Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આડાસંબંધમાં મિત્રની માતાની હત્યા કરનારની ધરપકડ, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન:વિધવાએ પૈસાની માંગણી કરી ધમકી આપતા ગળું દબાવી દીધું, લાશ કોથળામાં ભરી મકાનમાં રાખી દીધી

    12 hours ago

    જામનગર શહેરના વુલનમીલ‎વિસ્તારમાં ગુમ થેયેલી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ‎આડા સંબંધોમાં પૈસાની માંગણી કરતી ‎વિધવા મહિલાની યુવકે નિર્મમ હત્યા કરી‎ તેની લાશને બે દિવસ સુધી કોથળામાં ‎ભરી બંધ મકાનમાં છુપાવી રાખી હતી. ‎જે પુત્રની માતાની તેણ હત્યા કરી હતી,‎ તે જ પુત્ર સાથે હત્યારો પોતે પોલીસ ‎સ્ટેશન અને શોધખોળમાં સાથે ફરતો‎ હતો. આખરે લાશમાંથી દુર્ગંધ આવતા ‎ડરી ગયેલા હત્યારાએ પોતે જ ગુનાની ‎કબૂલાત કરી હતી. પોલીસે આજે આરોપીને લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગત તા.23 માર્ચના રોજ મહિલા ‎એકાએક લાપતા થઈ ઘટનાને વિગતવાર જોઈએ તો શહરેના ડીફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની 40 વર્ષીય રીન્કી દેવી બન્ટુસિંહ કઠેરીયા નામની વિધવા‎ ગત તા.23 માર્ચના રોજ ‎એકાએક લાપતા થઈ હતી. જે બાદ‎ ગતરોજ પાડોશમાં જ રહેતા વિજય ‎વિઠલ ઓડીચના ખંઢેર જેવા બંધ‎ મકાનમાં કોથળામાં ભરેલો મૃતદેહ મળી ‎આવ્યો હતો. તેણીનો મૃતદેહ ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર રોહિત કઠેરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચારેક વર્ષથી બંને વચ્ચે અનૈતિક સંબંધો હતા પોલીસે રોહિતના મિત્ર વિજય વિઠ્ઠલ ઓડિચની ધરપકડ કરી છે. વિજયે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે કે, વર્ષ 2021માં રીન્કી દેવી વિધવા બન્યા પછી, તેના પુત્ર રોહિતની મિત્રતાના કારણે તે રીન્કી દેવીના સંપર્કમાં આવ્યો હતો. છેલ્લા ચારેક વર્ષથી બંને વચ્ચે અનૈતિક સંબંધો હતા. રીન્કી દેવી વારંવાર પૈસાની માંગણી કરતી હતી અને પૈસા ન આપવા બદલ પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપતી હતી. દુર્ગંધ આવ્યા બાદ મામલો સામે આવી જતાં હત્યાની કબુલાત આનાથી કંટાળીને વિજયે 23મી તારીખે રાત્રિના સમયે રીન્કી દેવીને પોતાના કાકાના ઘેર લઈ જઈ લૂંગી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. જે બાદ રીન્કી દેવીના મૃતદેહને કોથળામાં નાખીને સંતાડી રાખ્યો હતો, પરંતુ દુર્ગંધ આવ્યા બાદ મામલો સામે આવી જતાં આખરે તેણે હત્યા કર્યાની કબુલાત આપી હતી. પોલીસે તેને હાલ ઝડપી પાડ્યો છે. તેમજ રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની સાથે મહિલાને શોધવાનું નાટક પણ કરતો ભોગ બનનાર રીન્કી દેવી ગુમ થયા બાદ તેમનો પુત્ર રોહિતસિંહ શોધખોળ કરતા હતા. આ દરમિયાન આરોપી વિજય ઓડીચ પણ ‎તેમની સાથે શોધખોળ માટે ભેગો ફરતો હતો. પોતે પોલીસની સાથે મહિલાને શોધવાનું નાટક કરતો હતો. પોલીસમાં ગુમ નોંધ કરાવવા જતાં આરોપી વિજય ઓડીચ પણ સાથે ગયો હતો. બાદમાં ‎તે જ હત્યારો નિકળતા તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.‎ ત્રણ દિવસથી આરોપી અમારા ભેગો જ હતોઃ મૃતકનો પુત્ર બીજી તરફ મૃતક મહિલાના પુત્ર રોહિતસિંહ યાદવે જણાવ્યું કે, મારી મમ્મી રોજ સાંજે 6:30 વાગ્યા સુધીમાં ઘરે આવી જાય છે પરંતુ જ્યારે 10 વાગ્યા સુધીમાં મમ્મી ઘરે ન પહોંચી જેથી અમે મારી મમ્મીની શોધખોળ કરવા નીકળ્યા હતા. ત્યારે હું, મારો ભાઈ, અને આરોપી અમે બધા મારી મમ્મીને ગોતવા નિકળ્યા હતા. ત્રણ દિવસથી આરોપી અમારા ભેગો જ હતો અને અમે સાથે જ મારી માતાની શોધખોળ કરતા હતા. આરોપીએ કોઈને હત્યા વિષે જાણ કરી જ ન હતી, પણ જ્યારે આરોપી ગભરાઈ ગયો ત્યારે એણે સામેથી જ આમારા કોર્પોરેટરને હત્યા વિષે જાણ કરી દીધી હતી. મારી માતાને આરોપી બહેન માનતો હતો અને દર વર્ષે રાખડી પણ બંધાવતો હતો, અને મને ભાણેજ તરીકે માનતો હતો અને હું એને મામા બોલાવતો હતો. પોલીસ પાસેથી અમને એવી આશા છે કે, આરોપીને કડકથી કડક સજા મળે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં હવે રૂ.300માં વારસાઈ જમીન વહેંચણી કરી શકાશે:56 લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો, ખેતી પરની જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત
    Next Article
    બોટાદમાં VHP દ્વારા રામ જન્મોત્સવની ઉજવણી:શહેરમાં શોભાયાત્રા નીકળી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment