Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખજોદ ડમ્પિંગ સાઈટમાં ચોથા દિવસે પણ આગ યથાવત:કચરાની અંદર ઉત્પન્ન મીથેન ગેસનાં કારણે ફરી આગની શક્યતાઓ, ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવા પ્રયાસ

    1 day ago

    સુરત શહેરનાં ખજોદ ખાતે આવેલી ડિસ્પોઝલ સાઈટમાં આજે સતત ચોથા દિવસે પણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગનાં જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. ગત મંગળવારે સવારે ડિસ્પોઝલ સાઈટમાં લાગેલી આગે ગણતરીનાં સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એકંદરે એક કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી જતાં આસપાસનાં વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો ફાયર વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, હજી સુધી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં ફાયર વિભાગને સફળતા સાંપડી નથી અને તંત્ર દ્વારા પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા માટે જરુરી પગલાં ભરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુરત મહાનગર પાલિકા માટે સિરદર્દ સાબિત થઈ રહેલ કચરા કૌભાંડમાં વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવાને બદલે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ઈજારદાર સીડી કોન્ટ્રાક્ટર કચરાનાં ડમ્પિંગનો ઘટસ્ફોટ થયા બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આસપાસનાં વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર પણ પ્રતિકુળ અસર ઈજારદાર વિરૂદ્ધ એક તરફ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારીઓની પણ સજાનાં ભાગરૂપે બદલી કરવામાં આવી હતી. જો કે, છેલ્લા 52 દિવસમાં બીજી વખત ડમ્પિંગ સાઈટ ખાતે વિકરાળ આગની ઘટનાને પગલે આક્ષેપોનો દૌર શરૂ થયો છે. મંગળવારે સવારે લાગેલી આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગ દ્વારા આજે સતત ચોથા દિવસે પણ જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને ત્યાર સુધી સેંકડો ટન કચરો આગમાં સ્વાહા થઈ ચુક્યો છે અને ખજોદ સહિત આસપાસનાં વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર પણ પ્રતિકુળ અસર જોવા મળી રહી છે. કચરાની અંદર ઉત્પન્ન મીથેન ગેસનાં કારણે હજી પણ આગની શક્યતા બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર સહિત GPSB દ્વારા પણ આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અલબત્ત, છેલ્લા ચાર દિવસથી કચરામાં લાગેલી આગ હાલમાં અંકુશમાં છે, પરંતુ કચરાની અંદર ઉત્પન્ન મીથેન ગેસનાં કારણે આગની શક્યતા હજી પણ રહેલી હોવાને કારણે તેને સંપૂર્ણ નિયંત્રણમાં લેવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'રામમય' ભક્તિમાં લીન બન્યું:રામ મહેલમાં દિવ્ય આરતીમાં SPએ પૂજા અને આરતીમાં લાભ લીધો, લોકોએ શ્રીખંડ તથા મઠો ખાઈ ઉજવણી કરી
    Next Article
    Iran USA Israel Conflict LIVE | યુદ્ધ રોકવા ટ્રમ્પનો 15 પોઈન્ટનો પ્લાન | Trump | Condition |N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment