Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAP આવશે તો ગુજરાતમાં દરેકને 10 લાખનો વીમો મળશે-કેજરીવાલ:'મંત્રીઓની સારવાર મફત થાય છે તો ખેડૂતોની પણ સારવાર મફત થવી જોઈએ'

    1 day ago

    દાહોદ જિલ્લાના લીમખેડાના મોટાહાથીધરા ખાતે આજે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા અને સભા સંબોધી હતી. કેજરીવાલ અને ભગવંત માને ભાજપ-કોંગ્રેસમાં આકરા પ્રહારો કર્યાં કેજરીવાલ અને ભગવંત માને ભાજપ-કોંગ્રેસમાં આકરા પ્રહારો કર્યાં હતા. તેમજ કેજરીવાલે ગુજરાતની જનતાને ગેરેન્ટી પણ આપી હતી કે, જો ગુજરાતમાં AAPની સરકાર બનશ તો દરેકને 10 લાખનો વીમો મળશે, તેમજ કેજરીવાલે જણાવ્યું કે, મંત્રીઓની સારવાર મફત થાય છે તો ખેડૂતોની પણ સારવાર મફત થવી જોઈએ. મંચ પર દિગ્ગજ નેતાઓનો જમાવડો આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં આયોજિત 'વિજય વિશ્વાસ સભા'ને લઈને કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણીલક્ષી રણનીતિ આગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સભા અત્યંત મહત્વની માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નો અને પાયાની સુવિધાઓ મુદ્દે સંબોધન આપ્યું હતું. અમરેલીમાં કેજરીવાલે કહ્યું-'જે ભાજપને 40 સીટ આપી, તેજ તમને દંડા મારે છે' (અહીં વાંચો સંપૂર્ણ અહેવાલ) આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મર્સિડીઝમાંથી મૃતદેહ મળ્યો:અમદાવાદમાં એલ.જે કોલેજ પાસે કોહવાયેલી લાશ મળી, ભાસ્કરે ગુગલ સર્ચ કરતા ગાડી જોવા મળી
    Next Article
    સરકારી જમીન પચાવી 'સીટી લાઈટ' પાર્ટી પ્લોટના સંચાલકનું દબાણ:વારંવાર મળેલી નોટિસને અવગણી દબાણ ન હટાવતા કલેકટરના આદેશથી મામલતદારે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ, આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment