Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરશાળા હોમસ્કૂલમાં સેમિનાર યોજાયો:ગણિતનું મહત્વ, રીલ લાઈફથી રિયલ લાઈફ વિષયે માર્ગદર્શન અપાયું

    3 days ago

    શહેરની ઘરશાળા સંસ્થા (હોમસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ) ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓના સર્વાંગી વિકાસ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ વધારવાનો અને ડિજિટલ યુગમાં વાસ્તવિક જીવનનું મહત્વ સમજાવવાનો હતો. આ સેમિનારમાં મુખ્યત્વે બે વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું: 'રોજિંદા જીવનમાં ગણિતનું મહત્વ' અને 'રીલ લાઈફથી રિયલ લાઈફ તરફ કેવી રીતે વળવું'. બળવંત પારેખ વિજ્ઞાન નગરીમાંથી પધારેલા ગણિતના તજજ્ઞ લક્ષ્મણભાઈ બારૈયાએ ગણિતના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગણિત માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. દક્ષિણામૂર્તિ સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય ભરતભાઈએ વિદ્યાર્થીઓ અને વાલીઓને 'રીલ લાઈફ' અને 'રિયલ લાઈફ' વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહી જીવનના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે 'અગ્નિ બ્રહ્મા સાયન્સ ફેર'માં ભાગ લેનાર અને ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આચાર્યા નેહા ભટ્ટ અને ઉપઆચાર્યા હિરણાકશીબેન મકવાણા દ્વારા શાળાની વિવિધ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના શિક્ષકો હર્ષ સર અને વિનીત સર દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય:રાજ્યના દરેક વ્યક્તિને 10 લાખના વીમાનું કેજરીવાલે વચન આપ્યું, પીટીસી કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી
    Next Article
    સુરતની જયપ્રકાશ નારાયણ શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો:317 વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ સ્ટાફનું સન્માન, ધોરણ 8નો વિદાય સમારોહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment