Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં જોગણી માતાની ખપ્પર સગડી જ્યોત યાત્રા યોજાઈ:ચૈત્રી નવરાત્રીની આઠમે વર્ષોની પરંપરા જળવાઈ

    10 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગુરુવારે ચૈત્ર સુદ આઠમની રાત્રે શ્રી જોગણી માતાની પરંપરાગત ખપ્પર સગડી જ્યોત યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. યાત્રાનો પ્રારંભ ગામના આથમણા ઠાકોરવાસમાં આવેલા શ્રી હિંગળાજ માતાના મંદિરેથી થયો હતો. અહીં માતાજીના ઉપાસક હિંગળાજભાઈ ઠાકોર દ્વારા પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ દિવાનજી ઠાકોર, જયંતીજી ઠાકોર અને અન્ય સેવકોએ સગડીઓ પ્રજ્વલિત કરી હતી. ઢોલ-નગારાના નાદ વચ્ચે હિંગળાજભાઈ જોગણી માતાના વસ્ત્રોમાં સજ્જ થઈને ગામ વચ્ચેથી પસાર થયા હતા. યાત્રા દરમિયાન રસ્તામાં આવતા દરેક માર્ગો અને દેવસ્થાનો તરફ જ્યોત ફેરવવામાં આવી હતી. અંતે, આ જ્યોત યાત્રા જોગણી માતાના મંદિરે પહોંચી હતી, જ્યાં જ્યોતનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ચંદ્રુમાણા ગામમાં વર્ષોથી આ ખપ્પર જ્યોત યાત્રાની પરંપરા જાળવવામાં આવી રહી છે. અગાઉ માઈભક્ત કરસનભાઈ ભગત આ સગડી ઉપાડતા હતા. તેમના અવસાન બાદ તેમના પુત્ર હિંગળાજ ઠાકોર આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. આ જ્યોત યાત્રાના દર્શન કરવા માટે પાટણ સહિત બહારગામથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. ગ્રામજનોમાં ઉગમણા ગામ ઝાંપાની શ્રી જોગણી માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહેલી છે.
    Click here to Read More
    Previous Article
    કારમાં ફસાયેલું બાઈક લઈ 50 મીટર સુધી ઢસડ્યું:અમદાવાદમાં કારચાલકે બાઈકને ટક્કર મારતા યુવક પડ્યો ને બાઈક બોનેટમાં ફસાયું, લોકોએ ઉભો રાખી બરાબરનો ખખડાવ્યો
    Next Article
    Massive Lightning Hits Burj Khalifa: Here's How Building Protects Itself

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment