Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ કોર્ટમાં બોમ્બની અફવા:પોલીસ દોડી આવી, પરિસર ખાલી કરાવાયું; જનજાગૃતિ માટે મોકડ્રિલ યોજાઈ

    3 days ago

    ભરૂચ શહેરની જિલ્લા કોર્ટમાં શંકાસ્પદ બેગ મળ્યાની માહિતી મળતા પોલીસ તંત્ર સક્રિય થયું હતું. સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરાવી ન્યાયાધીશો, વકીલો અને પક્ષકારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતા જ વિભાગીય પોલીસ વડા સી.કે.પટેલના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમો દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. વિસ્તૃત તપાસ બાદ સમગ્ર ઘટનાને 'મોક ડ્રિલ' તરીકે જાહેર કરવામાં આવી હતી. આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ કોર્ટ પરિસરમાં બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવે ત્યારે તાત્કાલિક અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરવાની તૈયારી કરાવવાનો હતો. તાજેતરમાં કોર્ટને બોમ્બની ધમકીઓ મળવાના બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આવા રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની જયપ્રકાશ નારાયણ શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો:317 વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ સ્ટાફનું સન્માન, ધોરણ 8નો વિદાય સમારોહ
    Next Article
    પાટણમાં રાજવી ફાઉન્ડેશન કાર્યાલયનું ઉદ્ઘાટન:સંસ્થાના ત્રણ વર્ષ પૂર્ણ થતા રાજશ્રી પ્રોજેક્ટ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment