Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનેવાળ બ્રાહ્મણ સમાજે નવચંડી યજ્ઞ, સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર યોજ્યા:રામનવમીએ અંકુરના કામેશ્વર મહાદેવ હોલમાં કાર્યક્રમ સંપન્ન

    1 week ago

    શ્રી ઉનેવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા રામનવમીના દિવસે અંકુર સ્થિત કામેશ્વર મહાદેવ હોલ ખાતે નવચંડી યજ્ઞ અને સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈશાલીબેન અને જીગરભાઈ ઠાકર મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞોપવિત સંસ્કાર વિધિમાં સંસ્કાર ઠાકર બટુક તરીકે જોડાયા હતા. સમગ્ર યજ્ઞ અને યજ્ઞોપવિત વિધિ શ્રી પ્રમોદ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન સમાજના પ્રમુખ વિજયભાઈ ઠાકર, ઉપપ્રમુખ યોગેશભાઈ ઠાકર, મંત્રી ભરતભાઈ ઠાકર, સહમંત્રી રાજેશભાઈ ઉપાધ્યાય અને ખજાનચી વિક્રમભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓ મનુભાઈ ભટ્ટ, હરિપ્રસાદ પંડ્યા અને જ્યોતીન્દ્રભાઈ જોશી સહિત સક્રિય મહિલા અને પુરુષ કાર્યકરોએ પણ સહયોગ આપ્યો હતો. પ્રમુખ શ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા કાર્યકરોએ આનંદના ગરબા, હનુમાન ચાલીસાના પાઠ, રામ જન્મોત્સવ, ઇનામ વિતરણ વગેરે કાર્યક્રમોનું સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમના સમાપન પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ જ્ઞાતિબંધુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગીર ગઢડાના કાકીડીમોલી ગામમાં રામનવમી ઉત્સવ:ગ્રામજનો દ્વારા રથયાત્રા, ડીજે સાથે ભવ્ય ઉજવણી
    Next Article
    સરખેજ અંબાપુરી સોસાયટીમાં રામનવમીની ઉજવણી:યુવક મંડળે સાંજે 8 વાગ્યે રામ ધૂન, આરતી અને પ્રસાદનું આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment