Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી જમીન પચાવી 'સીટી લાઈટ' પાર્ટી પ્લોટના સંચાલકનું દબાણ:વારંવાર મળેલી નોટિસને અવગણી દબાણ ન હટાવતા કલેકટરના આદેશથી મામલતદારે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ, આરોપીની ધરપકડ

    22 hours ago

    રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી કિમતી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી બેઠેલા “સિટી લાઈટ” પાર્ટી પ્લોટના સંચાલક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2023થી આજ દિવસ સુધી વારંવાર આપવામાં આવેલ નોટિસોને અવગણી દબાણ ન હટાવતા આખરે જિલ્લા કલેક્ટરના આદેશથી મામલતદારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી સંચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના મવડીના સર્વે નંબર 194 પૈકીની સરકારી જમીન પર 'સિટી લાઈટ’ પાર્ટી પ્લોટ બનાવી વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરનાર સંચાલક ગોરધન ઉકાભાઈ મેઘાણી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 (લેન્ડ ગ્રેબિગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શહેર દક્ષિણના મામલતદાર રાજેન્દ્રસિહ સરવૈયાએ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મવડી વિસ્તારની સરકારી જમીન પર ગોરધન મેઘાણીએ મકાન, ઓફિસ, પાણીનો મોટો ટાંકો, ઈલેક્ટ્રિક રૂમ અને ફેન્સિંગ બનાવીને ‘સિટી લાઈટ’ પાર્ટી પ્લોટ શરૂ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. દબાણ અંગે અગાઉ મામલતદાર દ્વારા દબાણ હટાવવા નોટિસ પાઠવવામાં આવી હતી જો કે વર્ષ 2023થી આજ દિવસ સુધી નોટિસ અંગે કોઈ ખુલાસો કે પુરાવા રજૂ ન કર્યા ન હતા. એટલું જ નહિ સપ્ટેમ્બર 2024માં સંચાલકના પુત્રએ દબાણ જાતે હટાવી લેવાની ખાતરી આપી હતી ત્યારબાદ તલાટીના રિપોર્ટમાં સામે આવ્યું કે માત્ર થોડી ફેન્સિંગ હટાવી બાકીનું દબાણ યથાવત રાખી વ્યાપારી ઉપયોગ ચાલુ રાખ્યો હતો. તંત્ર દ્વારા 16.10.2024 થી 19.01.2026 સુધીમાં કુલ 5 વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં કબજો ખાલી કરવામાં આવ્યો ન હતો. સરકારી જમીનનો ધંધાદારી ઉપયોગ ચાલુ રાખતા આ મામલો જીલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં તમામ પુરાવાઓ તપાસ્યા બાદ મામલતદારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 93 જેટલા દસ્તાવેજી પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સરકારી જમીન ઉપર આરોપી ગોરધન મેઘાણી દ્વારા પાર્ટી પ્લોટ, ઓફિસ, પાણીનો મોટો ટાંકો તેમજ ઈલેક્ટ્રીક રૂમ અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી હતી. ત્યારે હાલ તંત્ર દ્વારા 5500 ચોરસ મીટર સરકારી જમીન ખુલી કરાવી અંદાજિત 3.85 કરોડ રૂપિયાની સરકારી જમીન દબાણકર્તા પાસેથી આંચકી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    AAP આવશે તો ગુજરાતમાં દરેકને 10 લાખનો વીમો મળશે-કેજરીવાલ:'મંત્રીઓની સારવાર મફત થાય છે તો ખેડૂતોની પણ સારવાર મફત થવી જોઈએ'
    Next Article
    ગોધરામાં ગેસ અછત વચ્ચે અન્નપૂર્ણા ટ્રસ્ટની ભોજન સેવા:સિવિલ હોસ્પિટલના દર્દીઓ-સગાઓને દરરોજ મળે છે પૌષ્ટિક આહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment