Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડા તાલુકાની ગ્રામ્ય પ્રાથમિક સ્કૂલોની દયનીય સ્થિતિ:વિરક્ષેત અને માલઘર ગામમાં ઓટલા કે પાડોશના ખાનગી મકાનોમાં ભણવા મજબૂર, મકાનો જર્જરિત

    10 hours ago

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે. 'ભણશે ગુજરાત' યોજનાના દાવાઓ છતાં, વિરક્ષેત અને માલઘર ગામોમાં બાળકો જર્જરિત ઓરડાઓમાં અથવા ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે. અહીંના બાળકો પાયાની સુવિધાઓથી વંચિત છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ગુણગાન ગાઈ રહી છે, ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં શિક્ષણની સ્થિતિ મધ્યયુગીન હોય તેવું લાગી રહ્યું છે. કપરાડાના વિરક્ષેત અને માલઘર ગામમાં બાળકોના માથે છત તો છે, પણ એ ગમે ત્યારે કાળ બનીને તૂટી પડે તેવી જર્જરિત હાલતમાં છે. અહીંના બાળકો પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. કપરાડાના વિરક્ષેત ગામના રાસપાડા ફળિયામાં આવેલી ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળાની ઇમારત અત્યંત જર્જરિત છે. અહીં 71 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 શિક્ષકો ઉપલબ્ધ છે. શાળાની દીવાલો અને છતમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે વાલીઓમાં પોતાના સંતાનોની સુરક્ષા અંગે ચિંતા વ્યાપી છે. તેવી જ રીતે, માલઘર ગામના મોહપાડા ફળિયામાં પણ શિક્ષણની સ્થિતિ સારી નથી. અહીં 84 બાળકોના શિક્ષણની જવાબદારી માત્ર 3 શિક્ષકો પર છે. ઓરડાઓની અછતને કારણે બાળકો શાળાના ઓટલા પર અથવા પાડોશના ખાનગી ઘરના છાપરા નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. આ મામલે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ડી.બી. વસાવાએ જણાવ્યું હતું કે, જર્જરિત ઓરડાઓની વિગતો માટે તમામ આચાર્યોને ત્રણ વખત પત્ર લખવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતોના આધારે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવે છે. તેમણે વિરક્ષેત અને માલઘરની સ્થિતિની તપાસ કરી તાત્કાલિક નવા ઓરડા બનાવવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી. આ સ્થિતિ શિક્ષણ વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. એક તરફ શહેરી વિસ્તારોમાં શિક્ષકોની વધ જોવા મળે છે, જ્યારે કપરાડા જેવા આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે. શિક્ષણ પાછળ કરોડોના ખર્ચના દાવાઓ છતાં બાળકોને પાયાની સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. સ્થાનિક રહીશો દ્વારા આ મુદ્દે ત્વરિત કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    "કાંતિ ફળદુ ગુંડાઓની ગેંગ બનાવો ટ્રસ્ટીઓમાં ન ચાલો":કાંતિ ફળદુ હાય હાય.....પટેલ કેળવણી મંડળમાં ભ્રષ્ટાચાર અને ટ્રસ્ટી કાંતિ ફળદુના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓનો મોરચો; 'સમાજ બચાવો- સંસ્થા બચાવો'ના બેનર સાથે ઉપવાસ આંદોલન શરૂ.
    Next Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 30 માર્ચથી પરીક્ષા શરૂ:ત્રણ તબક્કામાં 2.50 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ગેરરીતિ રોકવા ટેકનોલોજી; મહિલા સ્ક્વોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment