Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી સિનેમામાં બોલિવૂડનો ‘ધબકારો’:'છિછોરે'ના મેકર્સ નાડિયાડવાલા ગ્રાન્ડસનની એન્ટ્રી, દેવેન ભોજાણી-આર્જવ ત્રિવેદીનો નવો અંદાજ દેખાશે

    22 hours ago

    ગુજરાતી સિનેમા અત્યારે તેના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ફિલ્મો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહી છે, ત્યારે બીજી તરફ બોલિવૂડના દિગ્ગજ પ્રોડક્શન હાઉસ હવે ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે. બોલિવૂડમાં 'છિછોરે', 'તમાશા' અને 'હાઈ-વે' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર નાડિયાડવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ હવે તેના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાતી સિનેમામાં સત્તાવાર ડેબ્યૂ કરી રહ્યું છે. નેશનલ એવોર્ડ વિનર જોડીનો જાદુ નાડિયાડવાલા ગ્રાન્ડસનની આ ડેબ્યૂ ફિલ્મનું નામ ‘ધબકારો’ રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને વધુ ખાસ બનાવે છે તેનું નિર્દેશન. ભારતની પ્રથમ નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના સર્જક અભિષેક શાહ આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર છે. તેની વિઝનરી ડિરેક્શન સ્ટાઈલ ફરી એકવાર મોટા પડદા પર કમાલ કરવા તૈયાર છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેકે કહ્યું હતું કે ફિલ્મમેકર તરીકે તે હંમેશાં માનવીય સંવેદના જ તેમની ફિલ્મના કેન્દ્રમાં હોય છે. 'હેલ્લારો'થી લઈ 'ઉંબરો' અને હવે 'ધબકારો', તેઓ માત્ર એન્ટરટેઇનમેન્ટ માટે ફિલ્મ નથી બનાવતા, પરંતુ દર્શકો થિયેટરની બહાર નીકળે ત્યારે ફિલ્મને લાંબા સમય સુધી યાદ રાખે તેવી ફિલ્મ બનાવવા માગે છે. દમદાર સ્ટારકાસ્ટ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝનના દિગ્ગજ કલાકાર દેવેન ભોજાણી જોવા મળશે. તેમની સાથે ‘શું થયું?’ અને ‘હેલ્લારો’ ફેમ એક્ટર આર્જવ ત્રિવેદી પણ મહત્વના રોલમાં હશે. આ બંને કલાકારોની જુગલબંદી પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મોટા બેનરો સાથે કોલોબ્રેશન આ ફિલ્મ માત્ર નાડિયાડવાલા ગ્રાન્ડસન જ નહીં, પરંતુ 'ધ મૂવિંગ મંચ' અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’ના સહયોગથી બની રહી છે. આટલા મોટા બેનરો જ્યારે એકસાથે આવે છે, ત્યારે ચોક્કસપણે કંઈક ભવ્ય અને અનોખું જોવા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ફિલ્મ ‘ધબકારો’ આગામી 1લી મે 2026 ના રોજ, એટલે કે ‘ગુજરાત સ્થાપના દિન’ ના પવિત્ર અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    Tech and Gadget Launches Today (March 27, 2026): TECNO Spark 50, Samsung Galaxy Book6, and more
    Next Article
    કાકાએ 3 ભત્રીજા-ભત્રીજીનું ગળું કાપી નાખ્યું, મોત:મોબાઇલ બતાવવાના બહાને રૂમમાં લઈ ગયો, ફુલ સાઉન્ડમાં ગીત વગાડી હત્યા કરી, પછી પોતાનું પણ ગળું કાપ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment