Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમાન જયંતિ પર થશે 'રામ'ના દર્શન!:રણબીર કપૂરની 'રામાયણ'ને લઈને મોટું અપડેટ, ચાહકો સાથે ગ્રાન્ડ રિવિલનું સેલિબ્રેશન કરાશે

    2 days ago

    2026ની મોટી ફિલ્મોમાં સામેલ ‘રામાયણ’ને લઈને નવું અપડેટ આવ્યું છે. ફિલ્મમાં ભગવાન રામની આગામી ઝલક 2 એપ્રિલ એટલે કે હનુમાન જયંતિના રોજ બતાવવામાં આવશે. આ સાથે ગ્લોબલ લેવલ પર ચાહકો સાથે સેલિબ્રેશન થશે. રામનવમીના દિવસે એટલે કે 27 માર્ચે ફિલ્મના કો-પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ગ્રાન્ડ રિવિલની જાણકારી આપી. હનુમાન જયંતિએ 'રામ'ની ઝલક દેખાડશે પોસ્ટમાં તેમણે લખ્યું, 'શુભ રામનવમી. આ એક એવી વાર્તા છે, જે આપણા બધાની છે અને જે પણ પગલાં અમે લઈ રહ્યા છીએ, તે સંપૂર્ણ જવાબદારી, શ્રદ્ધા અને સમર્પણ સાથે લેવામાં આવ્યા છે, જેથી આપણી પોતાની 'રામાયણ'ને તેની સાચી ભાવના અને ભવ્યતા સાથે સંપૂર્ણ ઈમાનદારીથી જીવંત કરી શકાય.' તેમણે આગળ લખ્યું, 'અમે ‘રામ’ની આગામી ઝલકને 2 એપ્રિલ, હનુમાન જયંતિના શુભ અવસર પર શેર કરવા માટે ઉત્સુક છીએ, જ્યાં અમે અમારી ઘણા વર્ષોની મહેનતને એક ગ્રાન્ડ વર્લ્ડ રિવિલ દ્વારા ચાહકો સાથે શેર કરીશું અને આ ખાસ પળને આખી દુનિયામાં સેલિબ્રેટ કરીશું. તમારા પ્રેમ, વિશ્વાસ અને ધૈર્ય માટે આભાર.' ફિલ્મનો ફર્સ્ટ લુક ભારત સહિત દુનિયાના અનેક સ્થળોએ બતાવવામાં આવ્યો હતો, જેમાં ટાઈમ્સ સ્ક્વેર પર પણ તેની ઝલક જોવા મળી હતી. ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે અને વૈશ્વિક સ્તરે મોટા પાયે તૈયાર કરવામાં આવી રહી છે, જેનું ડિરેક્શન નિતેશ તિવારી કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયો, DNEG અને યશની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ IMAX પર રિલીઝ થશે, જેમાં પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027માં આવશે.
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2' 8મી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની:વર્લ્ડવાઇડ કલેક્શન ₹1067 કરોડ થયું; શાહરુખની 'પઠાણ'ને પાછળ છોડી દીધી
    Next Article
    બંગાળ ચૂંટણી: ભાજપનો મેનિફેસ્ટો એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવશે:બાકી DA આપવાનું વચન આપી શકે છે; હિમંતાએ કહ્યું- આસામમાં દુશ્મનોની તાકાત ખતમ કરી દીધી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment