Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીમાં ઉનાળા માટે મફત છાશ સેવા કેન્દ્ર શરૂ:વિજય ચોક ખાતે દાતાઓ દ્વારા આયોજન, આખો ઉનાળો ચાલુ રહેશે

    13 hours ago

    પાટડીમાં આકરા ઉનાળાને ધ્યાનમાં રાખીને મફત ઠંડી છાશ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રામ નવમીના પવિત્ર દિવસથી શરૂ થયેલું આ સેવા કેન્દ્ર વિજય ચોક, ગાડી દરવાજા અંદર કાર્યરત થયું છે અને સમગ્ર ઉનાળા દરમિયાન ચાલુ રહેશે. આ સેવાના મુખ્ય દાતાઓમાં પાટડીના વતની અને હાલ સુરત નિવાસી કમલેશ પરીખ અને મુકેશ પટેલનો સમાવેશ થાય છે. તેમણે આ સેવાભાવી કાર્યમાં યોગદાન આપ્યું છે, જેનો ઉદ્દેશ્ય ગરમીમાં લોકોને રાહત આપવાનો છે. આ છાશ સેવા કેન્દ્ર દરરોજ સવારે 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પાંચ હાટડી યુવક મંડળ, જમાદાર વાસ અને ગાડી દરવાજા વિસ્તારના યુવાનો જેવા કે મોન્ટુ ઠક્કર, તીલેશ અધ્યારુ, દેવાંગ પટેલ, ભીમસેન જમાદાર, ભદ્રેશ અધ્યારુ અને હાકીમ સહિતના સભ્યો આ સેવા કાર્યમાં સક્રિયપણે સહયોગ આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાલડીની અંકુર વિદ્યાલયે જાહેર રજામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું:DEOએ નોટિસ ફટકારી તો જાહેર રજાના નવા કાર્યક્રમથી અજાણ હોવાનો શાળાનો લૂલો બચાવ, રૂબરૂ ખુલાસો રજૂ કરવા આદેશ
    Next Article
    War Impact On World LIVE | દુનિયા પર મોટો ખતરો? ટ્રમ્પનો હવે શું છે પ્લાન? | Iran USA Israel | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment