણ હતું સંતાનમાં છૂટાછેડા થયા પછી લિવઈન રિલેશનમાં હોવા છતાં મને બોયફ્રેન્ડ બનાવી હિડનમાં રિલેશન માટે કહ્યું હતું. હું સમજુ ન હતો એ સમયે મને સમજણ ન હતી, પણ શિક્ષિકાને સમજ હતી કે આવું ન કરવું જોઈએ. મને એવું કહ્યું હતું કે, મારો બોયફ્રેન્ડ હાજર નહીં હોય ત્યારે આપણે મળીશું. આ પછી બોયફ્રેન્ડ ન હતો ત્યારે મને ફ્લેટ પર બોલાવ્યો હતો અને અમે મળ્યા હતા. ત્રણથી ચાર વખત મળ્યા બાદ મને લગ્ન કેમ ન કર્યા પૂછતાં મેં પોતે લગ્ન નથી કરવા કોઈ સાથે તેવું જણાવ્યું હતું. શિક્ષિકા દરરોજ મારી સાથે વાત કરતી હતી મને પોતાના ફોટા પણ મોકલતી હતી. 'મારી મંગેતર પર હાથ ઉપાડ્યો, મને બદનામ કરી દીધો છે' મારી સગાઇ થઇ એ પહેલા શિક્ષિકાએ નોકરી છોડી દીધી હતી. શહેરમાં પોતે બદનામ થઇ ગઈ હોવાથી રૂપિયા પડાવી પોતાને વિદેશમાં સેટ થવું હતું એના માટે પોતે મને ટાર્ગેટ બનાવ્યો હતો. મારી માતાએ ગાળો આપી છે અને ગોંડલની ગુંડી હોવાના આક્ષેપ કર્યા છે. તો મારી માતા ઉપર 50 કેસ હોવા જોઈએ પણ કેસ તો એકપણ નથી. ગાળો મારા માતાને શિક્ષિકાએ આપી છે, મારી મંગેતર ઉપર હાથ ઉપાડ્યો છે. મને બદનામ કરી દીધો છે. કપટી શિક્ષિકાને સજા દેવડાવવામાં મદદ કરજો કહી ઝેર પીધું સવારે પોતે સ્કૂલ પર જતી બપોરે મને જમવા બોલાવે હું ન જતો તો મારી ઓફિસ આવે પછી મને નીચે બોલાવે. ન જાવ તો ઉપર આવવાની ધમકી આપતી અને પરાણે મને ઘરે બપોરે જમવા બોલાવતી હતી. મને આ શિક્ષિકાએ બદનામ કરી ફસાવ્યો છે અને કાયદાનો દૂર ઉપયોગ કર્યો છે. મારી પાસે પૈસાની વારંવાર માંગણી કરી છે, મેં ન આપતા ધમકી આપી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ કેસમાં ફસાવી દઈશ કહી કોર્ટમાં કાયદા બધા સ્ત્રી તરફે છે કહી મને ધમકી આપી બદનામ કર્યો છે. આ શિક્ષિકાનું કામ જ પૈસા પડાવવાનું છે, મને ધમકી આપતી હતી એ સાચી પડી છે અને ખોટી ફરિયાદ કરી મને ફસાવી દીધો છે. મારા માતા પિતા મિત્રો સ્નેહીજનો મને માફ કરજો.. હું અપેક્ષા કરીશ કે તમે મને અને મારા પરિવારને ન્યાય અપાવશો અને આવી કપટી શિક્ષિકાને સજા દેવડાવવામાં મને અને મારા પરિવારને હેલ્પ કરશો. મારા મર્યા બાદ તમારા બધાનો ખુબ ખુબ આભાર.
    Click here to Read More
    Previous Article
    પાલીતાણાના સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં 'પાપલીલા':સગીર વિદ્યાર્થી સાથે ગૃહપતિએ આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ચાર-પાંચ બાળકો ભોગ બન્યા; પરિવારને ડરાવીને રાખ્યા છે:સગીરના પિતા
    Next Article
    Bhachau Police News | 25થી 30 લોકોના ટોળાએ અડધી રાતે ભારે આતંક મચાવ્યો | huge panic | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment