Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પોલીસ તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો:બ્રહ્માકુમારીઝ દ્વારા માનસિક શક્તિ અને કાયદો-વ્યવસ્થા જાળવણી પર ભાર

    8 hours ago

    ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામ ખાતે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ‘સિક્યુરિટી વીક’ અભિયાન અંતર્ગત આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં માનસિક તથા આધ્યાત્મિક શક્તિ વિકસાવવાનો હતો. મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્રહ્માકુમારીઝ સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમિનાથભાઈએ તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે નિયમિતતા, પ્રામાણિકતા અને સદગુણો દ્વારા પોલીસ કર્મચારીઓ પોતાની માનસિક શક્તિ મજબૂત બનાવી શકે છે તેમ જણાવ્યું. માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલા ડાયરેક્ટર તથા ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદિદિએ જણાવ્યું કે, આજના સમયમાં માનવીય મૂલ્યોનો અભાવ જોવા મળે છે. સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે. તેમણે ઉમેર્યું કે પોલીસ કર્મચારીઓ આધ્યાત્મિક રીતે મજબૂત બનશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ અસરકારક બની શકશે. કાર્યક્રમમાં રાજયોગ મેડીટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓને સાત દિવસના રાજયોગ અભ્યાસક્રમમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ અવસરે ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલ અને હેડ ક્વોટર્સ ડીવાયએસપી એમ.એમ. ગાંગુલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કમલભાઈ, જયશ્રીબેન સહિત બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનેક ભાઈ-બહેનો પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 13 માર્ચથી શરૂ થયેલું આ આધ્યાત્મિક સશક્તિકરણ અભિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મામાં નવી સ્ટ્રીટ લાઈટનું ખાતમુહૂર્ત:વોર્ડ 2માં રૂ. 6.50 લાખના ખર્ચે કામગીરી શરૂ
    Next Article
    Aam Panna to Kokum, 10 Indian Sharbats Made For Peak Summer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment