Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આડા સંબંધ મુદ્દે સસરાની હત્યા:વઢવાણમાંથી પુત્રવધૂ, પ્રેમી સહિત ત્રણની ગણતરીની કલાકોમાં ધરપકડ

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે આડા સંબંધોના મુદ્દે સસરાની હત્યા કરવામાં આવી છે. પુત્રવધૂ, તેના પ્રેમી અને અન્ય એક શખ્સે મળીને સસરાને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. જોરાવરનગર પોલીસે આ મામલે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફુલગ્રામ ગામમાં રહેતા રમેશભાઈ નાનુભાઈ ગાબુની પુત્રવધૂ ચકુ અશોકભાઈ ગાબુને ગામના જ સોહિલ રમેશભાઈ જીડીયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધનો સસરા રમેશભાઈ ગાબુ અને તેમના જેઠ મહેશભાઈ રમેશભાઈ ગાબુ અવારનવાર વિરોધ કરતા હતા અને ઠપકો આપતા હતા. આ બાબતે પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા. સસરા દ્વારા વારંવાર ઠપકો આપવાથી નારાજ થયેલી પુત્રવધૂ ચકુબેન, તેના પ્રેમી સોહિલ જીડીયા અને અન્ય એક શખ્સ સુરેશ જીડીયાએ રમેશભાઈ ગાબુના ઘરમાં ઘૂસી બોલાચાલી કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે રમેશભાઈના શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા પરિવારજનોએ રમેશભાઈને તાત્કાલિક સાયલા હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના જેઠ મહેશભાઈએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતદેહને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે સોહિલ રમેશભાઈ જીડીયા, સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડીયા અને ચકુબેન અશોકભાઈ ગાબુ એમ ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    Live: RCB Final Playing Vs SRH | IPL 2026 | Virat Kohli | Patidar | David | Pandya
    Next Article
    પાલડીની અંકુર વિદ્યાલયે જાહેર રજામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું:DEOએ નોટિસ ફટકારી તો જાહેર રજાના નવા કાર્યક્રમથી અજાણ હોવાનો શાળાનો લૂલો બચાવ, રૂબરૂ ખુલાસો રજૂ કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment