Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 30 માર્ચથી પરીક્ષા શરૂ:ત્રણ તબક્કામાં 2.50 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ગેરરીતિ રોકવા ટેકનોલોજી; મહિલા સ્ક્વોડ

    8 hours ago

    પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ 30 માર્ચથી ત્રણ તબક્કામાં શરૂ થશે, જેમાં અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુનિવર્સિટીએ પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે ડિજિટલ પ્રશ્નપત્ર વિતરણ અને મહિલા સ્ક્વોડ સહિતની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવી છે. પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ વિગતવાર કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં 30 માર્ચથી સ્નાતક કક્ષાની સેમેસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 4ની પરીક્ષાઓ 9 એપ્રિલ સુધી ચાલશે. બીજો તબક્કો 13 એપ્રિલથી 21 એપ્રિલ સુધી અને અંતિમ તબક્કો 23 એપ્રિલથી 1 મે સુધી યોજાશે. આ ત્રણેય તબક્કામાં કુલ 120 જેટલી અલગ-અલગ પરીક્ષાઓનું સંચાલન કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિઓ અટકાવવા અને સુરક્ષા વધારવા માટે યુનિવર્સિટીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રો QPDS (Question Paper Delivery System) અને ERP માધ્યમથી સોફ્ટ કોપીમાં મોકલવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા નિર્ધારિત સમય પહેલા જ પ્રશ્નપત્રો ડિજિટલી પહોંચાડી પેપર લીક જેવી ઘટનાઓ પર રોક લગાવી શકાશે. પરીક્ષા કેન્દ્રો પર દેખરેખ રાખવા માટે યુનિવર્સિટી દ્વારા મજબૂત સ્ક્વોડ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંપરાગત જનરલ અને ફ્લાઈંગ સ્ક્વોડ ઉપરાંત, આ વખતે પ્રથમ વખત વિશેષ 'મહિલા સ્ક્વોડ'ની રચના કરવામાં આવી છે. કુલપતિના આદેશ મુજબ, મહિલા સ્ક્વોડની 2 ટીમો યુનિવર્સિટી સંલગ્ન તમામ 6 જિલ્લાઓમાં અલગ-અલગ કેન્દ્રોની મુલાકાત લેશે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    કપરાડા તાલુકાની ગ્રામ્ય પ્રાથમિક સ્કૂલોની દયનીય સ્થિતિ:વિરક્ષેત અને માલઘર ગામમાં ઓટલા કે પાડોશના ખાનગી મકાનોમાં ભણવા મજબૂર, મકાનો જર્જરિત
    Next Article
    US Ground Attack On Iran Soon? What Pentagon Pizza Metre Says

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment