Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રાજવી ફાઉન્ડેશન કાર્યાલયનું ઉદ્ઘાટન:સંસ્થાના ત્રણ વર્ષ પૂર્ણ થતા રાજશ્રી પ્રોજેક્ટ શરૂ

    3 days ago

    પાટણ ખાતે રાજવી ફાઉન્ડેશન સંસ્થાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંસ્થાના ત્રણ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. પાટણ જિલ્લાના સામાજિક આગેવાન અને દાનવીર મંગાજી ઠાકોરના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજવી ફાઉન્ડેશન હાલમાં જન સેવા કેન્દ્ર, મહિલા માર્ગદર્શન કેન્દ્ર, મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ, ગારમેન્ટ એકમ, વર્મીકંપોસ્ટ યુનિટ અને મહિલા તાલીમ વર્ગો જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે. આ ઉપરાંત, સંસ્થા દ્વારા પાટણ જિલ્લાની 45,000 વિધવા બહેનો (ગંગાસ્વરૂપા) માટે 'રાજશ્રી પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આવી બહેનોને પગભર અને સશક્ત બનાવવાનો છે. 'રાજશ્રી પ્રોજેક્ટ' અંતર્ગત ગંગાસ્વરૂપા બહેનોની પ્રાથમિક માહિતી એકત્રિત કરવી, ચોક્કસ આર્થિક પ્રવૃત્તિઓ ઓળખવી, સામાજિક સ્થાન સુનિશ્ચિત કરવું, સરકારી યોજનાઓના લાભો અને તેમના હક્કો વિશે માર્ગદર્શન આપવું, તેમજ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. સંસ્થાનો હેતુ તેમને યુનિક આજીવિકા કોડ સાથે જોડીને સશક્તિકરણ કરવાનો છે. આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજવી ફાઉન્ડેશન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી સુર્યાબેન મુકેશજી ઠાકોર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ કોર્ટમાં બોમ્બની અફવા:પોલીસ દોડી આવી, પરિસર ખાલી કરાવાયું; જનજાગૃતિ માટે મોકડ્રિલ યોજાઈ
    Next Article
    અમદાવાદમાં બે રાષ્ટ્રીય FIDE રેટેડ ચેસ ટુર્નામેન્ટ:ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ગુજકોસ્ટ દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment